Get The App

બ્યુટિ ટિપ્સ .

Updated: Jan 17th, 2022


Google NewsGoogle News
બ્યુટિ ટિપ્સ                          . 1 - image


- શિયાળામાં પણ જરૂરી છે સનસ્ક્રીનનો ઉપયોગ

મોટા ભાગના લોકોમાં ભ્રમ છે કે, ઉનાળાના તડકાથી ત્વચાને રક્ષણ આપવા માટે સનસ્ક્રીન લગાડવું જરૂરી છે. શિયાળામાં પણ ત્વચાની કાળજી માટે સનસ્ક્રીન લગાડવું જોઇએ.વધુ વખત તડકામાં સમય પસાર કરવાનો હોય તો  સનસ્ક્રીન દર બે કલાકે પણ લગાડી શકાય છે. 

સનસ્ક્રીન વિવિધ એસપીએફમાં આવે છે. એસીપીએફ એટલે સન પ્રોટેકશન ફોમ્ય્રુલા.વધુ પ્રમાણના એસપીએફ યુક્ત સનસ્ક્રીન ત્વચાને સૂર્યના કિરણોથી વધુસુરક્ષા આપે છે. 

જે સ્થળે વધુ આકરો તડકો નીકળતો હોય તેમણે અધિક એસપીઅફ પ્રમાણ ધરાવતા સનસ્ક્રીનો ઉપયોગ કરવો જોઇએ.તેમજ ઠંડા સ્થળોમાં ૧૫ અથવા ૩૦ એસપીએફ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ. 

રૂક્ષ ત્વચા ધરાવતા લોકોએ શિયાળામાં ક્રીમ ફોર્મમાં મળનારા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો સલાહભરેલો છે. ખાસ કરીને ચહેરા પર સનસ્ક્રીનનું ક્રીમ લગાડવું જોઇએ.જરૂરિયાત પ્રમાણે સનસ્ક્રીન ક્રીમ ફોમ પ્રકારનું ખરીદવું.

સનસ્ક્રીન લોશન પગ, પીઠ, કમર અને હાથ પર લગાડવું જોઇએ.લોશન ક્રીમની સરખામણીમાં પાતળું હોવાથી તે સરળતાથી શરીર પર ફેલાઇ જાય છે. તેમજ તે ક્રીમની સરખામણીમાં ઘણું ચીકાશ પડતું હોય છે. 

શિયાળામાં ઘર બહાર નીકળતી વખતે સનસ્ક્રીન જેલનો ઉપયોગ જરૂર કરવો.શરીરના જે જે અંગો પર વધુ પડતા વાળ હોય ત્યાં ત્યાં આ જેલ લગાડવું જોઇએ.જેમ કે પુરુષોને છાતી અને પગ પર વધુ વાળ હોય છે. 

સ્ટિકના સ્વરૂપે મળતું સનસ્ક્રીન ખાસ કરીને આંખની આસપાસ લગાડવામાં આવે છે. આ સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી આંખની આસપાસના કાળા કુંડાળા અને ત્વચાને હાનિ થતી અટકાવી શકાય છે. 

સનસ્ક્રીન સ્પ્રેના સ્વરૂપે પણ મળે છે. આ સનસ્ક્રીનનો ઉપયોગ બાળકા માટે વધુ યોગ્ય છે. બાળકો લાંબા સમય સુધી તડકામાં રમતા હોય છે. તેથી વારંવાર તેમની ત્વચા પર  સનસ્ક્રીન લગાડવું  સરળ હોતું નથી. તેથી આવા સંજોગોમાં સનસ્ક્રીન સ્પ્રે કરવું જરૂરી છે. સનસ્ક્રીન લગાડવા માટે યોગ્ય સ્થળ કે સમય ન હોય તો પણ સનસ્ક્રીન સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે. 

આંખની આસપાસના કાળા કુંડાળાને છુપાવાની સરળ ટિપ્સ

ડાર્ક સર્કલની સમસ્યા સામાન્ય છે. તે   સરળતાથી દૂર થતા નથી હોતા. તેને વિશેષ પ્રસંગે મેકઅપ ટ્રિકથી છુપાવા પડતા હોય છે. 

