રંગ આપણા જીવનમાં ઊર્જા, સકારાત્મક્તા અને આશાથી ભરેલી ખુશીઓ વિખેરે છે અને વાત જ્યારે ભારતીય તહેવારોની હોય ત્યારે ભારતીય તહેવારોની હોય ત્યારે તો રંગો વિના ઘર તો નિર્જીવ લાગે જ છે, સાથોસાથ ઉત્સવનો આનંદ પણ ફિક્કો લાગવા લાગે છે. તહેવારો અને ઉત્સવોના આનંદભર્યા માહોલને ખુશનુમા બનાવવા માટે નવા જમાનાની ફેશન, પરંપરા, રંગ વગેરેની કંઈક અલગ અને ભાવનાત્મક રીતે પસંદગી કરવાથી ખુશીઓમાં ચાર ચાંદ લાગી જાય છે.
તો આવો, જાણીએ કે આ તહેવાર અને ઉત્સવોના માહોલમાં ઘર સજાવતી વખતે પ્રાચીનતાની સાથે આધુનિકતાનો લુક આપવા માટે શું કરવું જોઈએ :
દીવાલોનું રંગકામ
ઘરની દીવાલોને અંદર અને બહારથી રંગાવવી આમ તો સાધારણ વાત છે, પરંતુ બહુ જ પરિણામકારક છે. ભારતીય તહેવારો લાલ અને નારંગી રંગોથી ભરેલા હોય છે. એટલે આ રંગોને સમર્પિત રંગ તમારા ઘરને એક નવો લુક આપી શકે છે. ઘરને નવેસરથી રંગાવવાથી ઘરનો લુક તો બદલાઈ જ જાય છે, તેનું આયુષ્ય પણ વધી જાય છે.
ફર્નિચરની સજાવટ
ઘરનું રૂપ બદલવું હોય તો સોફા, સાઈડ ટેબલ, શોકેસ અને ડેકોરેશનની અન્ય કલાત્મક ચીજોના થોડા ફેરફાર પછી ઘર નવું લાગવા લાગે છે અને તેમાં જીવંતતા લાગવા લાગે છે.
રૂમની દીવાલોને રંગોની વિવિધતાથી રંગાવો અને ઓછામોં ઓછું ફર્નિચર જો હોય તો ગુલાબી કે નારંગી રંગની દીવાલ સાથે સારું લાગે છે.
બગીચો અને ઝાડ
આંગણામાં ઉગેલા ઘાસને સારી રીતે કાપવા, કૂંડાને સમયસર રંગવા, છોડવાને કાપવા અને સજાવવાના પથ્થરોની રચના બદલાતા રહેવાથી તમારા ઘરના બગીચાનું રૂપ ખીલી ઊઠશે. ઘરમાં જ આર્ટિફિશયલ છોડ લગાવવામાં આવે તો નારંગી રંગની દીવાલ સાથે તે બહુ જ ઉઠાવ આપશે. તમારી દીવાલોનાં રંગ જો અલગ હોય તો સિરામિકની અલગઅલગ ડિઝાઈન અને આકારનો ઉપયોગ કરતા તેમની પાસે શિલ્પો રાખી દેવામાં આવે તો તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
સજાવવાની અન્ય પણ વસ્તુઓ
સોફાસેટ સફેદ અને તેના પર પીળા રંગના કવર્સ હોય તો તે બહુ જ ફેશનેબલ લાગશે. સજાવટની ચીજો જો પ્રિન્ટેડ હોય તો સોફાના કવર્સ અને પડદા પ્લેન લેવા જોઈએ.
ડેકોરેશનની નાની ચીજો ડિઝાઈનર ન હોય તો પડદા અને કવર્સ ડિઝાઈનર લેવા જોઈએ. તેમાં ડાર્ક કલર્સનું સંતુલન રાખવું જરૂરી હોય છે. એવું ન થાય તો રૂમ બહુ જ ડાર્ક લાગે છે.
