Get The App

અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી

Updated: Jun 15th, 2020

GS TEAM

Google News
Google News
અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી 1 - image


હેરડાઇ લગાડતી વખતે શરીર પર તેના ડાઘ ઘણીવાર પડી જતા હોય છે તેવું ન થાય માટે હેેરડાઇ લગાડતા પૂર્વે વેસેલીન ગરદન ગરદન,કપાળ વગેરે ભાગ પર લગાડી દેવાથી હેરડાઇ વેસલીન પર ચોૅટશે નહીં. તેથી હેરડાઇના ડાઘા શરીર પર લાગશે નહીં.

મહેંદીમાં સપ્રમાણ હળદર ભેળવી જોઇતા પ્રમાણમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી વાળમાં નાખવાથી વાળમાં મહેંદીનો રંગ સારો આવશે તેમજ હળદરથી ખોડાથી મુક્તિ મળશે.

પ્લાસ્ટિકની થેલીના અંદરના ભાગમાં સરકો લગાડી સાફ કપડાથી લૂછી નાખી તેમાં પનીર મુકવાથી પનીર લાંબો સમય સુધી તાજું રહે છે. પનીરની થેલી ફ્રિજમાં રાખવી.

સાકર તથા ચોખા રાખ્યા હોય તે ડબાની આસપાસ અજમો ભરેલી પોટલી રાખવાથી ડબાની આસપાસ કીડી ફરકશે નહીં તેથી ચોખા કે સાકરમાં કીડી ચડવાની સમસસ્યા નહીં થા.

અડધો ગ્લાસ ગાજરના રસમાં એડધો કપ ટામેટા અને બીટનો રસ ભેળળી સવારે પીવાથી ખીલથી રાહત થાય છે. ચહેરા પરની ઝાંય દૂર થાય છે.

ફળોનો સ્વાદ કુદરતી જળવાઇ રહે માટે ફળોને ફ્રિજમાં રાખવા નહીં. 

ફણસીનું સૂકું શાક વધ્યું હોય તો તેમાં ગરમ મસાલો,આદુ-મરચાં થોડું સલણ,સાકર તથા લીંબુનો રસ નાખી બરાબર ભેળવી તેનું પૂરણ બનાવવું. મેંદા કે ઘઉંના લોટની કચોરી કે ઘૂઘરા બનાવી શકાય છે. આ જ રીતે ચોળીના શાકનો ઉપયોગ કરી શકાય.

Tags :