FOLLOW US

વાચકની કલમ .

Updated: Mar 13th, 2023


વિરહ તારો..

જીવનમાં માંગ્યો હતો બસ 

એક સાથ તારો

પણ બદલામાં મળી ગયો વિરહ તારો

હરપળ, હર જનમ માંગ્યો 

હતો હાથ તારો

પણ કદાચ ખુદા રૂઠી ગયો હતો મારો

એક એક ક્ષણ બેસી નીહાળવું ગમતું

એ ચાંદની જેવો ચહેરો તારો

એક તારા હાથમાં હાથ 

પરોવી ચાલવું ગમતું

કારણ હંમેશા સાથ ગમતો તારો

કોયલની કીલકારી જેવો અવાજ તારો

જે સાંભળવા તરસતો રોજ કાન મારો

ભાંભરની ભણકાર વાળો એ પગ તારો

જ્યારે પણ ચાલતો હૃદય લુંટી લેતો મારું

રોજ રોજ મળવાની આદત હતી તને

તેથી જ મળી ગઈ કદાચ આ આફત મને

જીવનમાં બસ એક જ તો 

માંગ્યો હતો સાથ તારો

તેમાં પણ મળી ગયો વિરહ તારો

મહેફીલમાં પણ એકાંત લાવે છે 

વિરહ તારો

અને એકાંતમાં પણ 

તારી યાદોનો મહેફીલ

સજાવે છે વિરહ તારો

ખરેખર હવે ખૂબ સતાવે છે 

મને આ વિરહ તારો

સ્નેહ ગરાસિયા 'મોષ્ટિ' (સુરત)

સંદેશો

રોજ આવે તું સુંદર સવારે

કાગતણો સંદેશો લઈને

પુકાર તારો પામવાને

આવે સૌ દોડતા, 

મનના ઘોડાઓ છોડીને

લીલું છમ ભાસે 

મને ચોમેર દિશાએ

એ તો કુદરતી દ્રષ્ટિનો પ્રેમ છે

સુકાના ભેદનો પરખ મને ના લગીરે

ભરશિયાળે બફાટ જો

બફાટ અને અફાટનો 

ભેદ ના સમજે તો

તારે શાને કરવો ફડફડાટ જો

મારે મન તું જ અંતરનાદ છો

તું જ મારો શ્યામ ને તું જ મારો રામ

શર્મિષ્ઠા જી. પટેલ

સમીસાંજ

વિદા લે સૂરજ વેરી આકાશે રંગ

સાંજ થતા પક્ષી પાછા ઘેર ફર્યા

ખેતની સીમા થઈ શાંત-શાંત

પ્રસરી સાંજની શીતળતા કુદરતમાં

પક્ષી બેઠા વૃક્ષની ડાળે વાતો કરે

રળિયામણી ઘડી 

અહો સુંદર સાંજના

સૂરજ આથમી ચંદ્રને આવકારે રે

સંધ્યા સમે લાગે રૂપાળું કુદરત

સૂરજ ચાલ્યો અંધારાની તરફ

ઝાંખા પ્રકાશે શોભ્યા વૃક્ષના પર્ણો

સાંજના એકાંતે મન થયું શાંત

આ સાંજને જોઈ હૈયું મારું હરખાય

પટેલ સિયા જી. (ડુંગરી- સુરત)

તારા હૃદયને પૂછજે

રોજ નીકળું છું યાદોની સફરે

શોધું છું મૌન પુષ્પને

તારી યાદોને સાધના બનાવી જીવું છું

જરૂરી નથી તોડવા પથ્થરની જરૂર પડે

તું નજર ફેરવે તો પણ તૂટી જવાય છે

તમન્ના છે તને મળવાની તો

આમ દૂર દૂર શું રહ્યા કરે છે

હાથ રાખજે તારા હૃદયે

હું ધડકનમાં મળી જઈશ

ખરાબ તો નહીં જ હતો

'હું'

બસ..

