Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 25th, 2022

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                          . 1 - image


- હું એક છોકરાને પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ સમસ્યા એ છે કે મારો પિતરાઈ ભાઈ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે.

* હું એક છોકરાને પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ સમસ્યા એ છે કે મારો પિતરાઈ ભાઈ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે, જોકે હું તેને પ્રેમ નથી કરતી. આ વાત કહીને હું તેને દુ:ખી કરવા નથી ઇચ્છતી અને જો હું મારા બોયફ્રેન્ડને આ પ્રેમસંબંધ સમાપ્ત કરવાની વાત કહીશ તો તેને તો દુ:ખ થશે જ, સાથે હું પણ તેનાથી વિખૂટી પડીને જીવી નહીં શકું. હું વિચિત્ર ચિંતા અનુભવું છું. હું કોઈના પણ દિલને દુ:ખી કરવા નથી ઇચ્છતી. કૃપા કરીને મને માર્ગદર્શન આપો?

* તમારે પિતરાઈ ભાઈને કોઈ ખોટા ભ્રમમાં રાખવો ન જોઈએ. તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે બંને ભાઈબહેન છો અને તમારો તો લોહીનો સંબંધ છે. તમારો તેના પ્રત્યેનો જે પ્રેમ છે તે માત્ર એક બહેનનો પોતાના ભાઈ પ્રત્યેનો જ છે. જો કે આ સાંભળીને તે દુ:ખી થશે, બની શકે કે તમને નફરત પણ કરવા લાગે, પરંતુ તે સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય પણ નથી. પ્રેમપૂર્વક શક્ય એટલા વહેલા આ ભ્રમને તોડો, તેટલી જ તકલીફ ઓછી થશે.

* હું ૧૫ વર્ષનો વિદ્યાર્થી છું. હું આજકાલ ખૂબ જ તાણમાં જીવી રહ્યો છું. હકીકતમાં મને મારી માનું અનૈતિક વર્તન જોઈને તેના પ્રત્યે નફરત થવા લાગી છે. અમારા અંકલ જે મારા પપ્પાના સારા મિત્ર છે, તેમની સાથે મારી માની સમીપતા વધી રહી છે. તે અંકલ ઘણીવાર મારા પપ્પાની ગેરહાજરીમાં ઘરે આવે છે અને કલાકો સુધી મા સાથે ગપ્પાં મારે છે. અશોભનીય મજાક સાંભળીને મારું લોહી ઊકળી ઊઠે છે, પરંતુ મા તો ખૂબ મજા લે છે. ઘણીવાર તો બંને એવા ચોંટીને બેઠા હોય છે કે જાણે પતિપત્ની ન હોય. તેમનું માનવું છે કે તેમના કરતૂતોથી હું અજાણ છું. તમે જ જણાવો હું શું કરું?

* તમે સારાખોટાની સમજ ધરાવતા એક વિવેકશીલ યુવક છો. તમારું માનવું છે કે તમારી મા અને તમારા તથાકથિત અંકલનો વ્યવહાર અમર્યાદિત છે, તો તમે તમારી મા સમક્ષ વિરોધ નોંધાવી શકો છો. તમે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમારા પિતાની ગેરહાજરીમાં આ તથાકથિત અંકલનું રોજ આવવું અને કલાકો સુધી ગપ્પાં મારવું તમને પસંદ નથી. આટલા શબ્દોમાં જ તે બંને સતર્ક થઈ જશે અને જો સતર્ક ન થાય તો કહી દો કે પિતાને તમે આ બાબતે ફરિયાદ કરશો  ત્યારપછી તમારી સમસ્યા આપમેળે હલ થઈ જશે.

* હું ૨૧ વર્ષની યુવતી છું. મારા બોયફ્રેન્ડ સાથે છેલ્લા ૧ વર્ષથી ઘણીવાર શારીરિક સંબંધ બાંધી ચૂકી છું, પરંતુ મને ક્યારેય સંતુષ્ટિ પ્રાપ્ત નથી થઈ. હું જાણવા ઇચ્છું છું કે શું મારામાં કોઈ ખામી છે અને શું હું ભવિષ્યમાં મા બની શકીશ કે નહીં?

* સહવાસ દરમિયાન ચરમસીમાની પ્રાપ્તિ ન થવાનું મુખ્ય કારણ સેક્સ પ્રત્યેની તમારી અજ્ઞાાનતા જ છે. જ્યાં સુધી પ્રશ્ન સંતાનોત્પત્તિનો છે તો તેનો આ બાબત સાથે કોઈ સંબંધ નથી. પીરિયડના તરત પછીના થોડા દિવસોમાં પતિપત્ની સમાગમ કરે તો મહિલા ગર્ભધારણ કરી શકે છે, પરંતુ શરત એ છે કે બંનેમાંથી કોઈનામાં પણ ખામી ન હોવી જોઈએ, તેથી તમે કોઈ નકારાત્મક ધારણા બાંધી ન લો.

જોકે લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ બાંધવો કોઈ પણ રીતે ઉચિત નથી. તેથી આ સંબંધને તરત જ બંધ કરી દો નહીં તો પસ્તાવા સિવાય કંઈ જ મળશે નહીં.

* મારી નણંદના લગ્નને હજી માત્ર ચાર જ મહિના થયા છે. વરની પસંદગી પરિવારજનોએ પોતે જ કરી હતી એટલે કે નણંદના એરેન્જ મેરેજ છે. તેમ છતાં પણ મારી સાસુ દીકરીની સાસરીના સભ્યો વિશે ખામીઓ જ કાઢતા રહે છે, પરંતુ તેની સાસરીમાં બધા લોકો ખૂબ જ સંસ્કારી અને શાંત પ્રકૃતિના છે. સાસુ દિવસમાં અનેક વાર ફોન કરીને દીકરીના ઘરના સમાચાર લેતા રહે છે અને તેને ઊલટીસીધી સલાહ પણ આપતા રહે છે. તેમનો આ વ્યવહાર શું ઉચિત છે? ઇચ્છવા છતાં પણ હું તેમને આમ કરતા અટકાવી નથી શકતી. હવે હું શું કરું. જેથી તેઓ બિનજરૂરી દખલ બંધ કરે?

* તમે વહુ છો તેથી જો સાસુને સલાહ આપશો તો તેમને નહીં ગમે. તેથી તમે પતિ પાસે કહેવડાવો. તેઓ જ તમારી મમ્મીને સમજાવશે કે તેઓ દીકરીના પરિવારમાં હસ્તક્ષેપ ન કરે. દીકરા દ્વારા વાત થવાથી તમારા સાસુ નારાજ નહીં થાય અને તમારી ચિંતા પણ દૂર થઈ જશે.

-નયના

Tags :