- માત્ર આંખો જ નહીં, હોઠ અને આઈબ્રો પણ ચમકાવશે વ્હાઈટ આઈલાઈનર
આઈ મેકઅપને મિનિટમાં એટ્રેક્ટિવ લુક આપવા માટે આઈલાઈનરથી વધારે ઉત્તમ મેકઅપ પ્રોડક્ટ બીજી કોઈ જ નથી. તેથી મહિલાઓ પોતાની સુંદરતામાં વધારે નિખાર લાવવા માટે બ્લેકથી લઈને કલરકુર આઈલાઈનર દિલથી લગાવતી હોય છે, પરંતુ વાત જ્યારે વ્હાઈટ આઈનર યૂઝ કરવાની આવે છે ત્યારે તેઓ ખચકાટ અનુભવતી હોય છે. તેમનું માનવું હોય છે કે વ્હાઈટ આઈલાઈનર તેમના લુકને બગાડી શકે છે. જો તમે પણ આવા જ કોઈ વિચાર ધરાવો છો તો તેને બદલી નાખો, કારણ કે વ્હાઈટ આઈલાઈનર આંખની સુંદરતા વધારવાની સાથેસાથે આઈબ્રો બોન, લિપ્સ જેવા ફેસિયલ ફીચરને પણ હાઈલાઈટ કરે છે. કેવી રીતે, આવો જાણો :
બ્રાઈટ લુક
જો તમારી આંખ નાની હોય તો આઈલાઈનરની શરૂઆત પેન્સિલ વ્હાઈટ આઈલાઈનરથી કરો. આંખની નીચેની આઈલિડ પર વાઈટ આઈલાઈનરનો સિંગલ કોટ લગાવો. ત્યાર પછી (તેની ઉપર નહીં પરંતુ તેની પાછળ) કાજલ, બ્લેક અથવા બીજા કોઈ કલરની આઈલાઈનર લગાવો, જેનાથી તમારી નાની આંખ મોટી દેખાશે.
વિન્ટેજ લુક
જો તમે આઈ મેકઅપને વિન્ટેજ લુક આપવા ઈચ્છતા હોય, તો લિક્વિડ વાઈટ આઈલાઈનરને તમારા વેનિટી બોક્સમાં ખાસ સ્થાન આપો. પાંપણ પર સૌપ્રથમ બ્લેક આઈલાઈનરનું ડબલ કોટ લગાવો. તે સુકાઈ જતા તેની બરાબર અડીને વ્હાઈટ આઈલાઈનરનું ડબલ કોટ લાવો. બ્લેક એન્ડ વ્હાઈટ આઈલાઈનરનું કોમ્બિનેશન તમને વિન્ટેજ લુક આપશે...
કેટ લુક
કેટ આઈ લુક માટે પાંપણ પર લિક્વિડ એક આઈલાઈનરનું ડબલ કોટ લગાવો. આઈલાઈનરને અંતિમ છેડા પર લાવીને ઉપરની તરફ લઈ જાઓ. હવે નીચેની આઈલિડના માત્ર કોર્નર પર લિક્વિડ વ્હાઈટ આઈલાઈનર લગાવીને તેને નીચેની તરફ લઈ જઈને વણાંક આપો.
વી લુક
વી લુક માટે આઈ કોર્નર (આગળના) પર પેન્સિલ વ્હાઈટ આઈલાઇનરથી ચેપ બનાવો. ત્યાર પછી બ્લેક, બ્રાઉન ઈચ્છો તેવું આઈલાઈનર લગાવો, વ્હાઈટ આઈલાઈનરથી કોર્નરને જેટલો અણીદાર બનાવી શકો તેટલો બનાવો. આમ કરવાથી આંખ વધારે આકર્ષક દેખાશે.
કુલ લુક
મિસ કુલ દેખાવા ઈચ્છતા હોય તો તમારા આઈ મેકઅપને પણ કુલ લુક આપો. તેના માટે સૌપ્રથમ પાંપણ પર બ્લેક કલરની લિક્વિડ આઈલાઈનર લગાવો. ત્યાર પછી પેન્સિલ શિમરી વ્હાઈટ આઈલાઈનર લગાવીને હળવેથી મજ કરો. આમ કરવાથી આઈ મેકઅપને આઈસી (બરફ જેવી) ઈફેક્ટ મળશે અને તમે કુલ ગર્લ દેખાશો.
