Get The App

અજમાવી જૂઓ .

Updated: Jan 24th, 2023

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ                                                                          . 1 - image


કાંદો : એક કાચા કાંદાનું નિત્ય સેવન કરવાથી હૃદયકી ધડકન સામાન્ય થાય છે. કાંદાનો રસ રક્ત સાથે ભળી રક્ત  પ્રવાહમાં સહાયક બને છે. અને હૃદયના રોગોથી બચાવે છે.

ગાજર : ઘટ્ટ રક્તને પાતળું કરીને ગાજરના સેવનથી વધી ગયેલા હૃદયના ધબકારા નિયમિત બને છે.

લીંબુ : હૃદયની કમજોરી દૂર કરવા લીંબુ અત્યંત લાભકારી છે. તેના લગાતાર ઉપયોગથી રક્તવાહિનીઓ  ઢીલી પડતાં તે કોમળ બને છે. રક્તનળીકાઓની કઠોરતા દૂર કરવામાં લીબું ઘણું ઉપયોગી છે. તેથી લીંબુના સેવનથી હાઈબ્લડપ્રેશર ઓછું થાય છે અને હૃદય શક્તિશાળી બને છે.

આદુ : ગભરામણ થવા લાગે અને એવું લાગે કે હમણાં હૃદય બંધ થઇ જશેકે પછી ધબકારા ઓછા થતા લાગે તો સૂંઠનો ગરમ કાઢો થોડુ ંમીઠું ભેળવી  એક ગ્લાસ નિયમિત પીવો.

સફરજન : સફરજનના મુરબ્બાનું નિયમિત સેવન કરવાથી હૃદયની દુર્બળતા દૂર થાય છે.

જમરૂખ : ૧૦૦ ગ્રામ જમરૂખમાં ૩૦૦ થી ૪૫૦ મિ.ગ્રા. સુધી વિટામિન ' સી' હોય છે. જે હૃદયને બળ તથા સ્ફૂર્તિ આપે છે.

હીંગ : દુર્બળ હૃદયને શક્તિ આપે છે. રક્તને જામતા રોકે છે. રક્ત સંચાર સરળતાથી થાય માટે તેને મદદ કરે છે. પેટમાં વાયુનું દબાણ પણ હીંગથી ઓછું થાય છે.

ગોળ : દુર્બળ હૃદયને કારણે શારીરિક શિથિલતામાં ગોળ ખાવાથી લાભ થાય છે.

મધ : હૃદયને શક્તિ દેવા મધ સર્વોતમ ઓષધિ છે. તે રોગગ્રસ્ત હૃદયને શક્તિ આપે છે. તેમજ સ્વસ્થ્ય હૃદયને વધુ શક્તિશાળી બનાવે છે. હૃદય રોગના હુમલાને ટાળે   છે.   રક્તમાંના ગ્લાઇકોઝના અભાવથી રોગી બેહોશ થઇ જવાની શંકા હોય તો મધ ચટાવીને તેને બચાવી શકાય છે. મધ ગણતરીના જ સમયમાં રોગીના હૃદય સુધી પહોંચી શરીરમાં શક્તિ તથા ઉત્તેજના ઉત્પન્ન કરે છે. એક ચમચો મધનું નિયમિત સેવન કરવું.

મોસંબી : હૃદય અને રક્તસંસ્થાન, રક્ત વાહિનિઓ કોમળ તથા લચીલી બને છે. તેમાં એકત્રિત થયેલ ગંદુ કોલોસ્ટ્રોલ શરીરમાંથી બહાર કાઢવા સહાયક બને છે.

- મીનાક્ષી તિવારી


Tags :