અણદેખ્યો પ્યાર
પ્યાર લાગણીનું અદ્રશ્ય રૂપ
પ્યાર પ્રીયને હોય છે
હવા જેમ અદ્રશ્ય પ્યાર તારો
છતાં મુજ હૃદયે વર્તાય છે પ્યાર
બાગમાં પ્રવેશુ તે પહેલાં
પુષ્પ બની પમરાય છે પ્યાર
સાગર કિનારે સુણું કાન દઈને
વિયોગ ત્યાં વર્તાય છે તારો
શિશુના કોમળ ચહેરે વર્તાય છે
પ્યાર તારો
તરૂની ઘેઘૂર ઘટામાં દેખાય છે
પ્યાર તારો
ચાર દિવસની જિંદગી માગે છે
પ્યાર તારો
શિદ કસર કરે છે પ્યારની વહેંચણીમાં
પ્યારને પ્રણય પંથે પલટાવવા
સંગીન બને છે પ્યાર તારો
સી. જી. રાણા (ગોધરા)
ક્ષણભરનું ઝાકળ
આ સૌંદર્ય મઢ્યું પ્રભાત
રેલાયો સોનેરી તડકો
વહેલા પહોર
ઝર્યા જે ઝાકળો
પર્ણો પરથી ઝાકળ
ક્ષણભરમાં
સરી પડતા જોયા
ખીલતા પુષ્પોની સૌરભ
પ્રસરી આ હવા
થયું શ્વાસોમાં ભરી લઉં
ત્યાં વહી ગઈ ક્ષણભરમાં
મસ્ત-મજાની આનંદની ક્ષણો
હજુ હમણાં જ હાથમાં આવી
પળભરમાં સરકી ગઈ આ ક્ષણો
હતું આ ક્ષણોમાં
ભરપુર જીવન
પણ પળભરમાં નામ
મળી ગયું મરણનું
અંતે હાથમાં ક્યાં કંઈ આવ્યું છે?
એટલે કદાચ અપાઈ ઉપમા
જીવનને ક્ષણભરના ઝાકળની
પરેશ અંતાણી (રાજકોટ)
- ફળીયું
વાત વહેવાર ને વર્તારા
બધું ફળીમાં મળે
પ્રસંગો સઘળા ને જીવન
આખું ફળીમાં મળે..
બાળપણનો કલરવ ને
જુવાનીની મસ્તી
બાપુજીનો ખોંખારો
હજુય ફળીમાં મળે..
ઢોલ-શરણાઈને સંગે
નવવધૂ નું આગમન
સોનેરી શમણાંનો
શણગાર ફળીમાં મળે..
બા કહેતી હવે વસ્તાર
મોટો બીજું મકાન બનાવો
ને પછી દિવાલ પણ
વચ્ચોવચ્ચ ફળીમાં મળે..
વાર તહેવાર ને રીતરીવાજે
સહુ ભેગા મળે
ભલે ઘર નાનું પણ મન
મોટા ફળીમાં મળે..
દાદા હતા, બોખલું હસતા
શું થયું ખબર નહિ
ને પછી સવારે રડતું
આખું ગામ ફળીમાં મળે..
હું છું ? નથી? કે શું છું? નો
ભેદ ક્યાં કળાય છે
પણ ડેલી એ સાદ દેજો
હોંકારો મારો ફળીમાં મળે...
પ્રકાશ બી દવે (જૂનાગઢ)

- રાધાની વ્યથા
રાધા એ નેણ જરી ઊંચા કર્યા
ને નયનોમાં દેખાયો શ્યામ
રાધાએ નેણ જરી મીંચ્યા ને
પાંપણોમાં પુરાઈ ગયો શ્યામ
રાધાની વેદના મોરલો શું સમજે?
એ તો બસ શ્યામને શિરે શોભે
ગોકુળમાં હરેકને કાન્હાથી સંબંધ
રાધાને તો બસ શ્યામ જ પસંદ
રાધા જો કરે કાન્હાની રાવ
તો શ્યામ આભમાં ઉછાળે નાવ
રાધાની ઉદાસી દેખાય આભમાં
પ્રિતમ કરે લટકા આકાશમાં
સહેજ વાગે વાંસળી ને દોડે રાધા
સમજી રાધા,
વાંસળી બોલી રાધા રાધા
કાન્હાની વેણું ને રાધાનું સ્મિત
ગોકુળની ગલીઓ ગુંજે ગોપી ગીત
રાધાની વેદના કાનો શું સમજે
તો યે રાધાને બીજું કોણ સમજે?
ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'
ડર લગતા હૈ
ના કરો બાત ખુશીકી
બાત સે ડર લગતા હૈ
ગમઝદા હું ખૂશ ખયાલાત સે
ડર લગતા હૈ
ઇત્ના રોયા હું ગમે યાર
જરા સા હંસકર
મૂસ્કુરાતે હુએ હર
લમ્હાત સે ડર લગતા હૈ
હુઝુમો એશો તરબમે
જિંદગાની ગુજરી
અબ અકેલા હું મુઝે
બહુતાત સે ડર લગતા હૈ
રંગીનીયા પ્યાર કી
હરએક ભૂલા બૈઠા હું
અબ તો રંગીન ઇશારાત
સે ડર લગતા હૈ
રાગની બન કે જો ધડકન
મે સમા બેઠે થે
સાંસ લેતા હું તો વો
નગ્માત સે ડર લગતા હૈ
આગ તનમન મે લગાતી હૈ
બૂંદે સાવન કી
યાદ કરતા હુ તો વો બરસાત
સે ડર લગતા હૈ
ગમગલે 'અંજન' જબ સે
લગા કર રખ્ખા
અબના કોઈ ભી ખતરાત સે
ડર લગતા હૈ
અબ્દુલ ગફુર 'અંજાન' (પંચમહાલ)
ઇજ્જતની કબર
પ્રેમભંગ થતો હશે? પ્રેમ તો અમર છે
જે પ્રયત્ન જીતે એ
ભરોસાની અસર છે
પ્રેમપંથે વેળા કવેળા
વળાંકો તો આવશે જ
આ વંટોળને વળાવવાની 'મૌન' ડર છે
મનલાલચી રુપ હરણીની
અંગભંગીમાંનું ક્ષણભંગુર કાયામાં
સ્વાર્થોદય હર પ્રહર છે
આસ્થાની પૂજામાં અદેખા આશાનો ધ્યેય
પ્રેમ વિભાજનમાં વિશ્વાસનું
સ્થાન નશ્વર છે
શૂરનું માન કૈ મયખાનાના
સૂરાથી વેગળું
ટુકાંપનાના કફન માટે
ઇજ્જતની કબર છે
ડાઘું બનતા શિખ
'મનુજ' તારાંયે ડાઘું થશે
મૌતનો મલાજો જાળવ
જેનો મારગ 'ઈશ્વર' છે
વિનોદચન્દ્ર બોરીચા (મુંબઈ)


