FOLLOW US

બહું ગુણકારી છે લીલા સફરજન .

Updated: Sep 26th, 2022


સફરજનનું સેવન સ્વાસ્થ્યવર્ધક છે, તે સહું કોઇ જાણે છે. નિયમિત એક સફરજન ખાવાથી ડોકટરને દૂર રાખી શકાય છે તેવી કહેવત પણ છે. લાલ સફરજનની સાથેસાથે ગ્રીન એપલ પણ એટલા જ ગુણકારી છે. તેનામાં વિવિષ પોષક તત્વો સમાયેલા હોય છે. લીલા સફરજનનું સેવન કરવાથી આંખની રોશની વધારવાની સાથેસાથે હાડકાઓ મજબૂત કરે છે.

લીલા સફરજનમાં વિટામિન એ,વિટામિન કે, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, આર્યન અને ઝિંક જેવા તત્વો સમાયેલા હોય છે. જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સામાન્ય તકલીફોને દૂર કરવામાં સહાયક છે. 

આંખની રોશની વધારવામાં ફાયદામંદ

આંખની રોશની વધારવા માટે લીલા એપલનું સેવન લાભકારી માનવામાં આવે છે. આ સફરજનમાં વિટામિન એ ભરપુર માત્રામાં સમાયેલું હોય છે, જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે. તેમજ આંખની જોવાની ક્ષમતાને ઉત્તમ કરે છે. 

હાડકાને મજબૂત કરે છે

હાડકાને મજબૂત કરવા માટે લીલા સફરજનનું સેવન મદદરૂપ સાબિત થયું છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો સમાયેલા છે, જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. 

ટાઇપ ટુ ડાયાબિટીસમાં રાહત આપે છે

લીલા સફરજનમાં લાલ સફરજન કરતાં સાકરનું પ્રમાણ ઓછું હોય છે, તેમજ  ફાઇબર નહીં માત્રામાં સમાયેલું હોય છે, તેથી ટાઇપ ટુ ડાયાબિટીસના જોખમને ઓછું કરવા લીલા સફરજનનું સેવન સલાહભરેલું છે. 

પાચનતંત્રને સુધારે છે

લીલા સફરજનમાંફાઇબર ભરપુર માત્રામાં સમાયેલું હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તેમજ કબજિયાત અને પેટ સાથે જોડાયેલી સામાન્ય તકલીફોને દૂર કરતું હોવાથી તેનું સેવન કરવાથી રાહત થાય છે. 

ફેંફસા માટે 

લીલા સફરજનમાં ઉપસ્થિત ફ્લેવોનોઇડના કારણ તેના નિયમત સેવનથી અસ્થમામાં રાહત થાય છે. 

ત્વચા

લીલા સફરજનમાં સમાયેલા વિટામિન એ, સી અને એન્ટી-ોક્સિડન્ટસના કારણે ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં સમાયેલ ટૈનિન પણ એક સારુ એન્ટી ઓક્સી હોય છે, જે ત્વચા માટે એસટ્રિજન્ટની માફક કામ કરે છે. સાથેસાથે સફરજનના આ ગુણો ત્વચાની વધતી વયના સંકેતોથી લડવામાં મદદ કરે છે તેમજ ત્વચાને સ્વસ્થ રાખે છે. 

હૃદય સંબંધી 

ફ્લેવોનોઇડથી ભરપુર કોઇ પણ ખાદ્યપદાર્થનું સેવન કરવાથી કાર્ડિયોવૈસ્કુલયર બીમારીઓનું જોખમ ઓછુ ંથતું જોવા મળ્યું છે. 

લિવર માટે ગુણકારી

સફરજનમાં વિવિધ પ્રકારના ફાઇટોકેમિકલ્સ સમાયેલા હોય છે જેમાંનું એક છે, ક્વેરસેટિન. જે લિવરને ઓક્સીડેટિવ તાણથી બચાવી અને સ્વસ્થ રાખે છે.તેની છાલમાં સમાયેલ વિશેષ એન્ટી ઓક્સિડન્ટ ગુણ લિવરના કેન્સરના જોખમથી બચાવે છે. નિયમિત સવારે એક સફરજનનું સેવન કરવું જોઇએ. 

વજન ઘટાડવા માટે સહાયક

લીલા સફરજનનું સેવન વજન ઘટાડવા માટે સહાયક હોવાનું મનાય છે. સફરજનમાં સમાયેલા પોલીફેનોલ્સ એન્ટી-ઓબેસિટી ગુણને પ્રદર્ષિત કરે છે અને શરીરનું વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જોકે વજન નિયંત્રણ માટે લીલા સફરજનના ગુણો પર હજી સંશોધન ચાલી રહ્યું છે. 

- મીનાક્ષી

Gujarat
English
Magazines