Get The App

વાચકની કલમ .

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                      . 1 - image

શમણું

શમી સાંજે એક શમણું

આવ્યું કે તમે મારા ઘરે

ચાંદ રાતે એક શમણું

આવ્યું કે તમે મારા ઘરે

એકાંતમાં જુની વાતો

વાગોળતાં હતાં ત્યારે

યાદ સાથે એક શમણું

આવ્યું કે તમે મારા ઘરે

બપોરે જમ્યા પછી એક

ઝોકું આવ્યું ને ત્યાં તો

દિવસ માથે એક શમણું

આવ્યું કે તમે મારા ઘરે

મૌનની ચાદર ઓઢીને

જરા વાર બેઠાં હતાં ને

જાતે જાતે એક શમણું

આવ્યું કે તમે મારા ઘરે

શિયાળામાં કોમળ તડકાથી

શરીર શેકતા ત્યાં

હવા હારે એક શમણું

આવ્યું કે તમે મારા ઘરે

દર્શિતા બાબુભાઈ શાહ (અમદાવાદ)

પોકળ નીકળ્યું

સંબંધોના નામે બધુંય

પોકળ નીકળ્યું

સોનુ સમજીને સાચવ્યું

ને પિત્તળ નીકળ્યું

દૂરથી નીરખ્યું તો

નિર્મળ નીર ભાસ્યું

આખરે તો એ ઝાંઝવાંનું

જળ નીકળ્યું

પ્રેમ સમજીને જિંદગાની

કરી બરબાદ

આખરે તો 

એ બેવફાઈનું

છળ નીકળ્યું

શરાબ સમજીને પીધા

કર્યો જિંદગીભર

આખરે તો એ ઝેર

હળાહળ નીકળ્યું

મોતી સમજીને સ્પર્શ

કરવા ગયો હતો

અડક્યો તો એ પરોઢનું

ઝાકળ નીકળ્યું

તૂટેલું હતું 'અજનબી'ના

ઘરનું છાપરું

ને લ્યો ઉપરથી વરસતું

વાદળ નીકળ્યું

પ્રવિણકુમાર લવજીભાઈ પારઘી

'અજનબી' (વિરમગામ)

  ક્યાં સુધી?

તારું ને મારું - મારુંને ત્યાં ક્યાં સુધી

માનવી માનવીમાં આ

જુદાપણું જ્યાં સુધી? કૃશ બદન થોથરાતી

જીભ લાકડીનો ટેકો

આ દશામાં મોતને પડકાર ક્યાં સુધી?

રેતીની ઇમારત જેવું

જીવનનું અસ્તિત્વ 

એને સમારું ક્યાં સુધી

સંઘારુ ક્યાં સુધી?

વિચારો પર વિચારો

મોજાની જેમ અથડાઈ

મનને કિનારે બધાને ધારું ક્યાં સુધી?

ચિત્કાર તોય સાંભળે

નહીં સ્મશાને આવનારા

જલુ છું જલુ છે એમ હવે પોકારું ક્યાં સુધી?

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

સંગ તેવો રંગ

પમાય જેવો સંગ

એવો લાગી જાય રંગ

સંતોની સોબત થાવે

આતમ ઉન્નતિ પાવે

દુર્જનનો મળે સાથ

ગણાય દુઃખનો એ પાથ

છાશની ટીપુ પમાય

દૂધ ત્યારે બડી જાય

'લઘુગોવિંદ' વિચારો

જાગૃતિ રાહે સંચારો

ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)

   

વાચકની કલમ                                      . 2 - image

મારી એકલતા

ટોળામાં,

વધુ ને વધુ એકલી થતી

મારી એકલતા,

અકળાય છે,

મુંજાય છે,

ટોળાં વચ્ચે ભીંસાય છે,

આમથી તેમ અથડાય છે.

