Get The App

ગ્લેમરસ સાડી .

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ગ્લેમરસ સાડી                                         . 1 - image

ફેશન પરસ્તીએ પારંપરિક સાડીને ડિઝાઈનર બનાવી દીધી

સદીઓથી વિશ્વમાં ભારતીય સ્ત્રીના પહેરવેશ તરીકે સાડી પ્રચલિત છે. ભારતીય સ્ત્રીનો મનપસંદ પોશાક પણ સાડી જ છે. અને સાડી પહેરવાથી સ્ત્રીની સુંદરતા વધી જાય છે. જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ  સાડીના સ્વરૂપમાં  આધુનિકતાનો ટચ  જોવા મળે છે.

વચ્ચે એક સમય એવો આવ્યો હતો જ્યારે ભારતીય સ્ત્રીઓ સાડીથી કંટાળી ગઈ હતી. અને રોજ કંઈને કંઈક બદલાવ ઈચ્છતી હતી. પણ હાલમાં વળી પાછી સાડીની માંગ જબરજસ્ત વધી ગઈ છે. આજે બજારોમાં દુકાનોના શો- કેસમાં લટકતી સાડીઓએ સિદ્ધ કરી દીધું છે કે સાડીની ફેશન ક્યારેય જશે નહીં. જે સાડીને પહેરીને નારી ગર્વ અનુભવે છે. તેનું સ્વરૂપ થોડું બદલાઈ ગયું છે. આજે પરંપારિક સાડીઓને બદલે ડિઝાઈનર સાડીઓનો ક્રેઝ વધતો જાય છે. આજની નારી ફિલ્મો પણ ડિઝાઈનર સાડીઓ જોવા માટે જ જુએ છે.  'દેવદાસ'માં તથા 'બાગબાંદમાં અભિનેત્રીઓએ પહેરેલી સાડીઓનીજચર્ચાસાંભળવા મળેછે. તે ઉપરાંત એકતા કપૂરની સિરિયલો જેમ કે,  ' કહાન ઘર ઘરકી, ક્યોંકિ સાસભી કભી બહુ થી, વગેરે સિરિયલોમાં સાસુ-વહુની કટકટ અને રડારોળ, તો હોય જ છે. પણ તે સિરિયલોમાં અભિનેત્રીઓએ પહેરેલી ડિઝાઈનર સાડીઓએ સ્ત્રીવર્ગમાં જબરજસ્ત ઘેલું લગાડયું છે. આ શ્રેણીઓમાં ૪૦-૫૦હજાર રૂપિયાની ડિઝાઈનર સાડી અભિનેત્રી સારા કે માઠા પ્રસંગે પહેરે છે. મોટા પડદે, નાના પડદે તથા ઉચ્ચ વર્ગમાં પારંપરિકસાડીને બદલે ડિઝાઈનર સાડીનું વર્ચસ્વ જોવા મળે છે.

આજે કોટન સિલ્ક, જ્યોર્જટ શિફોન, ક્રેપ, ટિશ્યુ, કોટા મંસુરિયા વગેરે સાડીઓની ફેશન ચાલેછે.અને આવીસાડીઓને પ્રચલિત કરવાનો

શ્રેય મળે છે, ડિઝાઈનરોને ફેશન ડિઝાઈનરોએ પારંપરિક સાડીઓને આધુનીક્તા સાથે મેળવીને બે સંસ્કૃતિનું અનોખું સંગમ સર્જ્યું છે. જો કે ચોક્કસ પ્રસંગ પારંપારિક સાડીઓને પણ પસંદ કરવામાં આવે છે. બધા જ પ્રાંતની સાડીઓની અનોખી ડિઝાઈન હોય છે. ઇંદોરની મહેશ્વરી   સાડી હોય કે, મહારાષ્ટ્રની પૈઠણી સાડી હોય બધી જ સાડીઓ ખૂબ જ આકર્ષક હોય છે. મહેશ્વરીના ચંદેરીમાં બનનારીચંદેરીસાડીઓની છટા જ અનોખી હોય છે. બંગાળની તંતુજ, બનારસની બનારસીસાડી, ગુજરાતના પટોળા, દક્ષિણની કાંજીવરમ સાડીઓનો તો અંદાજ જ વેગળો છે.

