Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image


- મારી ત્વચા સામાન્ય તૈલી છે. મારી સમસ્યા એ છે કે ત્વચા નિસ્તેજ થઇ ગઇ છે.

હું ૨૪ વરસની યુવતી છું. વેક્સિંગ બાદ મારા શરીર પર કાળા ડાઘા ફૂટી નીકળે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપચાર જણાવશો.

એક યુવતી (કચ્છ)

* વેક્સિંગ કરતી વખતે વાળ બરાબર તૂટયા ન હોય તો તૂટેલા વાળ બહાર દેખાતા હોય છે. વેક્સિંગ તમે કુશળ બ્યુટિશિયન પાસે કરાવશો.વેક્સિંગ કર્યા બાદ તરત જ રૂ પર એસ્ટ્રિજન્ટ લોશન લઇ લગાડશો જેથી ખૂલેલા રોમ છિદ્રો બંધ થઇ જાય રોમ છિદ્રો ખુલ્લા હોય તો તેમાં મેલ ભરાવાથી તે કાળા ડાઘા જેવું દેખાશે. તેથી રોમ છિદ્રો બંધ કરવા જરૂરી છે.

હું ૨૬ વરસની નોકરિયાત યુવતી છું. મારી ત્વચા સામાન્ય તૈલી છે. મારી સમસ્યા એ છે કે ત્વચા નિસ્તેજ થઇ ગઇ છે. મારી બ્યુટિશિયને મને 'વેજીટેબલ પીલ માસ્ક'ની સલાહ આપી. મેં બે વખત બે અઠવાડિયા કરાવ્યું પણ ફાયદો થતો નથી. શું મારે 'વેજીટેબલ પીલ માસ્ક' કરાવવાનું ચાલુ રાખવું? ફેશિયલથી ફાયદો થશે? ક્યા પ્રકારનું ફેશિયલ કરાવવું જોઇએ તે પણ જણાવશો.

એક યુવતી (મુંબઇ)

ઉત્તર: મારી ત્વચા તૈલી હોવાથી તમે ત્વચા પર ક્રીમ તથા મોઇશ્ચરાઇઝર લગાડવાનું બંધ કરી દો. ત્વચાને એક ચમચી મધથી મસાજ કરવું.

બે ચમચા સંતરાની સૂકી છાલનો પાવડર, બે ચમચી ચંદન પાવડર, બે ચમચી મુલતાની માટી, બે ચમચી ચોખાનો લોટ, ૫૦ ગ્રામ ફૂદીનાનો પાવડર, જોઇતા પ્રમાણમાં ગુલાબજળ તથા દૂધ ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરા, ગરદન પર લગાડવું. સુકાઇ જાય બાદ રૂના પૂમડા અથવા સુતરાઉ કપડાને પાણીથી ભીનું કરી રગડતાં રગડતાં ગોળાકારમાં લૂછતાં જવું જેટલું તમે હળવા હાથે રગડશો તેટલી ત્વચા ચમકીલી થશે. શરૂઆતમાં નિયમિત કરજો. ત્યારબાદ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરવાથી ત્વચામાં કુદરતી ચમક આવી જશે. આ ઉપરાંત દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવાની આદત પાડો. એટલું જ નહીં આહાર પ્રત્યે પણ કાળજી રાખશો.

હું ૨૧ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. મારે એ જાણવું છે કે એસ્ટ્રિજન્ટનો ઉપયોગ કઇ રીતે કરી શકાય. મને ખીલ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. વિશેષ કરીને કપાળ તથા ગાલ પર ખીલ થાય છે. મારી સમસ્યા કાજે યોગ્ય નિવારણ જણાવશો.

એક યુવતી (ભાવનગર)

ઉત્તર: સ્વચ્છ સુતરાઉ પેડને એસ્ટ્રિજન્ટ લઇ તેનાથી ચહેરો લૂછવો. દિવસમાં વારંવાર આ ક્રિયા કરવી. ૧૦૦ મિ.લી. ગુલાબજળમાં બે ચમચી કપૂર ભેળવી શીશીમાં ભરી રેફ્રિજરેટરમાં રાખવું. તેનાથી ચહેરો દિવસમાં વારંવાર લૂછવાથી ફાયદો જણાશે. પેટ સાફ રાખવું. કબજિયાત થવા દેવી નહીં. ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવું.

હું ૧૬ વરસની યુવતી છું. થોડા મહિના પહેલાં મેં મારા બગલના વાળ રેઝરથી દૂર કર્યા હતા ત્યારથી મારી ત્વચા કાળી પડી ગઇ છે. ત્યારબાદ મેં વેક્સિંગ પધ્ધતિથી બે વખત આગવાંચ્છિત વાળ દૂર કર્યા. ત્વચાની કાળાશ વધતી જાય છે. તેથી બાંય વગરના પોષાક પહેરવાનો સંકોચ થાય છે. ઉપચાર કાજે ઘરગથ્થુ ઉપચાર જણાવશો.

એક યુવતી (બારડોલી)

ઉત્તર: ૫૦ ગ્રામ લીલા વટાણાનો લોટ, ૩ ચમચી જવનો લોટ, તેમાં ૩ લીંબુનો રસ તથા થોડું ઠંડુ દૂધ ભેળવી પેસ્ટ બનાવવી. કાળાશ પડેલી ત્વચા પર હળવે હાથે ગોળાકારમાં રગડવું. પંદર દિવસ નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.

મારો બે વરસનો બાળક ગોરો રૂપાળો હતો. પરંતુ છેલ્લા પાંચ-છ મહિનાથી તેનો રંગ ઘેરો પડતો જાય છે. તેથી હું ચિંતિત થઇ ગઇ છું. મારું બાળક જન્મ સમયે ગોરું રૂપાળું હતું તેવું ફરી થાય તેવા ઉપચાર જણાવશો.

એક યુવતી

ઉત્તર: બાળકને કોપરેલ તથા બદામના તેલથી નિયમિત મસાજ કરો. ત્રણ ચમચી બદામનો પાવડર, બે ચમચી ચંદન પાવડર લઇ તેમાં જોઇતા પ્રમાણમાં દૂધ ભેળવી ઉબટન નિયમિત લગાડવું. સુકાઇ જાય બાદ હળવેથી ધોઇ નાખવું. નિયમિત કરવાથી અવશ્ય ફાયદો થશે.

- જયવિકા આશર

Tags :