એને સાબિત ના કરી શક્યો

એ વાત પૂછી જોજે

તારા હૃદયને

ધડકન ચૂકી જશે એકવાર

તો.. સમજી લેજે

હું રહું છું હજી તારા હૃદયે જ

'મીત' (સુરત)

ઓ સહિયર

નારીના અબળા કે કમજોર નાદાન ઓ સહિયર

ભલ ભલાની ઠેકાણે લાવીએ શાન ઓ સહિયર

નારી છે જગતમાં સમોવડી પુરુષ તણી

મા બાપની વ્હાલી મોંઘી જાન ઓ સહિયર

શાંત લાગે સૌને ઉપરથી નજરોથી જોતા

સમય આવે તો બની જાય તૂફાન ઓ સહિયર

ભલે નિકળે છેતરવા જગત ના છેતરી શકે

છેતરવાનું નારીને નથી આશાન ઓ સહિયર

ના નારી ગુલામ કોઈની ના સમજે ગુલામ

સૌનું ગયું છે હવે નારી તરફ ધ્યાન ઓ સહિયર

મહેર છે સૌ પર ઉપરવાળાની છે મહેરબાન

લાલ લાખ જગન પિનાનો અહેસાન ઓ સહિયર

ઉર્મિ રાધનપુરી (રાધનપુર)

એક બીજાને ગમતા રહીએ

સર્જનહારની લીલા વચ્ચે

પ્રકૃતિના ખોળા વચ્ચે

માનવીઓના સ્વાર્થ વચ્ચે

એક બીજાને ગમતા રહીએ

એક બીજાને નમતા રહીએ

સમજણશક્તિના નિભાવ વચ્ચે

સહનશક્તિના અભાવ વચ્ચે

સંસારચક્રના સંકલન વચ્ચે

એક બીજાને ગમતા રહીએ

એક બીજાને નમતા રહીએ

ઢાંગી ધુતારાઓ વચ્ચે

સમાજના સુધારકો વચ્ચે

રાજકારણના રસિકો વચ્ચે

એક બીજાને ગમતા રહીએ

એક બીજાને નમતા રહીએ

યુવાપેઢીના વર્તાવ વચ્ચે

આધુનિકતાના ઓપ વચ્ચે

રૂઢિચુસ્તોની જમાત વચ્ચે

એક બીજાને ગમતા રહીએ

એક બીજાને નમતા રહીએ

સુખદુખના સાનિધ્ય વચ્ચે

સ્વભાવના બદલાવ વચ્ચે

ઉંમરના ઓસાયા વચ્ચે

એક બીજાને ગમતા રહીએ

એક બીજાને નમતા રહીએ

પ્રતિપતિ રમેશભાઈ ઈશ્વરભાઈ (મુ.કોચવા, કંચનપુર)

તારું નામ માલતી

વાતો તારી ઉત્તમ છે વાત કરવી ગમે છે

બધા સાથે વાતો કરવા 

આવી જજે કાલથી

મીઠી મુદુભાષી છે તું તારું નામ માલતી

ફરવાનો શોખ છે તને પ્રવાસ કરે છે

ફરવા જતી ત્યારે મહાલયોમાં મહાલતી

મીઠી મૃદુુભાષી છે તું તારું નામ માલતી

વાતો કરવા બેઠી ચાર ચોટલી ઓટલે

વાતોમાં જામે ના ત્યારે 

ઊઠીને પકડે ચાલતી

મીઠી મૃદુભાષી છે તું તારું નામ માલતી

લેખન, વાંચન, ચિંતન, મનન કરું છું

વાંચ્વા બેસુ ત્યારે ખોટ મને સાલતી

મીઠી મૃદુુભાષી છે તું તારું નામ માલતી

કોઈ વાતમાં કોઈ કામમાં 

'મનોજ' તો સમજે નહીં

ઘણા બુધ્ધુ છો તમે આવતા ના કાલથી

મીઠી મૃદુુભાષી છે તું તારું નામ માલતી

દેખાય છે સારી બૈરી છે તું મારી વ્હાલી

બિનજરૂરી કામો હંમેશા તું ટાલતી

મીઠી મૃદુભાષી છે તું તારું નામ માલતી

મનોજ ભીખા જાદવ 'મનમોજી' (સુરત)

ઢળતી સંધ્યા શીખવી જાય છે

ભાગમભાગ ભરી જિંદગીએ

આહ ને ચાહ ભરી જિંદગીએ

ના રહેવાય ના સહેવાય

ઘણીવાર

જવાબદારીઓથી ભરેલી જિંદગીએ

હારી તો હું પણ જાઉં છું

પણ.. ઢળતી સંધ્યા

ઢળતો સૂરજ એ જ શીખ આપી જાય છે

પાછા  ઊગવાનું છે

બીજા 'દિ'એ સવાર થઈને

મુકેશ બી. મહેતા (બામણીયા-સુરત)

Gujarat
News
News
News
Magazines