સહિયર સમીક્ષા .
- હું 25 વરસની પરિણીત મહિલા છું. મારી ઓફિસમાં કામ કરતા ૩૫ વરસના એક પુરુષ સાથે મારે મૈત્રી થઈ. અમારો સંબંધ શરીર સંબંધ સુધી પહોંચ્યો નથી.
હું ૨૫ વરસની પરિણીત મહિલા છું. લગ્નની શરૂઆતના દિવસોથી જ મારા પતિને સેક્સમાં રસ નથી. તેઓ પ્રેમાળ અને સમજુ છે. તેઓ બિઝનેસ ટૂર માટે લગભગ શહેરની બહાર જ હોય છે. ઘરે હોય તો પણ સેક્સમાં રસ લેતા નથી. આ દરમિયાન મારી ઓફિસમાં કામ કરતા ૩૫ વરસના એક પુરુષ સાથે મારે મૈત્રી થઈ. અમારો સંબંધ શરીર સંબંધ સુધી પહોંચ્યો નથી. મારા પતિ આ વાત જાણે છે તો પણ તેઓ કંઈ બોલતા નથી. તેઓ ઘરમાં હોય ત્યારે હું એ પુરુષ સાથે ફરવા જાઉં કે રાત્રે મોડી આવું તોે પણ તેઓ ફરિયાદ કરતા નથી. આ કારણે હું ઘણી મૂંઝાઉ છું. મારે શું કરવું તે સમજાતું નથી. મારા પતિ આમ કેમ કરતા હશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
- એક મહિલા (મુંબઈ)
* તમારા પતિના આવા વર્તન પાછળ ત્રણ કારણ હોઈ શકે છે. એક, તેમને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ હોય, બીજું, તેમને સજાતિય સંબંધમાં રસ હોય અથવા તો તેઓ નપુંસક હોેય. આથી તમારે તેમની સાથે મુક્ત મને ચર્ચા કરી યોગ્ય કારણ જાણવું જોેઈએ. તમે તેમની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરો નહીં ત્યાં સુધી આ શક્ય નથી. પહેલા બે કારણમાં તમે ખાસ કંઈ કરી શકો તેમ નથી. બીજી સ્ત્રી તેમના જીવનમાં હોય તો સમજાવીને આ સંબંધ તોડવાનું કહી શકો છો. તેઓ માને નહીં તો તમારા પરિવારના વડીલોની સલાહ લો. સજાતિય સંબંધ હોય તો આ બાબતે તમે અસહાય છો. તેમને સ્ત્રીઓમાં રસ જ ન હોય તો તમે તેમને સમજાવી શકો તેમ નથી. આ માટે પણ તમારે વડીલોની સલાહ લેવી પડશે. તેમને સેક્સ સંબંધની કોઈ પરેશાની હોય તો તમે કોઈ સેક્સોલોેજિસ્ટની સલાહ લઈ ઉપચાર કરવો. આમ સૌ પ્રથમ તમારે સમસ્યાના મૂળમાં પહોંચી તેનો ઉકેલ લાવવો પડશે.
મારે નવ મહિનાનો પુત્ર છે. સુવાવડ પછી મારું માસિક અનિયમિત થઈ ગયું છે. આ કારણે મને ઘણી ચિંતા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ પણ કરાવી જેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. થાઈરોઈડ પણ નોર્મલ છે. તોે મને શું તકલીફ હશે?
- એક મહિલા (નવસારી)
* સુવાવડ પછી અનિયમિત માસિક સામાન્ય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે માસિક નિયમિત થઈ જાય છે. આ પછી પણ માસિક નિયમિત થાય નહીં તોે કેટલીક તબીબી ટેસ્ટ કરાવવી જરૂર છે. આથી તમારે તમારી આ સમસ્યા દૂર કરવા માટે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો.
હું ૪૮ વરસની પરિણેતા છું. છેલ્લા કેટલાક સમયથી સહવાસ દરમિયાન મને ઘણી પીડા થાય છે. લુબ્રિકેશનનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થતો નથી. આથી હું સહવાસથી દૂર રહું છું. જેને કારણે મારા પતિ મારા પર ગુસ્સે થાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક મહિલા (સુરત)
* તમારા પત્ર પરથી લાગે છે કે તમે રજો નિવૃત્તિ (મેનોપોઝ) કાળમાં પ્રવેશ્યા છો. આ દરમિયાન શરીરમાં હોર્મોન્સની ઉણપ થાય છે જેને કારણે યોનિ:શુષ્ક થાય છે. આમ વોટર બેઝ્ડ જેલી ઉપયોગી સાબિત થઈ શકે છે. આના ઉપયોગથી રાહત મળે નહીં તો કોઈ ગાયનેકોલોજીસ્ટનીચ સલાહ લો. પેડૂના સંક્રમણને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. જરૂર પડે તો ડોક્ટર હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપીની સલાહ પણ આપે છે.
હું ૨૮ વરસનો છું. મને તમાકુ ખાવાની આદત છે. સહવાસ દરમિયાન હું જલદી થાકી જાઉં છું. શું આ પાછળ તમાકુનું સેવન જવાબદાર હશે? શું ભવિષ્યમાં પિતા બનવા માટે આ બાધારૂપ બની શકે છે? મારી પત્ની આ કારણે સતત ચિંતામાં રહે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
- એક ભાઈ (ભાવનગર)
* તમાકુનું સેવન એ સારી આદત નથી વધુ પ્રમાણમાં તમાકુનું સેવન કરવામાં આવે તો શુક્રાણુ પર તેની અસર પડી શકે છે. શુક્રાણુની એનેલિસિસ નોર્મલ છો તો પિતા બનવામાં મુશ્કેલી નડતી નથી. પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય માટે આ આદત પર લગામ તાણવી પડશે આરોગ્ય માટે તમાકુનું સેવન કેટલું હાનિકારક છે એ તમે સમજતા હશો આથી એ જણાવવાની જરૂર લાગતી નથી.
હું ૨૩ વર્ષનો છું. મને શીધ્રપતનની સમસ્યા છે. એલોપેથિક ઈલાજ કરાવ્યો પણ કોઈ ફાયદો થયો નથી. મને સ્વપ્નદોષની પણ તકલીફ છે. મહિનામાં દસ-બાર વાર થાય છે. કોઈ યુવતી વિશે વિચાર કરતા જ સ્ખલન થઈ જાય છે. યોગ્ય સલાહ આપશો.
- એક યુવક (વલસાડ)
* તમે જે લક્ષણો લખ્યા છે એ અસામાન્ય નથી. ૨૩ વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ એક્ટિવ હોવું એ સામાન્ય છે. આ વિકાસની એક નિશાની છે. સંભોગ કે હસ્તમૈથુનના અભાવે આ સમસ્યા ઉદ્ભવે છે. આમા ચિંતા કરવાની જરૂર નથી. તમારી કામેચ્છા તમે હસ્તમૈથુનથી સંતોષી શકો છો.
- નયના