Get The App

ગિલ્ટર અને બીડ્સથી આંખોને આપો નવો લુક

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
ગિલ્ટર અને બીડ્સથી આંખોને આપો નવો લુક 1 - image

આંખોની સુંદરતા વધારવા માટે આપણે આંખને વિવિધ પ્રકારે શણગારીએ છે, સુશોભિત કરીએ છીએ. યોગ્ય રીતે કરાયેલો મેક-અપ આંખોની સુંદરતાને અનેકગણી વધારી દે છે. આપણી આંખોને વધુ દિલકશ બનાવવા માટે તેને ગિલ્ટર અને બીડ્સ (આર્ટિફિશિયલ મોતી)થી નવો લુક આપી શકીએ છીએ. આનાથી તમારા સૌંદર્યની તો વૃધ્ધિ થશે જ સાથે તમને મળશે એક ડિફરન્ટ સ્ટાઈલ. આ મેક-અપમાં તમે આંખને સામાન્ય રીતે શણગારવા માટે કેટલાંય પ્રકારની નવી એસેસરીઝને પ્રયોગમાં લાવવામાં આવે છે જેને આપણે કોઈ ખાસ અવસર પર પ્રયોગ કરી શકીએ છીએ. આ નવી એસેસરિઝ બીડ્સ, સ્ટોન્સ પણ હોય શકે છે.

ફેધરિંગ ઇફેક્ટ

ફેધરિંગ ઇફેક્ટ આપવા માટે બે અથવા ત્રણ રંગના આઈ-શેડોનો એક સાથે પ્રયોગ કરી શકાય છે. તેને લેશ-લાઈનથી લગાડતા અને બ્રો-લાઈનની નીચે લાવતા ઈફેક્ટ આપવામાં આવે છે. આજ રંગોની થોડી હળવી ટોન નીચેની લેશ-લાઈન પર સારી રીતે લગાડો. ઘેરા રંગના લિક્વિડ આઈલાઈનરનો પ્રયોગ કરો અને તેને આખી આઈલિડ પર લગાવો અને એ પછી મસ્કારા અપ્લાઈ કરે. મસ્કારા લગાડયા પછી ફરીથી આઇલાઇનર લો અને તેનાથી આઇ-લેશેજને ફેધરની ઇમ્પેક્ટ આપવા માટે લોઅર-લેશેજથી કેટલીક લાઈનને ડ્રો કરે અને આંખોના કોર્નરથી લેતા બ્રો-લાઈન સુધી જાઓ. આ ફેધરિંગ-ઇફેક્ટથી આંખને એક અલગ લુક મળશે.

સ્ટોન આઈ જ્વેલરી

લેશને લગાવ્યા પછી ફાલ્સ લેશિંગ અને કોપર આઇશેડોનો પ્રયોગ કરો. બ્રોના ઉપર કોપરની સાથે ગોલ્ડ અને ગિલ્ટરિંગ સ્ટોનનો ઉપયોગ કરો. આને કારણે ખૂબસુરતી વધી જશે. આની સાથે બિંદીને પણ ગ્લુની સાથે લગાવી શકો છો. જ્વેલરી અને મેક-અપનું આ સંયોજન બિંદી-સ્ટાઈલથી ઓળખવામાં આવે છે.

ગિલ્ટરનો પ્રયોગ કરો

ચળકતા લીલા અને પીળા રંગના આઇ-શેડોનો પ્રયોગ કરો. બંનેનો ઉપયોગ એક સાથે બેહદ ખૂબસુરત લાગે છે. ગિલ્ટરના પ્રયોગથી તમે લાગશો અપિલિંગ અને ફેશનેબલ. ગિલ્ટરનો પ્રયોગ રાતે વધુ સારો લાગે છે. જો તમારે પાર્ટીમાં જવાનું હોય કે પછી કોઈ ઈવેન્ટમાં તો પછી તમારે ગિલ્ટરના પ્રયોગથી તમારા સૌંદર્યને ચાર ચાંદ લાગી જશે.

ફ્લાવર પેટલ્સ

ફેટન્સી કોસ્મેટિકથી આંખોને ફેટન્સી લુક મળે છે. આ માટે તમે ફેટન્સી લેશેજ લગાવી શકો છો. જેનાથી આ ફ્લાવર પેટલ્સ અથવા ફેધર જેવો લુક મળશે સાથે જ તેનાથી રેટ્રો લુક પણ મળશે.

બીડ્સ ડેકોરેશન

જો તમને પાર્ટી માટે ફેન્ટેસી લુક જોઈએ સાથે જ ડાર્ક, સ્મોકી આઇ મેક-અપ કરો અને બીડ્સથી આઈ ડેકોરેટ કરો. આજકાલ બીડ્સ અથવા સ્ટોન્સ લાગેલા આર્ટિફિશિયલ આઇલેશિઝ પણ માર્કેટમાં મળે છે તેનો જ પ્રયોગ કરો.

આર્ટિસ્ટિક આઈ મેક-અપ

આ માટે આજકાલ વિભિન્ન રંગો અને સ્ટાઈલના આઇશેડો માર્કેટમાં ઉપલબ્ધ છે. આને તમે ગિલ્ટર સાથે પ્રયોગ કરો. આનાથી તમને ક્રિયેટિવ લુક મળશે.

ફેન્ટસી પીકોક મેક-અપ પિકચર

આના માટે તમારે ફાલ્સ આઇલેશેઝનો પ્રેયર પ્રયોગ કરી શકો છો. બોલ્ડ અને ગ્રીન આઇ શેડોથી તેને થોડો વધુ મોટો બતાવી શકો. આની સાથે જ જો તમે ચાહો તો કેટલાંક ફેધરનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી વાસ્તવમાં પીકોક લુક મળશે.

સ્પાર્કલિંગ પીકોક આઇસ

તમે જો તમારી આંખની મોરનો લુક આપવા ઇચ્છો છો તો ફાલ્સ આઇલેસેજની સાથે રંગીન મસ્કારાનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમે વધુ મોહક નજરે પડશો.