પડદા અને કવર્સ
ચમકતી નારંગી દીવાલોના દરવાજા અને બારી પર આછા નારંગી રંગના પડદા બહુ જ સરસ લાગે છે અને એવા સોફાના કવર્સ જાંબલી કે ડાર્ક ગુલાબી રંગના કોન્ટ્રાસ્ટ સારા લાગે છે. વરંડો સારો અને રંગબેરંગી દેખાય તે માટે કાળો રંગ મિશ્રિત લીલા રંગના પડદા અને લેમન યલો રંગના કવરથી તાજગી અનુભવશે. રંગબેરંગી રંગોની પસંદગી વખતે ઓછા અને ઓછી પ્રિન્ટવાળાં કપડાં પસંદ કરો.
જાજમ અને ચટ્ટાઈ
જાજમ અને ચટ્ટાઈથી ડ્રોઈંગરૂમ અને બેડરૂમને એક અલગ જ લુક મળે છે. તેનાથી તમારી જીવનશૈલી પણ ઉજાગર થાય છે. તે આરામદાયક પણ હોય છે. તેનાથી આખા ઘરમાં આધુનિકતાનો સ્પર્શ થાય છે. જાજમ અને ચટ્ટાઈ આછા ગ્રે, આછા ગુલાબી રંગના હોવા જોઈએ. તેનાથી જગ્યા વધારે સરસ લાગે છે.
દીવાનું ડેકોરેશન
દિવાળી પ્રકાશનો તહેવાર છે. એટલે આ તહેવારમાં આંગણામાં મૂકવામાં આવેલા સુંદર દીવડા જોતાં જ મહેમાનો ખુશ થઈ જશે. સોના જેવો રંગ કે લાલ કાચની મીણબત્તીથી ઘર બહુ જ સુંદર લાગે છે. આ ઉપરાંત ફ્લોટિંગ કેન્ડલ્સને એ મોટા વાસણમાં પાણી ભરીને ગુલાબના ફૂલની પાંખડીઓ સાથે સજાવો. તેને તમે પોતાના ડ્રોઈંગરૂમના સેન્ટર ટેબલ પર રાખશો તો રૂમના ડેકોરેશનમાં ચાર ચાંદ લાગી જશે.
ડેકોરેશન માટે
ફોટોફ્રેમ્સ, પેઈન્ટિંગ, વોલ હેંગિંગને દરેક સીઝનમાં બદલવી શક્ય હોય છે, કારણ કે તેની કિંમત ઓછી હોય છે. આ ફેરફાર બહુ જ નાના હોય છે, પરંતુ તેનાથી ઘરના લુકમાં બહુ ફેર પડે છે.
લાઈટિંગ વ્યવસ્થા
સારું લાઈટિંગ તહેવાર અને ઉત્સવમાં બહુ મહત્ત્વ ધરાવે છે. ભારતીય તહેવાર અને ઉત્સવ પ્રકાશ માટે જાણીતા છે, એટલા માટે અલગઅલગ રંગ અને પ્રકાશના અજવાળાથી ઘર દીપી ઊઠે છે, જે આકર્ષણ અને ઉમંગભર્યો માહોલ આપે છે. આજકાલ બજારમાં એવી લાઈટ્સ પણ ઉપલબ્ધ છે, જેમાં વીજળીનો વપરાશ ઓછો થાય છે.
ફૂલોનું ડેકોરેશન
ફૂલોના ડેકોરેશનની કળા દરેક ભારતીય સ્ત્રીને પરંપરાગત રીતે હાંસલ હોય છે. ઘરની સજાવટ, ફૂલોની માળાઓ, ફૂલોની રંગોળીથી ઘર અત્યંત સુંદર લાગે છે. ફૂલોની મહેકથી એતક અનોખો માહોલ રહે છે અને પ્રાચીન શૈલીનો એક સારો અનુભવ આપણને પ્રાપ્ત થાય છે.
ઉમંગભર્યાં ઉત્સવમાં આ નાનીનાની વાતોને અજમાવવાથી ઘરનો માહોલ તો રંગીનમય બની જ જશે, સાથે સાથે ઉત્સવનો આનંદ પણ બમણો થઈ જશે.


