Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- હું 30 વરસની નોકરિયાત મહિલા છું. મારા વાળના ગુંચળા બહુ વળી જાય છે તેના નિવારણના ઉપાય જણાવશો.

હું ૨૨ વરસની યુવતી છું. મને ફેસ પેક કેટલીવાર લગાડવો તેનું માર્ગદર્શન આપશો.

એક યુવતી (ગાંધીનગર)

અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ફેસપેક  લગાડવા.ઘણા ફેસપેક એવા હોય છે, જેને તમે રોજ લગાડી શકો.હોમ પેક બનાવતી વખતે ત્રણ ચીજોનો ખાસ ઉપયોગ કરવો. જેમ કે દહીં, ઇંડા, અને મધ.

એક સંયો બે વાર ઉપયોગમાં લેવાય એટલો જ ફેસપેક બનાવવો. નિયમિ લગાડો તો ઉત્તમ છે. ઝાંય અને ખીલયુક્ત ત્વચા માટે  આ યોગ્ય પેક છે. નાની વયમાં યુવતીઓએ ફળ અને મધનો ઉપયોગ વધારે કરવો. મોટી ઉંમરની મહિલાઓએ પેકમાં બદામનો ભૂક્કો અવશ્ય નાખવો.

હું ૨૪ વરસની યુવતી છું. મારી ત્વચા સંવેદનશીલ છે. તો મારે ક્ેવા પ્રોડક્ટ વાપરવા જોઇએ તેની માહિતી આપશો.

એક યુવતી (મુંબઇ)

કુદરતી બ્યુટી પ્રોડક્ટ સંવેદનશીલ ત્વચા માટે પ્રભાવકારી છે. ત્વચા પ્રમાણે ઉપચાર કરવો જોઇએ.રૂક્ષ ત્વચા પર યોગ્ય મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ ન થતો હોય તો ત્વચાની સંવેદનશીલતા વધી જતી હોય છે. આવામાં એલોવિરા, વીટજર્મ અને મધ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઇેએ.

વીટજર્મ ઓઇલ બજારમાં ઉપલબ્ધ છે. તે એક સારું એન્ટી ઓક્સીડન્ટ છે. તેમાં ચંદન, લવિંગ, નીલગિરી, હળદર, ફુદીનો, લીમડો વગેરેથી તૈયાર કરેલા ક્રીમ વાપરવા.સ્ક્રબનો ઉપયોગ કરવો નહીં. તેનાથી ત્વચામાં ખીલનું સંક્રમણ ફેલાશે.

ત્વચા માટે સુરક્ષા જરૂરી છે.સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝરથી ત્વચા સુરક્ષિત રાખી શકાય છે. વધુ પડતા તડકાથી ત્વચા પ્રભાવિત થતાં વૃદ્ધ થઇ જાય છે. તડકાને કારણે ત્વચાના આંતર અને બાહ્ય બન્ને પડ પ્રભાવિત થાય છે. તેથી તડકામાં જતી વખતે ત્વચા સંવેદનશીલ તેમજ રૂક્ષ થઇ જાય છે. અને એટલે જ એસપીએફ ૩૦ લગાડવુ ંજરૂરી બને છે.

હું ૩૦ વરસની નોકરિયાત મહિલા છું. મારા વાળના ગુંચળા બહુ વળી જાય છે તેના નિવારણના ઉપાય જણાવશો.

અક મહિલા (આણંદ)

રૂક્ષ,ગુંચડિયા વાળ તમારા પરિવારનો વારસો હોય તો તમે આમાં ખાસ કાંઇ નહીં કરી શકો. પરંતુ જો વાતાવરણમાંના પ્રદૂષણ,તાણ, તમારી જીવનશેલીમાં બદલાવને કારણે આ સમસ્યા ઉદભવી હોય તો ઉપચારથી ફાયદો થશે.

વિટામિન 'એ'વાળા ખાદ્યપદાર્થોનું પ્રમાણ રોજિંદા આહારમાં વધારો. જેમ કે ગાજર, કોથમીર-ફૂદીનાનો રસ. પપૈયું અને બ્રોકલીથી પણ ફાયદો થશે.તબીબની સલાહ પ્રમાણે વિટામિન એ અને ઝિન્કની ગોળી લેવાથી પણ ફાયદો થશે.

વિટામિન સી જેમ કે લીંબુ, મોસંબી અને સંતરાથી વાળના સેલને હાનિ પહોંચી હશે તો તેને રિપેર કરવામાં ઉપયોગી થશે.

વાળમાં નિયમિત તેલ અને કંડિશનિંગથી વાળની ગુણવત્તા સુધરશે. 

શિયાળામાં  ત્વચાને રક્ષણ આપતાં ઘરગથ્થુ ઉપચાર જણાવશો.

એક યુવતી (વલસાડ)

રોજિંદા આહારમાં બદામ અને અળસીનું પ્રમાણ વધારોતેમાં ઓમેગા-૩ ફેટી એસિડ સમાયેલું હોય છે જેનાથી ત્વચાને મોઇશ્ચરાઇઝ  થાય  છે અને ત્વચા મુલાયમ રહે છે.રૂક્ષ ત્વચા પર જરૂર પડે ત્યારે હળવા સાબુનો ઉપયોગ કરો. ચહેરાને વરાળનો શેક આપો.એલોવીરાયુક્ત ક્રીમનો ઉપયોગ કરો. તે હાનિ થયેલ ત્વચાને સુધારે છે.

 - જયવિકા આશર