હાલોને કાગડાભાઈની જાનમાં
સમળી વગાડે છે શરણાયું ને
ચકલી ચોખલીયે વધાવવાને જાય
કોયલના લગન લેવાય
એ.. હાલો હાલો ને ભાઈ
કાગડા ભાઈની જાનમાં
મોરલે માંડવો રોપીયો ને
ઢોલ વગાડે છે ઢેલ
ગોરબાપા ગીધ બનીને આવ્યો
નહિ ને મુરત છાંડી જાય
ઉંદરે ઊતારો આપ્યાને
સામૈયુ કરે છે શિયાળ
વાંદરો વેવાય બનીને આવ્યો
નહિ ને લગનીયા કેમ લેવાય?
ઘોડાએ ઘરેણા ઘડાવ્યાં
પોપટને નથી
પોરસનો કોઈ પાર
સાઢુંભાઈ બનીને ચક્રો આવ્યો
નહિ ને ફેરા કેમ ફરાય?
ટીટોડીયે ટીલડીયું કરાવીને
સસલે ઓઢાડી ચુંદડી ચાર
જાનને ઠેકાણે જાન રહી ગઈ ને
કોયલ ઊડી ગઈ આંબાની ડાળે
નવિનચંદ્ર ર. કાચલિયા (નવસારી)
- બંધાય છે
વાત સઘળે આપણી ચર્ચાય છે
ગામ મોઢે ગરણું ક્યાં બંધાય છે?
કોશિષો નાકામ બુદ્ધિની થઈ,
દિલની વાતો દિલને બસ સમજાય છે
આંખ સામે આંખને કૈ થાય છે
એ વિચારો આપણે કરવા રહ્યા
જે વિચારે આ જગત પ્રેરાય છે
આગમન થાતા ગગનમાં 'ચાંદ'નું
અંધકારો પળમહીં વિખરાય છે
પ્રવિણ પોંદા 'ચાંદ' (ભાવનગર)
- ખુલે છે
વાતમાં કોઈ ઘાટ ખુલે છે
ભાર એનો સટાટ ખુલે છે
પાંપણો બંધ થાય છે ત્યારે
તું સમીપે અફાટ ખુલે છે
રાત સોહામણી છે પૂનમની
ચાન્દની ફાટફાટ ખુલે છે
કોણ દર્પણ સમાન બિમ્બાતું?
જીવ ઝળહળ લગાટ ખુલે છે
જન્મતા સાથ મળ્યા બંધન જે
એ જ તત્વો સપાટ ખુલે છે
બંધ બારી વિરાટ ખુલે છે
વિશ્વ આખું ફટાટ ખુલે છે
ડો. પથિક પરમાર (ભાવનગર)
- ઘણું છે
મારા પ્રેમને તું સમજે તો ઘણું છે,
તારા આપેલા જખ્મો રુજાય
તો ઘણું છે. બદનામી ભોગવી જીવી
રહ્યો છું જીંદગી,
તારી યાદોના સહારે મરાય
તો ઘણું છે.
સુકાયેલ આંખો હવે તો
મીંચાઈ તો ઘણું છે,
સાથે જોયેલ એકાદ સ્વપ્ન પૂર્ણ થાય
તો ઘણું છે.
તારો મીઠો મધુર અવાજ કાને પડે
તો ઘણું છે,
તારુ સ્મીત ચેહરા પરથી છલકાઈ
તો ઘણું છે.
લાખો લોકોની ભીડમાં ક્યાંક
દેખાઈ તો ઘણું છે,
મળવા ના આવે તો સપનામાં
ના આવ તો ઘણું છે.
નથી જીવાતું આ રીતે હવે તો
તુ ભુલાઈ તો ઘણું છે,
લખવું છે જાજુ પણ હવે
તો કલમ સુકાઈ તો ઘણું છે.
તારા બોલેલ દરેક શબ્દો હવે
ભૂલાઈ તો ઘણું છે,
મારા મરયા પછી મારા
પ્રેમને તું સમજે તો ઘણું છે.
