For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

વાચકની કલમ .

Updated: May 29th, 2023


તું તો છે સરહદ પેલે પાર

સરહદ પેલે પાર તું હવે

એક પિંજરે છે કેદ હવે

ના તું આવી શકે

ના હું જઈ શકું

ના હું દર્દ સંભળાવી શકું

ના હું ફોન કરી શકું

ના હું મેસેજ કરી શકું

બસ બેઠો છું તારી યાદમાં

દૂર રહીને તું

ના તુ યાદ કરી શકે

ના હું તને ભૂલાવી શકું

પણ એ બધું

કેમ કરી તને કહી શકું

હે પ્રિયે....

તારા વગર હું એટલે

અક્ષર વગરની નવલકથા

પણ એ બધું

કેમ કરી તને કહી શકું

તું તો છે હવે સરહદ પેલે પાર

'મીત' (સુરત)

મધુર મિલન

આકાશના ચાંદ-તારાઓએ આપી સલામી

મહેકી ઉઠી પ્રેમી-જનોના જીવનની રંગીન ફુલવારી

ઓઢી લે ચાંદની રાત, કાળી શ્યામ ચાદર

તેઓના મધુર મિલનથી થઈ જશે દુનિયા પાવન

પવનના સુરીલા સંગીતથી ઝણ-ઝણી ઉઠશે હૃદય વિણાના તાર

કરશે જ્યારે દિલને ઘાયલ, પ્રિયતમાના નયન-બાણ

શરમાઈને છુપાઈ ગયા શ્યામ-શ્વેત વાદળ

જોઉ છું રાત્રિનો અંધકાર અને પ્રિયતમા તારા નયનોનું કાજળ

રાત્રિની નિરવ શાંતિમાં સંભળાઈ છે મને તારા દિલની ધડકન

સાંભળી રહ્યો છું ફૂલો પર ભ્રમણ કરતા ભમરાનું ગૂંજન

કરુ છું દુઆ, ન થાય પૂરો આ રાત્રિનો અંધકાર

ન થાય જલદી સૂર્યોદય અને સોનેરી પ્રભાત

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

ખુશ રહો!

આપની આજમાં જ ખુશ રહો!

કાલ કોણે જોઈ છે ભાઈ?

એની યાદમાં ખુશ રહો

કે જે ક્યારેય પાછા આવવાના નથી!

તેના અંદાજમાં ખુશ રહો

કોઈ નારાજ હોય તમારાથી

જેનો ચહેરો પાસે ન હોય

તેના અવાજમાં ખુશ રહો

દરેક વાતમાં ખુશ રહો

નાની મઝાની જિંદગી છે

ખુશ રહો, ખુશ રાખો

નાની મજાની જિંદગીમાં!!

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

વાત જાણે

વાત જાણે 

અસમંજતાની

સમાજ દ્વારે વ્યાપી ગઈ

વાત જાણે વહેતી થઈ

આડી ચીંધીને ઊભી થઈ

ઊભી ચીંધીને આડી થઈ

વાયરા સાથે વંટોળીયામાં

ઉડી વાયરે વહેતી થઈ

વાત જાણે વહેતી થઈ

ધૂળિયું ધુમ્મસને 

આછું અજવાળું

કિરણ પથરાતાં છોડી ગઈ

વાત જાણે વહેતી થઈ

ઉનો નીતરતો 

લાગણીઓનો તડકો

પરસેવાથી 

થોડી આઘી રહી

સાંજ ક્યારે ઢળી ગઈ

વાત જાણે વહેતી થઈ

પરી મળતાં ચર્ચાએ ચાલી

કે કમાલ એ તો ફરીશ્તાની

કુદરતના આ નાટકમાં 'શીવા'

મારી ભવાઈ ચાલી ગઈ

વાત જાણે વહેતી થઈ

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

ચાહત જીવવાની

ચાલશો તો મંજિલના રસ્તા 

મળી જશે દોસ્તો

વિચારો તો બધી વાતનું કારણ 

મળી જશે દોસ્તો

જીવન પણ એટલું મજબૂર 

નથી હોતું દોસ્તો

જીગરથી જીવો તો 

જલસા પડી જશે દોસ્તો

દિલથી રમી લેજો જિંદગી 

તો એક ખૂબસુરત 

જુગાર છે દોસ્તો

જીત્યા તો શું લઈ જવાના? દોસ્તો

અને હાર્યા તો પણ શું? લઈને 

આવ્યા હતા દોસ્તો

જિંદગી એક હસીન સ્વપ્ન છે દોસ્તો

જેમાં જીવવાની ચાહત 

હોવી જોઈએ દોસ્તો

'ગમ' આપમેળે ખુશીમાં 

બદલાઈ જશે દોસ્તો

કહે 'ધરમ' બસ હંમેશા,

મુસ્કરાવાની આદત હોવી જોઈએ દોસ્તો

ધરમ એમ. પ્રજાપતિ 

(મગુના-લાલજીનગર)

ઇચ્છા

આકાશ જેવી જણાય ઇચ્છા

કદાપિ પૂરી થાય ના ઇચ્છા

ઝાંઝવાનું જળ ગણાય ઇચ્છા

સૌને સતાવતી થાય ઇચ્છા

એક પૂરી બીજી જાગે ઇચ્છા

આગળ આગળ ભાગે ઇચ્છા

સંતોષને નીત મારે ઇચ્છા

રહે અસંતોષના આરે ઇચ્છા

સમર્પણને મારતી ઇચ્છા

લઘુગોવિંદ ખરતી ઇચ્છા

ધનજી કાનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)

સફર

જીતવો હોય જો વિશ્વાસ,

તો ધીરજ રાખવી પડશે.

જવું હોય જો મધદરિયાની પાર,

તો હિંમત રાખવી પડશે.

કરવી હોય જો દુનિયાને પાર,

તો સંઘર્ષ કરવો પડશે.

કરવું હોય જો સ્વપ્ન સાકાર,

તો મહેનત કરવી પડશે.

આપવી હોય જો જગને માત,

તો મજબૂત થવું પડશે.

કરવો હોય જો ભવસાગર પાર,

તો મજબૂર થવું પડશે.

રહેવું હોય જો સૌની સાથ,

તો એક થવું પડશે.

કરવી હોય જો દુનિયાની સેર,

તો મંઝિલ શોધવી પડશે.

અને જો, પાડવી હોય મંઝિલને પાર,

તો 'સફર' કરવી પડશે.

હેતાલી પી. પરમાર 'જેની' (અમરેલી)

Gujarat
Worldcup 2023
English
Magazines