બેબાકળી બનીને જોવે છે,

દરેક ચહેરો મારું

પ્રતિબિંબ શોધતી

સૂચિતા કપૂર (ભાવનગર)


અમારા દર્દ ખુશખુશાલ છે

ખુદને વિખેરીને બેઠો છું

સમેટવાનું બાકી છે

ખંજર ખુલ્લી છે અને

ભેટવાનું બાકી છે

દિલ પર તો મરહમ

લગાવી દીધો એમણે

પણ જખ્મ આપવાનું

બાકી છે

લાગે છે અમારું દર્દ,

સુંકુન બનીને માનશે

એણે હવે દર્દની હદ

વટાવવાનું બાકી છે

અમારા ખ્વાબ હજુ

સફરમાં છે

હકીકતમાં એને દર,દર

ભટકવાનું બાકી છે

ખરેખર તો અમારા ખ્વાબને

ગુજરી ગયે વર્ષો વીતી ગયા

હકીકત એ છે કે એ 

હકીકતને સ્વીકારવાનું બાકી છે

અમારાથી તો અમારા દર્દ

પણ ખુશખુશાલ છે

રહી વાત સુકૂનની તો

એને પૂંછવાનું બાકી છે

અમારા આંશુ એ અમારી

હમદર્દી પણ ગુમાવી દીધી

દર્દની વાત એ છે કે આ

વાત પર ફક્ત 

હસવાનું બાકી છે

જિંદગી માત્ર સૂન્યના

સરવાળા કરતી રહી

આમાં વધ્યું એજ જે

મેળવવાનું બાકી છે

સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ'

 (નવા વાડજ)

વાચકની કલમ                                      . 3 - image   

મને ગમે

બારીના પડદા પાછળ

રમતાં સૂર્યના કિરણો

સ્તન પર ફરતી નવજાત

શિશુની નાજૂક આંગળીઓ

ઘુવડના અવાજ જેવી

પુરમ શાંતિ

ભૂરા ઘાસમાં ભડકે

બળતો તડકો

કોઈ ભર ઊંઘમાં ધીરે

ધીરે જગાડે એ પ્યાર

એર હોસ્ટેસનું

નોકરીયાત સ્મિત

હાઈવે પર દોડતી

ગાડીઓનો શ્વાસ અવાજ

ટપાલીની સાઇકલની ઘંટડીનો ટ્રીન ટ્રીન

પ્રાયમસ સળગાવતા

પ્રથમ ભક ભક ટયુન

બાથરૂમમાં લૂંગડા ધોતા

ધોકાનો ધબ ધબ અવાજ

વરાળ ઇન્જિનનો ભકછૂ ભકછૂ અવાજ

દોહાતી ગાયની બોગણોમાં

પડતી દૂધની શેરનો અવાજ

સળગતી સગડીમાંના

કોલસાનો તેડતડીયો અવાજ

સળગતી સગડીમાંના

કોલસાનો તડતડીયો અવાજ

તાવડામાં પડેલું વડુ પડે

ત્યારે થતો છમ છમ અવાજ

ગુલાબી શિયાળાની

એ પાગલ ઋતુની હૂંફ

સાગરના મોઢામાં

ઉછળતી ફિણમાં નહાવું

સમયનાં ચેકમાં આળસની

રકમ ભરવાનું

આંખની આંજેલી ઝાકળે

ઊંઘને બોલાવવાનું

તપેલીમાંથી ગરમ ઊભરાતી ફીણ

વહેલી સવારે ડેલામાંથી

જંઘરની ગરગરાટી

અટૂલો સૂનકાર શેરીમાં

સમાધી લગાવી બેઠેલો ઓટલો

છાસનું વલોણું-ગોવાડીયાનો

ડચકારો, મેલની સીટી

જમવા માટે સાદ પાડતી મા'ની બૂમ

ખીચડી, કઢી, છાશના સબડકા

પહેલા જ વરસાદે નેવેથી

ટપકતા પાણીનું સંગીત

અંધજનોના ટેરવે બ્રેઈલ

લીપીની ફૂટતી આંખો

દરીયા કાંઠે સફેદ રેતીનો સ્પર્શ

દોડતી બસમાંથી સરકતી

બિલ્ડિંગોની વણઝાર

નાનપણમાં રમાતી વિવિધ રમતો

દિનકર ખીમજી ગડા (મુલુંડ)