Get The App

સહિયર સમીક્ષા .

Updated: May 9th, 2022

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                              . 1 - image


-  અમારાં લગ્નને બે વર્ષ પસાર થઈ ગયાં છતાં પણ જ્યારે અમને બાળક ન થયું તો અમે બંનેએ અમારી શારીરિક તપાસ કરાવી ત્યારે ખબર પડી કે મારી બંને અંડગ્રંથિઓ વૃષણમાં નથી, પરંતુ પેટમાં છે.

* હું ૨૭ વર્ષનો પુરુષ છું. અમારાં લગ્નને બે વર્ષ પસાર થઈ ગયાં છતાં પણ જ્યારે અમને બાળક ન થયું તો અમે બંનેએ અમારી શારીરિક તપાસ કરાવી ત્યારે ખબર પડી કે મારી બંને અંડગ્રંથિઓ વૃષણમાં નથી, પરંતુ પેટમાં છે. ડૉક્ટરે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. ઓપરેશન વખતે જ્યારે તેમણે જોયું કે ૧ અંડગ્રંથિ યોગ્ય નથી કે જેને નીચે લાવી શકાય તો તેમણે તેને કાઢી નાખી અને એક જ તરફની અંડગ્રંથિને નીચે ઉતારી. હવે તેમની સલાહથી હું દવા લઈ રહ્યો છું કે જેથી આ અંડગ્રંથિમાં શુક્રાણુ બનવા લાગે, પરંતુ હજુ સુધી તે દિશામાં કોઈ સફળતા નથી મળી. અંડગ્રંથિની બાયોપ્સી કરાવવાથી એ ખબર પડી કે શુક્રાણુ નથી બનતાં. મહેરબાની કરીને કોઈ એવી દવા બતાવો, જેથી હું પિતા બની શકું.

એક પુરુષ (ઉધના)

* તમારું આ ઓપરેશન બાળપણમાં જ થવું જોઈતું હતું. યોગ્ય એ થાય કે જો કોઈ બાળકનાં અંડકોશ વૃષણ કોથળીમાં ના હોઈને પેટમાં હોય તો ૬ વર્ષની ઉંમર સુધી તેનું ઓપરેશન થઈ જવું જોઈએ તે એટલે જરૂરી છે જેમકે પેટનું ઉષ્ણતામાન વૃષણના ઉષ્ણતામાનની સરખામણીએ વધારે હોય છે અને જો યોગ્ય સમયે ઓપરેશન ન થાય તો અંડકોશના શુક્રાણુની ઉત્પાદનક્ષમતા ઉંમરની સાથે ઓછી થતી જાય છે. ૧૬ વર્ષની ઉંમર સુધી અંડકોશમાં કાયમી ખામી ઊભી થઈ જાય છે, જેનું સમાધાન પછી મુશ્કેલ જ હોય છે.

યોગ્ય એ થાય કે તમે તમારા ડૉક્ટર સાથે બીજા ઉપાયની બાબતમાં વિસ્તારથી ચર્ચા કરી સમજીવિચારીને કોઈ યોગ્ય નિર્ણય લો.

* મારી પાંચ વર્ષની દીકરી મુસાફરી દરમિયાન બહુ પરેશાન કરે છે. થોડા અંતરે જવાનું હોય તો તેને ઊલટી જેવું લાગે છે અને ઊલટી થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે શું તેને અમે કોઈ દવા આપી શકીએ?

એક માતા (રાજકોટ)

* બાળકોમાં ટ્રાવેલ સિકનેસની સમસ્યા સામાન્ય રીતે જોવામાં આવે છે. આ સમસ્યા કાનના અંદરના ભાગમાં આવેલી સેમી સર્ક્યુલર કેનાલમાં થયેલી હલનચલનથી જાગૃત થાય છે. બાળકને તે તકલીફથી બચાવવા માટે પ્રોમેથાજિન દવા સૌથી શ્રેષ્ઠ છે. તે દવા બજારમાં એવોમિન નામથી મળે છે.

તેને મુસાફરી શરૂ કરવાની ઓછામાં ઓછા ૪૦ મિનિટ પહેલાં આપો. દવાની અસર ૪-૬ કલાક સુધી રહે છે. મુસાફરી લાંબી હોય તો ૪-૫ કલાક પછી દવાનો ડોઝ બીજીવાર આપો. એ સમજી લો કે દવા લેવાથી બાળક ઢીલું લાગશે, પરંતુ તેનાથી બિલકુલ પરેશાન ન થાઓ. માત્ર તેનું ધ્યાન રાખો કે તે ક્યાંક પડે નહીં અને વાગી ન જાય.

* હું ૬૨ વર્ષનો સેવા નિવૃત્ત અધ્યાપક છું. વર્ષ ૨૦૦૪માં અમદાવાદમાં એક મોટા દવાખાનામાં મારા હૃદયની બાયપાસ સર્જરી કરાવી હતી. બધું બરાબર હતું, પરંતુ છેલ્લા થોડા મહિનાથી શ્વાસ લેતાં હાંફવા લાગું છું. તપાસ કરાવતા ડૉક્ટરોએ ગ્રાફ્ટ કરેલ નાડીમાં ફરીથી અવરોધની શક્યતા બતાવી છે. સાથે જ બીજીવાર એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપી છે, પરંતુ માનસિક રીતે એટલી હિંમત નથી રહી કે ફરી ઓપરેશન કરાવવાના ચક્કરમાં પડું. મહેરબાની કરી સલાહ આપો.

એક સદગૃહસ્થ (અમદાવાદ)

* તમારી ઉંમર હજુ વધારે નથી. જો રોગના કારણે કોરોનરી ધમનીઓ અથવા ગ્રાફ કરેલી નાડીઓમાં ફરીથી સંકોચન આવી ગયું છે તો તે સારી રીતે તપાસ કરાવી લેવી સારું થાય. તે પછી તમે સમજીવિચારીને તેનો નિર્ણય લઈ શકો છો કે ઓપરેશન કરાવવું જોઈએ કે નહીં.

હિંમત હારવાથી અને મનથી દુ:ખી થવાથી વાત ન  બને. તમે તો અધ્યાપક હતા એટલે કેટલાંય બાળકો અને યુવાનોને તમે પ્રેરણા આપી હશે. જો એન્જિયોપ્લાસ્ટ અથવા બીજીવાર બાયપાસ કરાવવાની જરૂર પડે તો તેને કરાવવામાં કોઈ ચિંતા નથી.

સારું એ છે કે તમે કોઈ યોગ્ય કાર્ડિયોલોજિસ્ટની સંભાળથી તમારી સારવાર કરાવો.

જીવનને આનંદના રૂપમાં જીવવામાં જ સાચું સુખ છે.

- નયના

Tags :