Get The App

સહિયર સમીક્ષા .

Updated: Oct 31st, 2022

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                            . 1 - image


- મારા લગ્નને 15 વરસ થયા છે. મને બે સંતાન છે. મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે. મારા સંતાનો પણ ડાહ્યા અને પ્રેમાળ છે. કેટલાક દિવસો પૂર્વે હું તેમનું ખાનું સાફ કરતી હતી ત્યારે મને એક સ્ત્રી સાથેના તેમના બિભત્સ ફોટા જોવા મળ્યા.

હું ૨૭ વર્ષની બે પુત્રીની માતા છું. મારી નાની પુત્રી બે વર્ષની છે. અમને બે-ત્રણ વર્ષ સુધી બીજા સંતાનની ઇચ્છા નથી. મારા પતિ કોન્ડોમ વાપરવા તૈયાર નથી. શું માસિક પછીના સુરક્ષિત દિવસો દરમિયાન કોન્ડોમ વિના સમાગમ કરવાને કારણે ગર્ભ રહેવાની શક્યતા છે? કોપર-ટી સલામત સાધન ન હોવાનું મેં સાંભળ્યું છે. આ ઉપરાંત આ કારણે કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોવાનું મેં સાંભળ્યું છે. આથી અન્ય કોઇ ગર્ભનિરોધક સૂચવવા વિનંતી.

એક મહિલા (રાજકોટ)

મહિનાના સુરક્ષિત દિવસો દરમિયાન પણ કોન્ડોમ વિના સમાગમ કરવાને કારણે ગર્ભ રહેવાની શક્યતા છે. આ પદ્ધતિ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. કોપર-ટી સુરક્ષિત છે. આથી મનનો ભ્રમ દુર કરી તમારા ડૉક્ટરની સલાહ લઇ યોગ્ય ગર્ભ નિરોધક પદ્ધતિ પસંદ કરો.

હું ૩૨ વર્ષની છું. હું ચાર મહિનાથી ગર્ભવતી છું. છેલ્લા એકાદ સપ્તાહથી મને પેટમાં દુ:ખાવો રહે છે અને પાણી પણ જાય છે. મને ઘણી ચિંતા થાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક મહિલા (સુરત)

ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં દુ:ખાવો થાય કે પાણી જાય એ સમસ્યા પર નજર અંદાજ કરવો યોગ્ય નથી. યોનિમાં ઇન્ફેક્શનને કારણે આમ થઇ શકે છે. આ કારણે સમય પૂર્વે દુ:ખાવો થવાથી પ્રી-મેચ્યોર પ્રસુતી થવાની શક્યતા છે. સમય ન ગુમાવતા તમારે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે.

હું ૨૦ વર્ષની છું. મારા સ્તન ઘણા નાના છે. આ કારણે મને ઘણી શરમ આવે છે. આ સમસ્યા દુર કરવા માટે કોઇ ઉપચાર દેખાડો. મારે સર્જિકલ કે હોર્મોન ટ્રીટમેન્ટ લેવી નથી. કોઇ હર્બલ દવા હોય તો તેનું નામ જણાવવા વિનંતી.

એક યુવતી (અમદાવાદ)

આવી કોઇ દવા બજારમાં ઉપલબ્ધ નથી. આવા દાવા કરતી દવાઓ વેચાય છે ખરી પરંતુ એનો ફાયદો આ દવા બનાવતી કંપનીને જ થાય છે. આ માટે કોસ્મેટિક સર્જરીનો જ વિકલ્પ છે. સિલિકોન ઇમ્પ્લાન્ટનો વિકલ્પ જરા મોંઘો છે. ડૉક્ટરનો સંપર્ક કર્યા સિવાય આ વિકલ્પ અજમાવવો નહીં. આમ પણ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાના સ્તનમાં ઉત્તેજના વધુ હોય છે. આથી શરમાવવાની જરૂર નથી. તમે વ્યાયામનો આધાર લઇ શકો છો તેમજ પેડેડ બ્રા પહેરી શકો છો.

સંભોગ પછી યોનિમાંથી વીર્ય બહાર આવી જાય છે. શું આ કારણે ગર્ભ રહેવામાં સમસ્યા થાય ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક મહિલા (મુંબઇ)

વીર્ય સ્ખલન થયા પછી યોનિમાંથી થોડું ઘણું વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. આમાં કોઇ ઇલાજની જરૂર નથી. ગર્ભ રહેવા માટે એક જ ટીપાની જરૂર છે. શુક્ર જંતુઓ સ્ત્રીબીજને મળવા ગર્ભાશયમાં જતા રહે છે. બહાર નીકળે છે એ તો માત્ર પાણી જ છે. આથી ગર્ભ રહેવામાં આ સમસ્યા આડે આવે તેમ નથી.

હું ૩૫ વર્ષની છું. મારા લગ્નને ૧૫ વરસ થયા છે. મને બે સંતાન છે. મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે. મારા સંતાનો પણ ડાહ્યા અને પ્રેમાળ છે. કેટલાક દિવસો પૂર્વે હું તેમનું ખાનું સાફ કરતી હતી ત્યારે મને એક સ્ત્રી સાથેના તેમના બિભત્સ ફોટા જોવા મળ્યા. મેં તેમની પાસે સ્પષ્ટતા માંગી ત્યારે તેમણે આ સ્ત્રી સાથેની અફેર હોવાનું કબૂલ્યું હતું, પરંતુ લાંબા સમયથી આ પ્રકરણ સમાપ્ત થઇ ગયું હોવાનો ખુલાસો કર્યો હતો. આ પછી તેઓ મને વધુ પ્રેમ કરવા માંડયા છે. પરંતુ હવે અમે શરીર સંબંધ બાંધીએ છીએ ત્યારે તે સ્ત્રીનું મોં મારી સામે આવી છે અને મારો રસ ઊડી જાય છે. મારે શું કરવું?

એક મહિલા (વડોદરા)

આ ફોટા જોયા પછી તમારો હાલ આવો થાય એ સામાન્ય છે. તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું. પરંતુ તમારા પતિએ તેમની ભૂલ સ્વીકારી લીધી છે અને હવે આ પ્રકરણ સમાપ્ત થઇ ગયું હોવાની ખાતરી પણ આપી છે. અને આમ પણ માણસ માત્ર ભૂલને પાત્ર છે. 

શક્ય છે એ સ્ત્રી આજે પરણી ગઇ હશે અને એના સંસારમાં વ્યસ્ત હશે. તમારા પતિ તમને વધુ પ્રેમ કરવા માંડયા હોવાનું તમે કબૂલ પણ કરો છો. આથી ભૂતકાળ ભૂલી સુખી જીવન માણો.

- નયના

Tags :