સહિયર સમીક્ષા .
- મારા લગ્ન થયે છ મહિના થયા છે. મારા પતિ ઓરલ સેક્સનો આગ્રહ રાખે છે. પરંતુ મને તેમની આ માગણી અજીબ લાગે છે. તો મારે શું કરવું?
હું ૨૦ વર્ષનો છું. મારી ઉંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ છે. તેમજ વજન ૧૦૦ કિ.ગ્રા. છે. કોલેજમાં બધા મને ચીઢવે છે. આથી મને ઘણી શરમ આવે છે. વજન કેવી રીતે ઓછું કરવું એનું માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (અમદાવાદ)
* તમારું વજન જરૂર કરતા ઘણું વધારે છે. આથી તમારે ઘણી મહેનત કરવી પડશે. સૌ પ્રથમ તો ગળ્યું ખાવાનું બંધ કરી દો. ખાંડ વગરની ચા પીવાની આદત રાખો. ચાર-પાંચ કિલોમીટર જેટલું ચાલવાનું રાખો. જોગિંગ કરો. સ્વિમિંગ પણ આદર્શ વ્યાયામ છે. આ ઉપરાંત બેડમિંગ્ટન જેવી રમતો રમો. આ ઉંમરમાં વધુ ડાયેટિંગ કરવું યોગ્ય નથી. આથી વ્યાયામ પર ધ્યાન આપો. શક્ય હોય તો કોઇ જીમનેશિયમમાં નામ નોંધાવી કોઇ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. કોઇની સલાહ વિના વ્યાયામ કરવો યોગ્ય નથી.
હું ૧૭ વર્ષની છું. મને છેલ્લા દોઢ વરસથી માસિક શરૂ થયું છે. પરંતુ ક્યારે બે-ત્રણ મહિનામાં એક વાર તો ક્યારે એક મહિનામાં બે-ત્રણ વાર માસિક આવે છે. તો ક્યારેક સફેદ રંગનો ડિસ્ચાર્જ પણ થાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (સુરત)
* શરૂઆતમાં બે-ત્રણ વર્ષ સુધી માસિક અનિયમિત હોય એ સામાન્ય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી તેમજ દવાની પણ જરૂર નથી. સફેદ રંગના ડિસ્ચાર્જનો પ્રશ્ન છે તો કોઇ ગાયનેકોલોજીસ્ટને મળીને ઇન્ફેક્શન છે કે નહીં એની તપાસ કરાવો. આ દરમિયાન તમારા માસિકની અનિયમિતતા વિશે પણ તેમની સલાહ લેજો.
હું ૨૫ વર્ષનો છું અને નોકરી કરું છું. મારી જમણી બાજુની છાતી ઘણી વધી ગઇ છે. મેં ઘણી દવાઓ કરી પરંતુ ફાયદો થયો નથી. આ સમસ્યાનું નિરાકરણ સૂઝવવા વિનંતી.
એક યુવક (જામનગર)
* ક્યારેક પુરુષોમાં છાતીના ગ્લેન્ડ વધવાને કારણે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. શરીરની અંદર કેટલાક હાર્મોન આ પાછળ જવાબદાર છે. ચિંતા કરવાની જરૂર નથી. કોઇ સ્પેશિયાલિસ્ટની સલાહ લો અને એક નાનકડા ઓપરેશન દ્વારા પણ આ સમસ્યા દૂર થઇ શકે છે.
મારા લગ્નને ત્રણ વરસ થયા છે. હવે અમને સંતાનની ઇચ્છા છે પરંતુ મને ગર્ભ રહેતો નથી. મારી છાતીમાં એક ગાંઠ છે. શું ગર્ભ નહીં રહેવા પાછળ આ કારણ હોઇ શકે છે? આ ગાંઠ કેન્સરની હોય તો શું હું માતૃત્વ પ્રાપ્ત કરી શકીશ?
એક યુવતી (મુંબઇ)
* તમારી છાતીની આ ગાંઠ ગર્ભાશયના ફાઇબ્રોઇડની હોઇ શકે છે. ગાંઠ કેન્સરની જ છે એવું માનવાની જરૂર નથી. આથી ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી આ ગાંઠ શાની છે એની તપાસ કરાવી લો. આ ગાંઠ કેન્સરની હોય તો પણ તમને ગર્ભ રહી શકે છે. મુશ્કેલી એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન આનો ટ્રેક રાખવો મુશ્કેલ બની શકે છે. પરંતુ આજે વિજ્ઞાાને કરેલી પ્રગતિને કારણે ગભરાવાની જરૂર નથી. ડૉક્ટરની સલાહ લઇ ઉપચાર કરાવો.
મને હમણા જ ખબર પડી છે કે મને ડાયાબિટિસ છે. મારે એ જાણવું છે કે આ કારણે મારી સેક્સ લાઇફ પર કોઇ અસર પડી શકે છે?
એક ભાઇ (જુનાગઢ)
* કેટલીક શારીરિક તકલીફો અને રોગની સેક્સ લાઇફ પર અસર પડી શકે છે. ડાયાબિટિસ પણ આમાનો એક છે. પુરુષોને આ કારણે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે ઇરેક્શન નહીં થવાની સમસ્યા થઇ શકે છે. તેમજ સ્ત્રીઓની યોનિમાં શુષ્કતા કે સમાગમ દરમિયાન દુ:ખાવાની ફરિયાદ થઇ શકે છે. પરંતુ આ માત્ર કોમ્પ્લિકેશન હોઇ શકે છે. કોઇ નિશ્ચિત લક્ષણ નથી. તમને લાંબા સમયથી ડાયાબિટિસ હોય અને તમે તેની સારવાર તેમજ પરેજીમાં બેદરકાર રહ્યા હો તો આ કોમ્પ્લિકેશન તમને પણ થઇ શકે છે. પરંતુ સારવાર અને પરેજી ચાલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઈફ ભોગવી શકો છો.
મારા લગ્ન થયે છ મહિના થયા છે. મારા પતિ ઓરલ સેક્સનો આગ્રહ રાખે છે. પરંતુ મને તેમની આ માગણી અજીબ લાગે છે. તો મારે શું કરવું?
એક યુવતી (વડોદરા)
* સેક્સ દરમિયાન આ ક્રિયા સામાન્ય છે. પરંતુ આમા પતિ-પત્ની બંને સહજતા અનુભવે અને એનો આનંદ માણે એ જરૂરી છે. આ અસામાન્ય કે હાનિકારક નથી. પરંતુ આમા બંનેની લાગણીઓનો ખ્યાલ રાખવો જોઇએ.
- નયના