Get The App

સહિયર સમીક્ષા .

Updated: Sep 11th, 2023

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                                            . 1 - image


- મારો મોટા ભાઈ મારી કોલેજમાં જ ભણતી એક યુવતી સાથે પ્રેમમાં છે. પરંતુ કોલેજમાં આ છોકરીની આબરૂ સારી નથી.  

* મારા પગના તળિયા બહુ સખત છે. એને મુલાયમ અને સ્વચ્છ કરવા હું શું કરું?

એક મહિલા (નવસારી)

* રાત્રે સૂતાં પહેલાં શેમ્પૂ અને મીઠું નાખેલા હુંફાળા પાણીથી પગને સાફ કરો. પછી સરસિયું અથવા વેસેલિનથી બે-ચાર મિનિટ સુધી પગે માલિશ કરો. જૂનો રૂમાલ પગ નીચે પાથરીને સૂઈ જાઓ, જેથી ચાદર ખરાબ ન થાય. સવારે સાદા પાણીથી પગ ધોઈ નાખો. આખી રાત પગમાં ચિકાશ રહેવાથી ધીરે ધીરે તે મુલાયમ થવા લાગશે. બહારથી ઘેર આવ્યા પછી પગને પાતળા પ્લાસ્ટિકના વાયરવાળા કૂચાથી અથવા 'પ્યૂનિક સ્ટોન'થી ઘસીને સાફ કરો.

* હું ૧૯ વર્ષની છું. મારા બાળ બહુ ઊતરે છે. મહેરબાની કરીને વાળ ખરતાં અટકે એવો ઉપાય જણાવો.

એક યુવતી (વલસાડ)

* જ્યારે મોસમ એકાએક બદલાય છે ત્યારે સામાન્ય રીતે વાળ ખરે જ છે. આ ઉપરાંત માનસિક તાણના લીધે, પૌષ્ટિક ભોજનના અભાવે, વારંવાર શેમ્પૂ બદલતાં રહેવાથી, માથામાં વધારે પડતી પિનો અને ક્લિપો ખોસવાથી, વાળ ધોયા પછી તેને રૂમાલથી ઝટકા મારી સૂકવવાથી, ડ્રાયર, ઈલેકટ્રોનિક રોડ વગેરેના વધુ પડતા ઉપયોગથી અને વાળમાં રસાયણોના વધારે પડતા ઉપયોગથી પણ વાળ ઊતરે છે. આ બધામાંથી ક્યા કારણને લીધે તમારા વાળ ઊતરે છે, તે જાણો. પછી વાળની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરો. અઠવાડિયામાં એક વાર વાળમાં તેલમાલિશ કરી સ્ટીમ લો. વાળમાં શેમ્પૂ કર્યા પછી કન્ડિશનિંગ જરૂર કરો. પૌષ્ટિક ખોરાક લો. વાળને બહુ ખેંચીને ન બાંધો. તમારો કાંસકો, રૂમાલ, ઓશીકું જુદું જ રાખો.

* મેં બ્યૂટિપાર્લરમાં ફેશિયલ કરાવ્યું છે. મારી ત્વચા પર બહુ ફોલ્લીઓ થઈ ગઈ છે. શું મારે ફેશિયલ ન કરાવવું જોઈએ?

એક પરિણીતા (અમદાવાદ)

* લગભગ એકાદ મહિના પછી તમારા ચહેરા પરની ફોલ્લીઓ જતી રહે તો તમે ફેશિયલ કરાવી શકો છો. આ ફોલ્લી થવાનું કારણ કદાચ બીજું જ હશે - જેમકે ફેશિયલ કરતી વખતે વાપરવામાં આવેલાં સૌંદર્ય પ્રસાધનો તમારી ત્વચાને માફક ન આવ્યાં હોય અથવા તો કોઈ બીજાની એલર્જીવાળી ત્વચા પર વપરાયેલાં સાધનો તમારી ત્વચા પર વાપરવામાં આવ્યાં હોય. હવે જ્યારે પણ ફેશિયલ કરાવો એ પછી એન્ટિસેપ્ટિક ક્રીમ જરૂર લગાવો. જો તમારી ત્વચા વધારે પડતી તૈલી હોય તો ઉનાળામાં કોલ્ડ ક્રીમના બદલે ટેલકમ પાઉડરથી માલિશ કરાવો. ફેસપેક પણ સારી ગુણવત્તાવાળો જ વાપરો. તમારી માલિશ કરતાં હાથ પણ સ્વચ્છ હોય તેનું ધ્યાન રાખો.

મારો મોટા ભાઈ મારી કોલેજમાં જ ભણતી એક યુવતી સાથે પ્રેમમાં છે. તે તેની સાથે લગ્ન કરવા માગે છે. પરંતુ કોલેજમાં આ છોકરીની આબરૂ સારી નથી. મેં મારા ભાઈને ખૂબ જ સમજાવ્યો. પરંતુ તે માનતો  નથી. મારે શું કરવું તે મને સમજ પડતી નથી.  યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (મુંબઈ)

* બંને જણા પુખ્ત ઉંમરના છે. તેઓ પોતાનું સારું-નરસું સમજી શકે છે. આથી તમે આમાં કશું કરી શકો તેમ નથી.  તમે તમારા ભાઈને આ આગમાં કૂદી ન પડવા માટે ઘણું સમજાવ્યો પરંતુ તે માનતો નથી. ધીરે ધીરે એ છોકરીને તેનો પરિચય થશે ત્યારે તેનામાં આપોઆપ અક્કલ  આવી જશે. બીજી બાજુ એ યુવતી તમારા ભાઈને અંતઃકરણપૂર્વક ચાહતી હશે તો તે પોતાની આદત છોડી તમારા ભાઈને વફાદાર રહી નવેસરથી જિંદગી શરૂ કરી પણ શકે છે. કદાચ  તમે પણ તમારા ભાઈ માટે વધુ પડતા પઝેશીવ હોઈ શકો છો. આમ પણ કોઈપણ બહેનને પોતાના ભાઈ માટે કોઈ પણ યુવતી યોગ્ય જણાતી નથી. આ એક માનસિક સમસ્યા છે.  અત્યારના સંજોગો જોતા તો તમારે તેમના સંબંધમાંથી પોતાની જાતને અલિપ્ત જ રાખવી.

- નયના


Tags :