Get The App

સહિયર સમીક્ષા .

Updated: Jan 10th, 2022

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                    . 1 - image


- હું 37 વર્ષની પરિણીત મહિલા છું. મને બે સંતાન છે. મારા પતિની ઓફિસમાં એક યુવતી કામ કરે છે. મારા પતિના એની સાથે સંબંધ છે.  મેં મારા પતિને ઘણા સમજાવ્યા પરંતુ તેઓ આ સંબંધ તોડવા રાજી નથી.  

હું ૩૭ વર્ષની પરિણીત મહિલા છું. મને બે સંતાન છે. મારા પતિની ઓફિસમાં એક યુવતી કામ કરે છે. મારા પતિના એની સાથે સંબંધ છે. તે ગરીબ ઘરની હોવાથી મારા પતિ તેને આર્થિક સહાય પણ કરે છે. મેં મારા પતિને ઘણા સમજાવ્યા પરંતુ તેઓ આ સંબંધ તોડવા રાજી નથી. મારે શું કરવું એ મને સમજાતું નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

એક બહેન  (ગુજરાત)

સાથે કામ કરતી બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ બંધાય એ વાત હવે આપણા સમાજમાં સામાન્ય બની ગઈ છે. તમારા પતિને સમજાવવાના તમારા બધા જ પ્રયત્નો નિષ્ફળ થયા છે. શું તમે એ યુવતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે? ન કર્યો હોય તો તેને સમજાવો કે એક પરિણીત અને બે સંતાનોના પિતા સાથે સંબંધ બાંધી તે તેનું ભવિષ્ય જોખમમાં મૂકી રહી છે. આ સંબંધનું પરિણામ સારું આવશે નહીં. કોઇનું ઘર ભાંગવાથી તેને કોઇ લાભ થવાનો નથી. આમ છતાં એ યુવતી માને નહીં તો પરિવારના કોઇ વડીલને તમારા પતિને સમજાવવાની જવાબદારી સોંપો. 

મારા લગ્ન થયે એક વર્ષ થયંુ છે. પરંતુ ૧૫ વર્ષની હતી ત્યારથી જ મારા સ્તનોનો વિકાસ ઘણો થયો છે. મારા સ્તનો મોટા અને ઢીલા છે. હું ખટાશ વધુ ખાતી હતી. મારું શરીર પણ જાડું હતું. પરંતુ હવે મારું શરીર ઉતર્યું હોવા છતાં સ્તનોમાં કોઇ ફરક પડયો નથી. આ કારણે મારા પતિ મારા પર શંકા કરે છે અને મારી મજાક પણ ઉડાવે છે. સ્તનો નાના થાય એવી કોઇ દવા છે? હું બ્રા પણ પહેરી શકું તેમ નથી. અને પહેરતી પણ નથી. ડૉક્ટર પાસે પણ જઈ શકું તેમ નથી. પ્રથમ પૂર્તિમાં જ જવાબ આપશો. આ પછી મારો પતિ મને એવી જગ્યાએ લઇ જવાનો છે જ્યાં તમારી પૂર્તિ મારા હાથમાં આવે તેમ નથી. આ ઉપરાંત મારા પતિને તરત જ વીર્ય સ્ખલન થઈ જાય છે.

એક યુવતી (મુંબઈ)

તમારું શરીર જાડું હતું અને એકાએક ઉતરી ગયું હોવાથી સ્તનો લબડી ગયા હોવાનો આભાસ થતો હશે. આ ઉપરાંત તમે બ્રા પણ પહેરતા નથી. એની અસર પણ થઇ શકે છે. બ્રા કેમ પહેરતા નથી? બજારમાંથી યોગ્ય સાઇઝની બ્રા લઇ પહેરવાની શરૂઆત કરો. સ્તનો વધારવા કે ઘટાડવા માટે આવતી વિજ્ઞાાપનો પર ધ્યાન આપો નહીં. આવી લોભામણી જાહેરખબરોથી ફાયદો માત્ર એ દવા બનાવનારી કંપનીને જ થાય છે. વાપરનારાઓને નહીં એ વાત સમજી લેજો. સ્તન ઘટાડવાનો એક માત્ર ઉપાય કોસ્મેટિક સર્જરીનો છે જેની સલાહ હું આપતી નથી.  વ્યાયમથી થોડો ઘણો ફાયદો થાય છે. પરંતુ તે કોઇ નિષ્ણાતની સલાહથી જ કરવા જોઈએ. તમારા પતિની સમજાવો કે આ પાછળ બીજી સાથે અફેર હોવાનું કારણ નથી. ઘણા કુદરતી અને હાર્મોન્સને લગતા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. તમારી ઇચ્છા મુજબ તરત જ જવાબ આપવાનું શક્ય નથી. આશા છે કે તમે કોઇ પાસેથી આની માહિતી મેળવી આ વાચી લેશો. બીજું તમારા પતિને શીધ્ર પતનની બીમારીની વાત છે તો આ પાછળ માનસિક અને શારીરિક કારણો ભાગ ભજવે છે. ડૉક્ટરની સલાહ લઈ યોગ્ય ઉપચાર કરવાથી આ સમસ્યા દૂર થઈ જશે. 

હું ઘણી પાતળી છું અને તરત જ થાકી જાઉં છું. ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે. લગ્નના એક-બે વર્ષ પછી હું સંતાનને જન્મ આપું એવી મારા સાસરિયાઓની ઇચ્છા છે. શું અતિશય ક્રુશ કાયા હોવાને કારણે મને કોઇ સમસ્યા થશે ખરી?

એક યુવતી (સુરત)

સૌ પ્રથમ તો તમારે તમારી તબીબી તપાસ કરાવી તમને થાક કેમ લાગે છે એનું કારણ જાણી તેની સારવાર કરાવવાની જરૂર છે. આ ઉપરાંત તમારે પૌષ્ટિક આહાર લેવાની પણ જરૂર છે. કોઇ ડાયેટિશિયનની સલાહ લઈ વજન વધે એવો આહાર લો. 

તમારે રોજ બે કપ દૂધ, પાંદડાયુક્ત શાકભાજી, ફળો, કઠોળ તેમ જ ચરબીજન્ય પદાર્થો આહારમાં સામેલ કરવાની જરૂર છે. જેની યાદી તમને ડાયેટિશિયન આપશે. સંતાનને જન્મ આપતા પૂર્વે તમારે તમારું સ્વાસ્થ્ય સુધારવાની જરૂર છે. કુપોષણને કારણે ગર્ભાધાનની તેમ જ ગર્ભાધાન પછી ગર્ભના સ્વાસ્થ્ય પર અસર પડવાની શક્યતા છે. જન્મનાર શિશુનું વજન પણ ઓછું હોઈ શકે છે.

- નયના

Tags :