હવે સાડીઓમાં પારંપરિક અને ડિઝાઈનર એમ બે ફાંટા પડયા છે. વિવિધ પ્રાંતોની પ્રસિધ્ધ સાડીઓ લગભગ પારંપારિક સાડીની રેન્જમાં આવેછે. જ્યારે ફેશન ડિઝાઈનરો ખાસ પ્રસંગને અનુરૂપ સાડી બનાવે છે. તે ડિઝાઈનર સાડી ગણાય છે. ભારતીય પરંપારિક સાડી પાછળ સેંકડો વર્ષોનો સાંસ્કૃતિક વારસો છે અને તે એટલી કુશળતાથી બનાવવામાં આવી છે કે પહેરતા એક અનોખો ગર્વ અનુભવાય છે. જ્યારે ડિઝાઈનર સાડી માત્ર સાડી પહેરનારના મૂડ, વ્યક્તિત્વ, પસંદગી, પ્રમાણે ડિઝાઈન કરવામાં આવે છે. તેમાંય વળી આજકાલની નારીઓ ફિટનેસ અને ફિગર કોન્સીયસ હોવાથી તે શરીર પર ચીપકી રહે તેવી સોફ્ટ અને ફ્લોઇંગ કપડાની સાડી વધારે પસંદ કરે છે.

ડિઝાઈનર સાડી તો ઓર્ડર પ્રમાણે બનતી હોવાથી તે મનગમતા કપડાની, ગમતી ડિઝાઈનની તથા જોઈએ તેટલા ઝરદોસી કે અન્ય એમ્બ્રોઈડરી કરેલી હોય છે. ડિઝાઈનર સાડીમાં લાઈટ પીંક, આકાશી ભૂરો, ક્રીમ જેવા પેસ્ટલ રંગ બહુ જ લોકપ્રિય છે. અત્યાર સુધી નવવધુ લગ્ન  માટે ભારે  સાડી તથા  ઘેરા રંગના સેલાઓ પસંદ કરતી હતી. જેમાં પટોળા, બનારસી, સેલાઓ વગેરેનો સમાવેશ થાય છે. પણ આજે તેની જગ્યાએ  બ્રાઈડલ ટુઝો   એટલે  લગ્નના પ્રત્યેક પ્રસંગને   અનુરૂપ ડિઝાઇનર સાડીઓ બનાવવામાં આવે છે. આમાં લાલ અને ઉપરાંત અન્ય પેશટલ રંગોનો પણ અનેરો સમન્વય જોવા મળે છે. એટલે એક સમય હતો કે નવવધુઓ લગ્નના પ્રત્યેક પ્રસંગમાં લાલ કે લીલા રંગના પોશાકમાં જ શોભતી હતી. પણ આજની આધુનીક નવવધુ બેબી પીંક કે લવેન્ડર જેવા રંગમાં પણ શોભે છે. આજે તો ડિઝાઈનર સાડીઓ પર્સનલાઈઝ ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે. એટલે જ્યોર્જટ, સિલ્ક, શિફોન, સાટીન, ક્રેપ વગેરે નૈસગક ફેબ્રીકનો સમન્વય કરીને ડિઝાઈનર સાડી બનાવવામાં આવે છે. અને ડિઝાઈનર સાડીમાં બે કપડાનો સમન્વય કરવામાં આવતો  હોવાથી તેનું વિશિષ્ટ રૂપ હોય છે. તેમાં બંને કપડાનું વજન સરખું હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક કપડું જાડું અને એક કપડું પાતળું હોય તો તે એકદમ વિચિત્ર દેખાય છે. તેના કરતા લેસ અને   ક્રેપનું કોમ્બીનેશન સરસ દેખાઈ છે. શેડેડ પેચ વર્ક, ઝરદોસી, થ્રેડ વર્ક, ક્રિસ્ટલ, રંગબેરંગી, રત્નો તથા મોતી અને સ્વરોસ્કી જડિત સાડી અત્યંત સુંદર દેખાય છે. અને તે પહેરતા સુંદરતા ખીલી  ઉઠે છે.

