For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌંદર્ય સમસ્યા .

Updated: Jan 23rd, 2023


હું 25 વરસની યુવતી છું.મારા પર હોઠ પર ચીરા પડી ગયા છે. જે લિપસ્ટિક લગાડયા બાદ ખૂબ જ ઉપસી આવે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપાય જણાવશો.

હું ૩૩ વરસની મહિલા છું. મને ગાલ પર મેકઅપ કરવાની મૂંઝવણ રહે છે. ગાલ પર મેકઅપ કઇ રીતે કરવો જેથી ગાલ સુંદર લાગે અને મેકઅપ પણ સારો લાગે. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપયા જણાવશો.

એક મહિલા (અમદાવાદ)

ગાલ પર મેકઅપ કરવા થોડું ફાઉન્ડેશન હાથમાં લેવું અને ચહેરા પર એકસાર ફેલાવવું. જો ચહેરા પર કોઇ ડાઘ-ધાબા હોય તો તે  છૂપાવવા  કંસિલર લગાડવું. પહેલાં કંસિલર લગાડવું અને પછી તેના પર લૂઝ પાઉડરને સેટ કરવો. બ્લશર લગાડીને ગાલને હાઇલાઇટ કરવા. ચહેરા પર મેકઅપ કરતી વખતે ગાલના ઉભારથી શરૂ કરી પાછળન ીતરફ બ્લેન્ડ કરવું. જેથી ત્વચા સાથે બરાબર મેળ ખાય અને બનાવટી  ન લાગે.

હું ૨૪ વરસની યુવતી છું. મારા કપાળ પર કાળો ધાબો છે. તેને દૂર કરવાનો ઉપાય જણાવશો.

એક યુવતી (સુરત)

ચહેરા પરના કાળા ધાબા દૂર કરવા ચણાના લોટમાં દહીં ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટ કાળા ધાબા પર લગાડવી ૨૦ મિનિટ સુધી રહેવા દેવું. અને પછી ચહેરો ધોઇ નાખવો. લીંબુના રસમાં સપ્રમાણ માત્રામાં ગુલાબજળ ભેળવી કાળા ધાબા પર નિયમિત લગાડવાથી ફાયદો થશે.

હું ૨૫ વરસની યુવતી છું.મારા પર હોઠ પર ચીરા પડી ગયા છે. જે લિપસ્ટિક લગાડયા બાદ ખૂબ જ ઉપસી આવે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપાય જણાવશો.

એક યુવતી (જામનગર)

હોઠ પરના ચીરા કરતા તમે તેને હોઠ પરની રેખાઓ કહો તો વધારે સારું. કારણ ચીરા હોય તો તેમાં દુખાવો તથા બળતરા થતી હોય છે. તેમજ આવા હોઠ પર કોઇ પણ પ્રકારના રસાયણ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેથી ચીરા અને રેખા વચ્ચેનો ફરક સમજી લેશો.હોઠ પરની રેખાઓને દૂર કરવા હોઠ પર વેસલિન લગાડવું. ટૂથબ્રશની મદદથી હોઠને મસાજ કરવો. પાંચ મિનિટ પછી હોઠ પર વેસલિન હોય તો તેને દૂર કરવું. રાતના સૂતી વખતે નાભિ પર સરસવ તેલ લગાડવાથી ફાયદો થશે.

હું નોકરિયાત મહિલા છું. મારા હોઠ પર પોપડી જામી જાય છે. મારી આ સમસ્યાના ઉપાય તરીકે યોગ્ય ઉપાય જણાવશો.

એક મહિલા (ભાવનગર)

હોઠ પર પોપડી જામી જવા માટે  મોઇશ્ચરાઇઝર જવાબદાર છે. તમારી હોઠની ત્વચા સ્નિગ્ધ ન રહેવાથી હોઠ પર પોપડી જામી જતી હોવાની શક્યતા રહેલી છે. રાતના સૂતી વખતે હોઠ પર લિપબામ લગાડશો.હવે જે લિપબામ ઉપયોગમાં લો તે એસપીએફ ૧૫ જેટલો સનસ્ક્રિન હોવો જોઇએ. મુલાયમ બ્રશ પર  લિપબામ લઇ હોઠ પરધીરે ધીરે લગાડવું. હળવેથી બ્રશને હોઠ પર ફેરવવું. જેથી હોઠ પરની મૃત ત્વચા દૂર થશે અને હોઠ મુલાયમ થશે. ઘરગથ્થુ ઉપચાર તરીકે તમે હોઠ પર રાતના સૂતી વખતે મલાઇ અથવા ઘી પણ લગાડી શકો છો. જેથી પોપડી મુલાયમ થઇ ખરી પડશે અને હોઠ મુલાયમ થશે. 

- સુરેખા મહેતા


Gujarat