મારા દિલ પર મલમ
લગાવનાર નથી જોઈતુ મને,
હવે જખ્મ ઉપર નમક
લગાવનાર ના મળે તો ઘણું છે.
એમીશ એમ. મેંદપરા (જુનાગઢ)
બની શકાય તો
બની શકાય તો કોઈકનો સહારો બનીએ
કોઈકના જીવનનો તારણહારો બનીએ
જીવન તો એક વિશાળ વટવૃક્ષ છે
કોઈક નિર્દોષ પંખીડાનો માળો બનીએ
મંજિલ અને ધ્યેય તો જીવનનું પાસું છે
કોઈક જીવનસાથીનો સથવાળો બનીએ
દિલથી દિલ મળે એ પ્રેમીઓની રીત છે
કોઈક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ
શ્રવણ જેવા તો આપણે ખરેખર નથી
કોઈક આંધળા માબાપનો સહારો બનીએ
સંસારના પથપર ઘણા પથિકો અટવાય છે
કોઈકનો દિશાસૂચક ઈશારો બનીએ
જીવનનાવ મધદરિયામાં અટવાય છે
કોઈકના માટે સાગરનો કિનારો બનીએ
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
અમરપ્રેમ
રહે છે સાગરની જેમ છલકાતો
ઝરણાની જેમ સુકાતો નથી
વસંતની જેમ રહે છે મહેકતો
પાનખરની જેમ ખરતો નથી
સદા ચળકતો છે સિતારાની જેમ
ઉલ્કાની જેમ ખરતો નથી
અખંડ જલે છે જ્યોત એની
શમ્માની જેમ બુઝતો નથી
સદા ખીલતો રહે છે બાગે-દિલમાં
ગુલોની જેમ મુરજાતો નથી
શ્વાસો સદા શ્વાસે એના
પ્રેમ કદી મરતો નથી
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
- કર્મનો મર્મ જાણે
સીમાઓ નોખી કરે
કરાવીને જે તાર
પ્રેમને તોડે સદા અહમ્નો ઓમાર
ગુમાન ઘોડે માનવ ચડે બંધ
થાય બુદ્ધિના દ્વાર
દાનવતામાં ફસે જો દિલડુ
આતંકી બની કરે અત્યાચાર
માનવતાના પૂલે ખીલને જો હૈયામાં
પ્રેમ-મૈત્રીનો ત્યાં થાય સંચાર
'લઘુગોવિંદ' કર્મ-મર્મ જે જાણે
એના માટે ખૂલે સુખશાંતિના દ્વાર
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
- શિવને ક્યાં શોધું?
શ્રાવણની સોડમ ઓઢી શિવને ક્યાં શોધું
વર્ષોથી વંચાતું નથી આ જીવતણુ થોથું
જ્યં ફૂટે નહી ફળગો શું કરવાનું ખોધું
કરવાનું કરે નહીં બાવળિયે વળગે બોથું
ભ્રમણામાં ભરમાય ભૂંગળ માથે ભોથું
સાચો શિવ છે સાથમાં કેમ ખાય છે ગોથું
ભણ્યો શું બ્રહ્મ જાણે
ક્યુ પુસ્તકને પોથું
પશુ પત્ર પ્રભુ પ્રત્યે તો શિવસંગાથે નોંધું
બીલી ચડે, જળ ચડે, ઝેર, ઝટાને ઝોથું
શ્રાવણની સોડમ ઓઢી શિવને ક્યાં શોધું
અમૃત શ્રીમાળી (મહેસાણા)
અફસોસ
સાથ ભલે બહુ થોડો હતો,
પણ પ્રેમ બહુ હતો
આંખોને કોરી બતાવી
દિલનો ગા મોટો હતો
વિના એકરારનો પ્રેમ
પણ બહુ પવિત્ર હતો
કરીને એકબીજાને જુદા
નિર્ણય બહુ ખોટો હતો
સાથીને જીવનસાથી ન
બનાવીને અફસોસ
બહુ મોટો હતો
પિન્કી પરીખ (અમદાવાદ)