હાલમાં ડિઝાઈનર સાડીમાં શેડેડ સાડી વધારે લોકપ્રિય બની છે. સ્ત્રીઓને મનગમતી સાડીઓના રંગ મળે તે માટે ડાય કરવામાં આવે છે. શેડેડ સાડીમાં 'ટર્કવાઈઝબ્લુ' શેડનેઈનથીંગ' માનવામાં આવેછે. તેજ પ્રમાણે 'ગારા'  એન્ટીવર્ક કરેલી સાડી પણ ફેશનેબલ સમાજમાં પહેરવામાં  આવે છે.

ડિઝાઈનર  સાડી સાથે ડિઝાઈનર બ્લાઉસ પહેરવું જોઈએ. ખાસ કરીને  આ સાડી ફેશનેબલ સ્ટ્રેપ્સનું બ્લાઉસ અને તે પણ લો બેકના કેટવેવાળું ખૂબ જ સુંદર દેખાય છે.

ડિઝાઈનર  સાડી ફક્ત શ્રીમંત માનુનીઓ જ વસાવી શકે એવી આપણી માન્યતા છે. કારણ કે તે ખૂબ જ મોંઘી હોય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, હવે ઘણા ડિઝાઈનરો તમારા બજેટ અનુસાર ડિઝાઈનર  સાડી  બનાવીને આપે છે. એટલે કે તમારા બજેટ પ્રમાણે સાડીમાં વર્ક કરવામાં આવે છે અને તે પ્રમાણેનું કપડું પસંદ કરવામાં આવે છે. એટલે હવે ડિઝાઈનર સાડી ત્રણ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની   મળે  છે.

પરંતુ જેઓ પરંપરાગત સાડીઓના શોખીન છે તેઓ આજેપણ હજારો રૂપિયાની હેન્ડલુમ સેક્ટરની જ સાડીઓ ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ આજે પહેલાની જેમ પરંપરાગત સાડીઓની રંગોની પસંદગીમાં પણ બદલાવ આવ્યો છે. કારણ કે હવે સ્થાનિક ભરતથી ભરેલી તથા ભડક રંગોની સાડીને બદલે કુદરતી રંગો અને એથનીક લુકનું ચલણ વધ્યું છે. ખાખી, લીંબુ કે મોસંબી જેવો પીળો, હળવો લાલ, ફ્યુસા જેવા રંગો ચાલે છે. ગળી જેવો ભૂરો રંગ એકદમ હીટ ગણાય છે.

પરંપરાગત સાડીઓની શ્રેણીમાં કાંજીવરમ સિલ્ક, બાધપ્રિન્ટેડ ટસર અને આંધ્રની તેલીયા રુમલ્સની વિવિધતાની માંગ વધીછે. બ્લોકપ્રિન્ટ અને લ્હેરિયાની ફેશન તો હમણાં રહેશે જ. ભારતીય પરંપરા અને રીત-રિવાજ સાથે સાડીઓનો અનોખો સંબંધ છે. અને એટલે જ  ભારતીય નારીની સાથે સાડી ભાવનાત્મક રૂપથી જોડાયેલી છે. પ્રસાર માધ્યમોના કાર્યક્રમોમાં દર્શાવાતી સાડીને લીધે આજે ટીનએજર અને કોલેજીયનોમાં પણ સાડીનો ક્રેઝ વધ્યો છે. તેઓ પણ શુભ પ્રસંગે ઈન્ડો-વેસ્ટર્ન કપડાને બદલે ડિઝાઈનર સાડી પહેરવાનું જ પસંદ કરે છે.