સહિયર સમીક્ષા .
- મારો બોયફ્રેન્ડ મારા પર બરાબર ધ્યાન આપતો નથી. મારું માનવું છે કે બંને વચ્ચે સંપર્ક જળવાઈ રહેવો જરૂરી છે. તેના વિના હું મારું જીવન કલ્પી શકતી નથી.
હું ૧૬ વરસની છું. અમે એક રૂમ અને રસોડાના ફ્લેટમાં રહેતા હોવાથી મને વાંચવા માટે સ્થાન મળતું નથી. મારે બે નાના ભાઈ અને એક બહેન છે. આથી ઘરના અવાજને કારણે અભ્યાસમાં ખલેલ પડે છે. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
- એક યુવતી (પાલડી)
* તમે નસીબદાર છો કે તમને અભ્યાસ કરવા માટે ચાર દીવાલ તો મળી છે. રસ્તાની લાઈટ પર વાંચીને આગળ વધ્યા હોવાના ઘણા કિસ્સા મળી આવશે. પ્રતિકૂળ પરિસ્થિતિ અને સમસ્યાઓનો સામનો કરીને સફળતા મેળવી ઉચ્ચ પદે પહોંચેલા લોકોના અનુભવ વાંચી પ્રેરણા લો. તમે રાત્રે રસોડામાં વાંચી શકો છો. ઘરના બધા સૂઈ જાય ત્યારે અભ્યાસ કરો. અભ્યાસ માટેનો સાનુકૂળ સમય તમારે ઘરમાં શાંતિ ક્યારે રહે છે એ જોઈ નક્કી કરવાનો છે. તમારા ઘર નજીક કોઈ લાઈબ્રેરી હોય તો ત્યાં પણ તમે ભણી શકો છો. સ્કૂલની લાઈબ્રેરીનો લાભ લેવામાં વાંધો નથી. તમારી આસપાસમાં કોઈ એકલી મહિલા રહેતી હોય તો તેને વિનંતી કરીને તમે ત્યાં ભણી શકો છો. વિકલ્પો પર નજર ફેરવી એક વિકલ્પ પસંદ કરો.
હું ૧૪ વરસની છું. મારામાં રક્તની ઉણપ છે. જેને કારણે ચહેરો ફિક્કો પડી ગયો છે. આર્થિક પરિસ્થિતિને કારણે દવાઓ પર વધુ ખર્ચ થઈ શકે તેમ નથી. કોઈ ઘરેલું ઉપાય દેખાડો.
- એક યુવતી (મુંબઈ)
* શરીરમાં રક્તની ઉણપ દૂર કરવા માટે આહાર પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. ડાર્ક લીલા રંગની ભાજીઓ જેવી કે પાલક, સરસો, ગુવારસીંગ, વટાણા, બાજરો, રાગી તેમ જ ગોળ જેવા પદાર્થો લોહી બનાવવામાં મદદરૂપ થાય છે. એને મોસમ પ્રમાણે લેવાનું રાખો. દવાનો પ્રશ્ન છે તો તમારા ડોક્ટરની સલાહ લઈ એ દવાઓ શરૂ કરો.
મારો બોયફ્રેન્ડ મારા પર બરાબર ધ્યાન આપતો નથી. પરંતુ હું આની ફરિયાદ કરું તો તે તે બધુ ઠીક છે અને આ મારો ભ્રમ છે એમ કહી વાત ઉડાડી દે છે. તેને હું ગમું છું ેની મને ખાતરી છે પરંતુ આ સંબંધ આગળ વધે એવી મારી ઈચ્છા છે. મારું માનવું છે કે બંને વચ્ચે સંપર્ક જળવાઈ રહેવો જરૂરી છે. તેના વિના હું મારું જીવન કલ્પી શકતી નથી. પરંતુ તે તેની લાગણીનું વધુ પ્રદર્શન કરે એવી મારી ઈચ્છા છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવતી (અમદાવાદ)
* અસુરક્ષાની ભાવનાને કારણે તમારા મગજમાં એક પ્રકારનો ડર ભરાઈ ગયો છે તમારે આ ડર દૂર કરી નચિંત થવાની જરૂર છે. તમારા બોય ફ્રેન્ડમાં વિશ્વાસ રાખો. તે તમને બધુ ઠીક છે. એમ કહે છે પછી તમે શા માટે ડરો છો. દરેક વ્યક્તિનો સ્વભાવ જુદો જુદો હોય છે. કોઈને લાગણીનું પ્રદર્શન કરવું ગમે છે તો કોઈને આમ ગમતું નથી. તેનો સ્વભાવ બદલવાની જીદ મૂકી દો અને તમારા તરફથી સંપર્ક જાળવવાનો પ્રયાસ કરો.
હું ૪૨ વર્ષનો છું. મને બે સંતાન છે. મારી સમસ્યા એ છે કે મને પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા થતી નથી. ઈચ્છા થાય તો તે પાંચ મિનિટ સુધી જ ટકે છે. આ પરિસ્થિતિ બે વર્ષથી છે. આ કારણે અમારું લગ્નજીવન મુશ્કેલીમાં આવી પડયું છે. યોેગ્ય સલાહ આપશો.
- એક ભાઈ (નડિયાદ)
* કેટલીક વાર એકરૂપતાને કારણે પણ આમ થાય છે. આથી તમારે એકબીજા સાથેના વર્તનમાં બદલાવ લાવવાની જરૂર છે. સાથે સમય પસાર કરો ફરવા જાવ. શક્ય હોય તો કોઈ હિલસ્ટેશન પર ફરવા જાવ. લગ્નની શરૂઆતના દિવસો યાદ કરો. તેમ જ તમારી જાતને આકર્ષક રાખવાનો પ્રયાસ કરો. આવો તબક્કો ઘણાના જીવનમાં આવે છે. લગ્નની શરૂઆતના દિવસોમાં જે રીતે વર્તતા હતા એ રીતે વર્તો. એકરૂપતા દૂર થતાં જ તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.
હું ૧૮ વરસનો છું. મારે આઠ-નવ છોકરીઓ સાથે શારીરિક સંબંધ છે. મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ માણતી વખતે મારી કોન્ડોમ ફાટી ગઈ હતી. આ પછી મારા લિંગના ઉપરના હિસ્સામાં ખંજવાળ અને બળતરા થાય છે. યોગ્ય સલાહ આપશો.
- એક યુવક (મુંબઈ)
* એકથી વધારે યુવતી સાથે સેક્સ માણવાથી થતા ગંભીર પરિણામો પર એક નજર ફેરવી લેશો. આ સમસ્યા રબરની એલર્જી કે યોનિના ઈન્ફેક્શનની કારણે હોઈ શકે છે. ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફેમિલી ડોક્ટરને દેખાડી ઉપચાર કરવાથી ઠીક થઈ જશે.
- નયના