બ્લેક એન્ડ વાઈટ લુક
જો તમે બ્લેક એન્ડ વાઈટ આઉટફિટ પહેરી રહ્યા છો તો તેની સાથે બ્લેક એન્ડ વ્હાઈટ એક્સેસરિઝ કેરી કરવાની સાથેસાથે આઈ મેકઅપને પણ બ્લેક એન્ડ વ્હાઈટ લુક આપો. તેના માટે પાંપણ પર બ્લેક લિક્વિડ આઈલાઈનર અને નીચેની આઈલિડ પર વાઈટ લિક્વિડ આઈલાઈનર લગાવો. તમે ઈચ્છો તો ઉપર વાઈટ અને નીચે બ્લેક આઈલાઈનર પણ લગાવી શકો છો.
ડ્રામેટિક લુક
પાર્ટી અથવા ફંક્શનમાં ડ્રામા ક્વીનનો એવોર્ડ મેળવવા માટે સૌપ્રથમ પાંપણ પર બ્લેક અથવા બ્રાઉન કલરનું સિંગલ કોટ આઈલાઈનર લગાવો. ત્યાર પછી લિક્વિડ વ્હાઈટ આઈલાઈનર લગાવો. ત્યાર પછી બ્લ્યૂ, ગ્રીન અથવા પર્પલ શેડની આઈલાઈનર લગાવીને ગ્લિટર આઈલાઈનર લગાવો. લોકોની નજર તમારા આઈ મેકઅપ પર જ સ્થિર થશે.
ડિફરન્ટ લુક આપવાની સાથેસાથે વ્હાઈટ આઈલાઈનર ચહેરા પરની કેટલીક ખામીને છુપાવવાનું કામ પણ કરે છે. હવે જોઈશું કે કેવી રીતે વાઈટ આઈલાઇનરનો ઉપયોગ કરીને પોતાની સુંદરતામાં ગાર ચાંદ લગાવી શકો છો.
આઇલાઇનર કમ આઇશેડો : પેન્સિલ વાઈટ આઈલાઇનરનો ઉપયોગ વાઈટ આઈશેડો તરીકે પણ કરી શકો છો. જો તમે વાઈટ આઈલાઈનર આઈશેડોની જેમ લગાવીને કોઈ પણ રંગનો આઈશેડો તેની પર લગાવશો તોે નો શેડ વધારે ઘેરો નજરે પડશે અને આઈશેડો લાંબા સમય સુધી જળવાઈ પણ રહેશે.
પ્યોર શેડ : જ્યારે પણ બ્લ્યુ, ગ્રીન, પર્પલ જેવી કોઈ પણ કલરફુલ આઈલાઈનર લગાવવી હોય, ત્યારે લગાવતા પહેલાં લિક્વિડ વાઈટ આઈલાઈનર લગાવો. ત્યાર પછી તેની પર કલરફુલ લિક્વિડ આઈલાઈનર લગાવો. વાઈટ બેઝ હોવાથી તમને લરકુલ આઈાઈનરનો પ્યોર શેડ મળશે,
સાઈડ ડાર્ક સ જો તમારી આંખની નીચે થર્ડ સ્લોય તો તેને છુપાવવા માટે પેન્સિલ વાઈટ આઈલાઈનર લગાવીને હળવેથી સ્પંજ કરતા ફેલાવી દો. જ્યારે આઈલાઈનરથી ડાર્ક સર્કલ સંપૂર્ણ રીતે વર અને સેટ થઈ જાય, ત્યારે મેકઅપની શરૂઆત કરો. ઘઈલાઈટ આઈબ્રોઝ
આઈબ્રોને હાઈલાઈટ કરવા માટે આઈબ્રો બોન પર પેન્સિલ વાઈટ આઈવાઈનર લગાવો. પછી તેને સારી રીતે સ્પંજ કરો. આમ કરવાથી આંખ અને આઈબ્રોઝ વચ્ચેનો ગેપ વધશે અને આઈબ્રોઝ વધારે આકર્ષક દેખાશે. કરેક્ટ આઈબ્રોઝ જે તમારી આઈબોઝ વધારે પાતળી હોય અથવા તો શેપમાં ન હોય તો પેન્સિલ વાઈટ આઈશાઈનરનો ઉપયોગ કરીને આઈબ્રોઝને કરેક્ટ શેપ આપો. પછી તેની અંદર ધ્યેય અથવા બ્રાઉન રોડનો આઈશેડો લગાવીને આઈબ્રોઝને કુલર લુક આપો.
ફુલર લિપ્સ : જો તમારા લિપ્સ પાતળા હોય તો તમે પેન્સિલ વાઈટ આઈલાઈનરનો ઉપયોગ લિપ લાઈનરની જેમ પણ કરી શકો છો. વાઈટ આઈલાઈનરનો ઉપયોગ કરતા પહેલાં તમારા લિપ્સને પરફેક્ટ શેપ આપો. ત્યાર પછી લિપસ્ટિક લગાવો. આમ કરવાથી તમારા લિપ્સને ફુલર લુક મળશે.


