સૌંદર્ય સમસ્યા .
- મારા ચહેરા પર વ્હાઈટ હેડ્સ છે. વિશેશ કરીને નાકની આસપાસ વધુ દેખાય છે. મેં વિવિધ સ્ક્રબના ઉપયોગ કરી જોયાં પરંતુ ફાયદો થતો નથી.
હું ૧૮ વરસની યુવતી છું. મને લાંબા નખનો શોખ છે. પરંતુ મારા નખ નબળા હોવાથી તૂટી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
- એક યુવતી (અમદાવાદ)
ચ નખ નબળા પડવા તથા નરમ થવાનું કારણ તેજ ડિટર્જન્ટ, નેલ ગ્લૂ તથા એસિટૉન રિમૂવરનો ઉપયોગ છે. તમારા હાથ વધુ વખત પાણીમાં ભીના થતા હોય તો પણ નખ નરમ થઈ શકે ચે. ઘરનાં કામ કરતી વખતે રબરના ગ્લૉવ્ઝ પહેરવાં. ઑઈલયુક્ત નેઈલપોલિશ રિમૂવરનો ઉપયોગ કરવો. રાતના સૂતાં પહેલાં ક્યૂટિકલમાં ક્રિમ અથવા તેલ લગાડવું. પરંતુ તેને રગડવું નહીં.
હું ૩૨ વરસની મહિલા છું. મારા ચહેરા અને વાળ તૈલીય છે. હું મારો ચહેરો દિવસમાં ત્રણ-ચાર વખત ધોઉં છું. અને દિવસનાં પાંચ-છ વખત ગ્લાસ પાણી પીઉં છું છતાં પણ ચહેરો તૈલીય જ રહે છે. અઠવાડિયામાં બે વખત શેમ્પૂ કર્યા છતાં પણ વાળ તૈલીય રહે છે. મારી આ સમસ્યાના નિવારણ કરતાં ઉપચાર જણાવશો.
- એક મહિલા ( વડોદરા)
ચ તૈલીય વાળ અને તૈલીય ત્વચાને અધિક દેખભાળની જરૂર હોય છે. રોજિંદા આહારમાંથી તળેલી ચીજો અને મસાલાનું પ્રમાણ ઓછું કરવું. વાળમાં તેલ લગાડવાની બદલે હેર ટોનિકનો ઉપયોગ કરવો. અઠવાડિયામાં ત્રણ વખત શેમ્પૂ કરવું. શેમ્પૂ કર્યા બાદ એક મગ પાણીમાં એક લીંબુનો રસ ભેળવી તે પાણી વાળમાં નાંખવું. ચહેરાની તૈલીયતા ઓછી કરવા દિવસમાં ચાર-પાંચ વખત ઊચ્ચ ગુણવત્તા ધરાવતા એસ્ટ્રિજન્ટથી ચહેરો સાફ કરવો. મિન્ટ ફેસવૉશથી ચહેરો ધોવો. તેનાથી ત્વચા ટૉનઅપ થશે ઉપરાંત નિખરશે.
હું ૨૭ વરસની યુવતી છું, મારા ચહેરા પર વ્હાઈટ હેડ્સ છે. વિશેશ કરીને નાકની આસપાસ વધુ દેખાય છે. મેં વિવિધ સ્ક્રબના ઉપયોગ કરી જોયાં પરંતુ ફાયદો થતો નથી.
- એક યુવતી (મુંબઈ)
ચ ત્વચાની સ્વચ્છતા બરાબર જળવાતી ન હોય તો જ વ્હાઈટ હેડ્સ થાય છે. સ્નાન બાદ વ્હાઈટ હેડ્સવાળા ભાગ પર ટુવાલ રગડો જેથી વ્હાઈટ હેડ્સ નીકળી આવશે. આ ઉપરાંત દર બીજા-ત્રીજા દિવસે એપ્રીકૉટ સ્ક્રબ લગાડવું. બે-ત્રણ મિનિટ બાદ સ્ક્રબ રગડીને દૂર કરવું. અઠવાડિયામાં એક વખત સ્ટીમ લેવી. ત્યારબાદ કોઈપણ ફેસપેક લગાડવો જેથી વ્હાઈટ હેડ્સ નીકળી જશે. ફેસવૉશથી દિવસમાં બે-ત્રણ વખત ત્વચા સાફ કરવી. ટૉનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ પણ કરવું. ત્વચા પર ઑઈલી સૌંદર્ય - પ્રસાધનોનો ઉપયોગ ન કરવો.
હું ૧૫ વરસની યુવતી છું. મારી ત્વચા રૂક્ષ છે. ઘણા લોકો કહે છે કે ટીનએજર્સની ત્વચા તૈલીય હોવી જોઈએ. પરંતુ મારી ત્વચા રૂક્ષ છે. મને આ બાબતની ચિંતા થાય છે. શું મારી સાથે કાંઇ ખોટું થયું છે? મારી આ સમસ્યાનું નિવારણ કરશો.
- એક યુવતી (કચ્છ)
ટીનએજર્સની ત્વચા તૈલીય હોવી જોઈએ. તે વાત ખોટી છે. હોર્મોન્સના પ્રમાણમાં થતાં ફેરફાર તથા વધુ પડતી તૈલીય વાનગીઓ આરોગવાથી મોટાભાગની ટીનેજર્સને આ પ્રકારની તકલીફ થતી હોય છે. તમારી ત્વચા રૂક્ષ હોવાથી તમારી ત્વચાને પૂરતું પોષણ તથા મોઈશ્ચરાઈઝર મળવું જરૂરી છે. એક ચમચી શુદ્ધ મધ ચહેરા પર લગાડો અને પાંચ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો જેથી ત્વચા મુલાયમ રહેશે. ા ઉપરાંત રોઝ વૉટર (ગુલાબ જળ) થી ચહેરો દિવસમાં ચાર-પાંચ વખત લૂછવો. તેલથી મસાજ કરવું. ઑલિવ અને બદામ ત્વચા માટે ઉત્તમ છે. તેના ઉપયોગથી ૧૦ વરસે પણ ત્વચા મુલાયમ રહેશે.
સુંદરતાની કાળજી રાખવા વધુ સમયની જરૂર નથી. ફક્ત ૧૦ મિનિટ ઘણી છે. તમે ધીરજ રાખી ઉપચાર કરશો અવશ્ય ફાયદો થશે.
- જયવિકા આશર