ડાર્ક સર્લને રોકવાના તરીકા

ડાર્ક સર્કલને રોકવા માટે આહાર મહત્વનો ભાગ ભજવે છે. તેથી ચોક્કસ ખાદ્યપદાર્થોને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. જેવા કે બ્રોકલી, પાલક, દાડમ, કેળા અને પ્રોટીન યુક્ત આહાર.

ડાર્ક સર્કલને દૂર કરવાની ટિપ્સ

જે રીતે શરીર થાકી જતું હોય છે, તે રીતે જ આંખ પણ થાકી જતી હોય છે. તેને તરત આરામ આપવા માટે શિયાળાની ઋતુમાં ગરમ-ગરમ ચા, કોફી, દૂધ અથવા તો પાણી પીતી વખતે હથેળીઓથી આ ગરમ પીણાંનો સેક આંખ પર આપવો.

ગ્રીન ટી પીધા પછી, ટી બેગને નીચોવીને આંખ પર ઠંડો અથવા ગરમ સેક કરી શકાય છે. બ્લેક ટી બેગથી પણ સેક કરી શકાય છે. 

આઁખ પર કાચા બટાકાના અથવા તો ખીરા-કાકડીના પૈતા ઉત્તમ ઉપાય છે. નિયમિત રીતે આંખ પર મુકવાથી ફાયદો થાય છે. 

ડાર્ક સર્કલ છુપાવાની ટ્રિક

આંખની આસપાસની ત્વચા પર ક્રીમ અથવા લોશન લગાડીને મોઇશ્ચરાઇઝ કરવું. 

ત્યાર પછી તેના પર કંસિલર લગાડવું. ઓરેન્જ કલરનું કંસિલર ભારતીય મહિલાઓ પર ઉત્તમ પરિણામ આપે છે.

કંસિલર લગાડતી વખતે કાળાકુંડાળા પર લગાડવાની સાથેસાથે આસપાસની ત્વચા પર લગાડવું. તેને ત્રિકોણ આકારમાં લગાડવું જોઇએ. 

કંસિલર લગાડયા પછી પાવડર લગાડવો જરૂરી છે. જેથી ચહેરો લાંબા સમય સુધી તાજો અને ફ્રેશ  રહે છે. 

ચહેરા પરના ડાઘ-ધાબા દૂર કરવાની ટિપ્સ

ચહેરા પરના ડાઘ-ધાબાને ઘરગત્થુ ઉપાયોથી દૂર કરી શકાય છે. 

લીંબુનો રસ

અડધો ચમચો લીંબુના રસમાં અડધો ચમચો મધ ભેળવીને લગાડવું. ૧૫-૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ત્વચા ચમકીલી થશે. 

કાચા બટાકામાં કુદરતી બ્લિચ સમાયેલું છે. તે  વાનને ચમકાવે છે. 

બટાકાને ધોઇને ખમણી લઇને નીચોવી લેવા જેથી તેમાંથી વધારાનો રસ એક વાડકામાં લેવો. બટાકાની છીણને ત્વચા પર હળવા હાથે રગડવી.રગડા-રગડતા સુકી લાગે તો વાડકામાં રાખેલા રસમાં બોળી ફરી ત્વચા પર રગડવી.બે વખત આ રીતે કરવું. ૧૦-૧૦ મિનીટ કરવું જોઇએ. નિયમિત કરવાથી ચહેરા પર આપોઆપ ફાયદો જોવા મળશે.

એલોવેરા જેલ અને બદામનું તેલ

અડધ ોચમચો એલોવેરા જેલ લઇને તેમાં પાચ ટીપાં બદામનું તેલ ભેળવવું.હવે આ મિશ્રણને ચહેરા પર લગાડવું. ત્વચામાં સમાઇ જાય ત્યાં સુધી હળવા હાથે મસાજ કરવો. આ મિશ્રણથી દિવસમાં બે વખત  ત્વચા પર મસાજ કરવો. થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે. 

પાકુ પપૈયું

પાકા પપૈયાનો ટુકળો લઇ તેને છુંદી પેસ્ટ જેવું બનાવવું. તેમાં પા ચમચી હળદર ભેળવીને ચહેરા પર  લગાડવું. ૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.


Google NewsGoogle News