- હું 23 વરસની યુવતી છું. વર્ષાઋતુમાં કેવો મેકઅપ કરવો તે જણાવશો.
પ્રશ્ન : હું ૧૬ વરસની યુવતી છું. મારા વાળ જાડા તથા ચમકીલા હતા. થોડા વખતથી મારા વાળમાં ખોડો થવાથી તે ખરવા લાગ્યા છે. 'એન્ટીડેન્ડ્રફ શેમ્પુ'નો ઉપયોગ પણ કરી જોયો પરંતુ ફાયદો જણાતો નથી. હાલ હું હળવું 'માઇલ્ડ એલોવીરા શેમ્પુ' વાપરું છું. ઉપરાંત કોપરેલમાં કપૂર ભેળવી વાળમાં હળવા હાથે બે વખત મસાજ કરું છું. છતાં પણ મારી સમસ્યા દૂર થઇ નથી.
મારી ત્વચા તૈલીય છે. ખીલની સમસ્યા છે એટલું જ નહીં ખીલના ડાઘા પણ ચહેરા પર ઉપસી આવ્યા છે. હું લીમડાયુક્ત સાબુનો ઉપયોગ કરું છું. તથા લાલ મસૂર દાળ, હળદર, ચણાનો લોટ, ગુલાબજળની પેસ્ટ અઠવાડિયે એક વખત લગાડું છું. પણ ફાયદો નહીંવત્ છે. મારી સમસ્યાઓમાંથી છૂટકારો આપવાના ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (બિલીમોરા)
ઉત્તર : વાળમાં કોપરેલથી મસાજ કરો (તેમાં કપૂર ભેળવશો નહીં) અને લીંબુનો રસ વાળમાં લગાડો. બે કલાક બાદ હળવા હર્બલ શેમ્પુથી વાળ ધોઇ નાખશો. વાળમાં મહેંદી લગાડવાથી પણ ફાયદાજનક રહેશે.
દિવસના ઓછામાં ઓછા ૧૦ ગ્લાસ પાણી પીઓ. આહારમાં પાંદડાયુક્ત ભાજી, સલાડ તથા મોસમી ફળોનું પ્રમાણ વધારશો. મીઠાઇ, ચોકલેટ, ઠંડા પીણાં, તળેલી મસાલેદાર વાનગીનું પ્રમાણ શક્ય હોય તેટલું ઓછંળ કરશો. જે ફક્ત તમારી ત્વચા નહીં વાળ માટે પણ ફાયદાકારક રહેશે.
૧૦૦ મિલિલીટર ગુલાબજળમાં એક ચમચી કપૂર ભેળવી શીશીમાં ભરી રાખવું. દિવસમાં ત્રણ-ચાર વખત ત્વચા પર લગાડવું. આ ઉપરાંત અહીં જણાવેલ ફેસપેક લગાડવો.
બે ચમચા મસૂરની દાળનો લોટ (ભૂક્કો- પાવડર) બે ચમચા સુખડ પાવડર, બે ચમચા ફૂદીનાની પેસ્ટ, ચપટી કપૂર, બે ટીપાં લવિંગનું તેલ, ઇંડાની સફેદી. આ બધી સામગ્રી ભેળવી મુલાયમ પેસ્ટ બનાવવા ઠંડુ દુધ ઉમેરવું. ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ પૂમડાને દૂધમાં બોળી ચહેરા પરની સુકાયેલી પેસ્ટને ધીરે ધીરે રૂના પૂમડાથી દૂર કરવી. રૂનું પૂમડું ગોલાકાર દિશામાં (સરક્યુલર મુવમેન્ટ) ફેરવવું જેથી રક્તસંચાર થશે. એકાંતરે કરવાથી ટૂંક સમયમાં ફાયદો જણાશે.
પ્રશ્ન : હું ૨૩ વરસની યુવતી છું. વર્ષાઋતુમાં કેવો મેકઅપ કરવો તે જણાવશો.
- એક યુવતી (કચ્છ)
* ચોમાસાની ઋતુમાં ચહેરા પર કોઈ પણ પ્રકારનું ફાઉન્ડેશન કે ક્રિમ લગાડવું નહીં. વરસાદને કારણે ફાઉન્ડેશન ધોવાઈ જાય છે. પરિણામે ચહેરા પર રેખાઓ પર પડી જતી હોય છે. જેથી ચહેરો ભદ્દો લાગે છે. વર્ષાઋતુમાં લિપસ્ટિક, આઈબ્રો પેન્સિલ, રૂઝ અને પાવડર લગાડવો.
લિપસ્ટિકનો રંગ ઘેરો હોવો જોઈએ. હોઠની કિનારી પર લિપસ્ટિક લગાડી બાકીનો ભાગ છોડી દેવો. હોઠ પર ચમક લાવવા લિપગ્લોસ લગાડવું.
ત્વચાને મેળખાતા રંગનું રૂઝ લગાડવું. આઈબ્રો પર એક વખત આઈબ્રો પેન્સિલ ફેરવવી.
પ્રશ્ન : દહીં અને ચણાનો લોટ ભેળવી પેસ્ટ બનાવવી સ્નાન પૂર્વે ઉબટનની માફક ચહેરા તથા શરીરે લગાડવું. સુકાઈ જાય બાદ સ્નાન કરવું. ત્વચા સ્વસ્થ બનશે તથા નિખરશે.
ઉત્તર : સંપૂર્ણ શરીરે દરરોજ અથવા દર બે-ત્રણ દિવસે હળવું માલિશ કરવું તથા મહિનામાં એક વખત બરાબર માલિશ કરવાથી શરીરે કરચલી નહીં પડે.
- જયવિકા આશર


