Get The App

સહિયર સમીક્ષા - નયના

- હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી?

Updated: Sep 22nd, 2020

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા - નયના 1 - image


હું ૧૭ વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડ ે છે. યોગ્ય માર્ગદર્શન આપશો. 

- એક યુવતી (મુંબઈ)

 સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

હું ૩૫ વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાતી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

એક મહિલા (અમદાવાદ)

તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

હું ૨૨ વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હંું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

- એક યુવતી (કચ્છ-ભૂજ)

 અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર  રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

હું ૨૧ વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સેક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ  માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો. 

- એક યુવક 

કપડા પહેરી સેક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

હું ૧૩ વર્ષની છું. મને પગના દુ:ખાવાની સમસ્યા છે. આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું. પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે. ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

- એક વિદ્યાર્થીની (સુરત)

નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે. કેલ્શિયમ, વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે. સંતુલિત આહાર લો. આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો. આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.

હું ૩૦ વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન  રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે.  યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

- એક મહિલા (મુંબઈ)

આ સમસ્યાને તબીબી ભાષામાં 'પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ' કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને  ઉપયોગી થશે.

Tags :