Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                    . 1 - image

- હું 29 વરસની યુવતી છું. મારા વાળ અત્યારથી જ ધોળા થવા લાગ્યા છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.

હું ૨૦ વરસની યુવતી છું. મારા હાથ પર કરચલી પડી ગઇ છે જેથી મારા હાથ વૃધ્ધાના હાથ જેવા દેખાય છે. તેમજ ત્વચા પણ રૂક્ષ થઇ ગઇ છે. મારા હાથની ત્વચા મુલાયમ થાય તેવા ઉપચાર જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: મેનિક્યોર કરાવાથી ચોક્કસ ફાયદો થશે. બે ચમચી મધમાં ઇંડાની સફેદી ભેળવી હાથ પર લગાડો  સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું ત્યાર બાદ બદામની પેસ્ટમાં થોડું દૂધ ભેળવી રોટેટિંગ મેનરમાં હળળે હળવે ઘસવું. દસ દિવસ સુધી એકાંતરે આ ઉપચાર કરવાથી હાથ કોમળ મુલાયમ થઇ જશે.

હું ૨૯ વરસની મહિલા છું. મારી ગરદન પર રેખા અંકિત થઇ ગઇ છે. પરિણામે હું વાળ ટૂંકા રાખી શકતી નથી તેમજ અંબોડો પણ વાળી શકતી નથી.મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

એક મહિલા (વડોદરા)

ઉત્તર : ગરદન પર આ રેખા ક્યારથી અંકિત થઇ છે અને કઇ રીતે થઇ છે તે તમે જણાવ્યું નથી.કોપરેલથી દરરોજ મસાજ કરો તેમજ ઇંડાની સફેદી લગાડવાથી પણ ફાયદો થશે. ઇંડાની સફેદી લગાડી બરાબર સુકાવા દેવી. સુકાઇ જાય બાદ બરફના ઠંડા પાણીથી ધોઇ નાખવાથી ધીરે ધીરે રેખા આછી થતી જશે.નિયમિત કરવાથી થોડા દિવસોમાં જ ફાયદો જણાવા લાગશે.

મારી અઢી માસની પુત્રીના હાથ તેમજ કાન પર રૃંવાટી બહુ છે. તેને દુર કરવા હું રોજ ઓલિવ ઓઇલ લગાડું છું. મારા ડાકટરે ઓલિવ ઓઇલ લગાડવાની ના પાડી છે અને કહ્યું છે કે રૃંવાટી તેની મેળે જ દુર થઇ જશે. મને એક જ ચિંતા છે કે દીકરી મોટી થતી જાય છે અને રૃંવાટી દુર નહીં થાય તો હાથ અને કાન પર વાળ ખરાબ દેખાશે. મારી આ સમસ્યાનં નિવારણ કરતા ઉપચાર જણાવશો.

એક મહિલા (જામનગર)

ઉત્તર: તમારા ડાકટરે તમને સાચી સલાહ આપી છે તમે તેમનામાં વિશ્વાસ રાખો. ઓલિવ ઓઇલ લગાડવાનું બંધ કરી દો. જોઇએ તો ચણાના લોટમાં હળદર અને મલાઇ નાખી પેસ્ટ બનાવી તેના હાથ અને કાન પર લગાડો સુકાઇ જાય બાદ હળવેથી ઘસીને દુર કરો. ખૂબ જ હળવે થી રગડીને કાઢવું ધ્યાન રાખજો અઢી માસના બાળકની ત્વચા ખૂબ જ કુમળી હોય છે. તેથી ધ્યાન રાખીને કરશો.

હું ૨૯ વરસની યુવતી છું. મારા વાળ અત્યારથી જ ધોળા થવા લાગ્યા છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.

એક મહિલા (વસઈ)

ઉત્તર: અઠવાડિયામાં બે વખત ભૃંગરાજ તેલથી વાળને માલિશ કરશો. અને એક આમળો નિયમિત ખાશો. કોઇ પણ પ્રકારની ચિંતાથી દૂર રહેશો.મહિનામાં બે વખત વાળમાં મહેદી લગાડશો. સમતોલ આહાર લેશો.

હું ૧૫ વરસની યુવતી છું. મારી આંખો નીચે કાળા કુંડાળા થઇ ગયા છે.મારો વાન ગોરો હોવાથી કાળા કુંડાળા ખૂબ ખરાબ દેખાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

એક યુવતી (ભુજ)

ઉત્તર: અપૂરતી નિંદ્રા અને અસમતોલ આહારથી આંખની આસપાસ કાળા કુંડાળા વધી જાય છે. તેમજ રક્તમાં હેમોગ્લોબિનની ઉણપ હોય તો પણ આવી તકલીફ થતી હોય છેે. તેથી તમે પહેલાં કારણ જાણો અને તેના ઉપચાર કરો. તે દરમિયાન દિવસમાં બે વખત બદામના તેલથી આંખની આસપાસ ચારે બાજુ માલિશ કરો. રોજ એક આમળાનો રસ પીવો.   

- જયવિકા આશર