સહિયર સમીક્ષા .
- ભૂતકાળમાં મારા પતિ કુંવારા હતા ત્યારે તેમની સામે રહેતી એક યુવતી સાથે તેમને પ્રેમ હતો. તેમના સંબંધ માત્ર બોલચાલના જ હતા અને એકાદ પિક્ચર સાથે જોયું હતું. મને તેમના પર શંકા જાય છે.
* હું ત્રણ-ચાર વર્ષની હતી ત્યારે સ્કૂટર નીચે આવી ગઇ હતી અને મને ઇજા થઇ હતી. હવે ૭૫ ટકા ઘા રુઝાઇ ગયા છે. પરંતુ ૨૫ ટકા રુઝ આવતી નથી. સ્કિન સ્પેશિયાલિસ્ટે મને મેલેનોસાઇટગ્રાફ્ટિંગ કરવાની સલાહ આપી છે. આ સારવાર શું છે? આમાં ખર્ચ કેટલો આવે? આ સિવાય બીજી કોઇ અસરકારક સારવાર છે ખરી? હમણાં હું ૨૫ વર્ષની છું.
એક યુવતી (સુરેન્દ્રનગર)
* મેલેનોસાઇટગ્રાફ્ટિંગમાં ડૉક્ટર સાથળ પરની ત્વચા કાઢીને ઘા હોય તે ભાગ પર લગાડે છે. આ સારવાર સિવાય બીજી કોઇ અસરકારક સારવાર નથી. આ સારવારનો ખર્ચ ડૉક્ટરે-ડૉક્ટરે અલગ હોય છે. વધુ માહિતી માટે તમારા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરો અને તેમની સલાહ લઇને આગળ વધો.
* મારા લગ્નને છ વર્ષ થયા છે. અમારા પરિવારમાં હું, મારા પતિ અને મારા સસરા છીએ. મારી સાસુ મારા લગ્ન પહેલા જ ગુજરી ગયા છે. હું ૨૬ વર્ષની છું. મારા સસરા મારું ખૂબ માન રાખે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તેમની નજર મારા પર છે. પરંતુ ક્યારે તેમણે મારી સમક્ષ અનુચિત માગણી કરી નહોતી. આ વાત મેં મારા પતિને કરી તો તેમણે મને કહ્યું કે તેમના પપ્પાની અને મારી ઇચ્છા હોય તો તેમને અમારા સંબંધનો કોઇ વાંધો નથી. પરંતુ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ. એક વાર મારા પતિ બહારગામ ગયા હતા ત્યારે મેં બહાનું કાઢી મારા સસરાને મારું માથું દાબવાનું કહ્યું. તેઓ પણ તૈયાર જ હતા. આ પછી અમે શરીર સુખ માણ્યું. ત્યાર પછી મારા સસરા મારાથી દૂર રહે છે. તેમને આનું દુ:ખ થાય છે. પરંતુ હું આ અનુભવ ભૂલી શકું તેમ નથી. તેમની સાથે શરીર સુખ માણવાની મને ઘણી ઇચ્છા થાય છે. મારા પતિને આમાં કોઇ વાંધો નથી. મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.
એક યુવતી
* તમારા પતિના સારા સ્વભાવનો ગેરલાભ ન લો. તમારા પતિ સાથે જ સુખ માણવાનો પ્રયાસ કરો. તમારા સસરાની નજર તમારા પર બગડી હતી કે તમે જ તેમની સાથે શરીર સુખ માણવા ઉતાવળા હતા? આવા કામ છોડી દો. સસરા પિતા તુલ્ય છે એમને એ પ્રકારનું માન-સન્માન આપો. તમારા પતિ સાથે ચર્ચા કરી તમને કયા પ્રકારનું સેક્સ માણવું ગમે છે એની ચર્ચા કરો અને બંનેનો ગમો-અણગમો જાણી એ પ્રકારે સંતોષ મેળવો. તમારા પતિ તમને પૂરતો સંતોષ આપી શકતા ન હોય તો તમે બંને કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરી શકો છો.
* હું ૩૫ વર્ષની પરિણીત મહિલા છું. મારે એક સંતાન છે. ભૂતકાળમાં મારા પતિ કુંવારા હતા ત્યારે તેમની સામે રહેતી એક યુવતી સાથે તેમને પ્રેમ હતો. તેમના સંબંધ માત્ર બોલચાલના જ હતા અને એકાદ પિક્ચર સાથે જોયું હતું. લગ્ન પછીના બે વર્ષ પછી મને આ વાત ખબર પડતા અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા. મને તેમના પર શંકા જાય છે. આ શંકા મારો પીછો છોડતી નથી. મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે. મારે મારા પતિને માફ કરવા? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક મહિલા (ગુજરાત)
* શંકા એ ડાકણનું ઘર છે. મનની શંકા કાઢી નાખો. યુવા વયમાં આવા સંબંધો પાંગરે એ સ્વાભાવિક છે. પતિ સાથે ઝઘડો કરી તમે તેમને જાણી જોઇને તમારાથી દૂર કરો છો. ઘરમાં કલેશ કંકાસ હોય અને શાંતિ ન હોય તો પુરુષનું મન બહાર ભટકે છે. આથી તમારે તમારું અને તમારા સંતાનનું ભવિષ્ય બગાડવું ન હોય તો તમારા પતિ સાથે ઝઘડા કરવાનું છોડી તેમને પ્રેમ કરો. ભૂતકાળ ભૂલી વર્તમાનમાં ધ્યાન આપો. તેમને માફી આપી તમારો સંસાર સુધારો. ભવિષ્યમાં કંઇ ઊંધુ-ચત્તુ થશે તો એનો દોષ તમારે માથે લાગશે. તમારા પતિની ભૂતકાળની મિત્રને તમારા ઝઘડામાં સંડોવો નહીં. તેનો સંસાર ઉજાડવાના પાપથી દૂર રહો. હજુ મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારો સ્વભાવ અને વર્તન સુધારી લો.
* હું ૨૨ વર્ષની પરિણીત યુવતી છું. મારામાં ઉત્તેજનાનો અભાવ છે. મારા પતિ આ કારણે ઘણા ઉદાસ રહે છે. લગ્ન પૂર્વે હું અશ્લીલ સાહિત્ય વાંચતી હતી. શું મારી સમસ્યા પાછળ આ કારણ જવાબદાર હશે? સહવાસનો આનંદ કેવી રીતે માણી શકું એનો ઉત્તર આપવા વિનંતી
એક યુવતી (ગુજરાત)
* તમારી સમસ્યા ચિંતાજનક નથી. તમારા બંનેમાં સેક્સ શિક્ષાનો અભાવ છે. નારીને ઉત્તેજિત કરવામાં પુરુષનો હાથ હોય છે. સમાગમ દરમિયાન પ્રસન્ન ચિત્ત રહો અને એકબીજાને શું ગમે છે તે જાણવાનો પ્રયાસ કરો. અશ્લીલ પુસ્તકો વાંચવાને આ સાથે કોઇ સંબંધ નથી. શક્ય હોય તો કોઇ સારા સેક્સોલોજીસ્ટની સલાહ લો. ઓરલ સેક્સ દ્વારા એકબીજાને ઉત્તેજીત કરવાનો પ્રયાસ કરો. એક વાત યાદ રાખો સંભોગ કરતા સંતોષ વધુ મહત્ત્વનો છે.
- નયના