Get The App

ભારતીય પોશાકને આપો મોડર્ન ટચ .

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય પોશાકને આપો મોડર્ન ટચ                        . 1 - image

સામાન્ય રીતે માત્ર ભારતીય પોશાક પહેરતી યુવતીઓના માથે 'બહનજી'નું લેબલ લગાવી દેવામાં આવે છે. વાસ્તવમાં આ માનુનીઓ 'બહનજી' નથી હોતી.  તેઓ ખાસ્સી સ્માર્ટ અને બુધ્ધિશાળી હોય છે.  પણ પોશાકની બાબતમાં થોડી થાપ ખાઈ જાય છે. પરંતુ જો આ યુવતીઓ પોતાના પહેરવેશને આછેરો પશ્ચિમી ટચ આપે તો તેમનું સમગ્ર લુક બદલાઈ જાય.

જે યુવતીઓને ચુડીદાર પહેરવાનું ગમતું હોય તેઓ ચુડીદાર-કુર્તા સાથે દુપટ્ટો પહેરવાને બદલે અમ્બ્રેલા કટ કુર્તો પહેરે. આ પેટર્ન તેમને આછેરો આધુનિક લુક આપશે. વળી દુપટ્ટો પહેરવાની ચિંતામાંથી મુક્તિ મળશે તે છોગામાં.

પંજાબી સૂટ પહેરવાનો આગ્રહ રાખતી માનુનીઓ ની લેંથ કુર્તાને બદલે શોર્ટ કુર્તા અને પટિયાલા સલવાર પહેરે.

પોતાના હોદ્દાને  ધ્યાનમાં રાખીને માત્ર સાડી પહેરતી મહિલાઓ કોટનની સાડી સાથે મેટલ પેન્ડન્ટ અને ઈયરિંગ્સ પહેરે તો તેમનો સમગ્ર દેખાવ મોડર્ન લાગશે.

ઓફિસમાં પરંપરાગત મંગળસૂત્ર અને બંગડીને બદલે પર્લ ડ્રોપ ઈયરિંગ્સ અને ડેલીકેટ જ્વેલરી તમારા લુકને આધુનિક સ્પર્શ આપશે.

પાર્ટીમાં જતી વખતે સાડી સાથે નિયમીત પેટર્નના બ્લાઉઝને સ્થાને બેકલેસ ચોલી, ટાઈટ ફીટ સ્પેગેટી અથવા હોલ્ટર નેકનું બ્લાઉઝ સરસ લાગશે. 

ખભા સુધી લટકતી ક્રિસ્ટલ અથવા સેમી પ્રેશિયસ સ્ટોન મઢેલા ડેંગલર્સ મોડર્ન માનુનીની પહેલી પસંદ છે. તમારા સીધાસાદા દેખાવને આધુનિક બનાવવા આ તરકીબ અજમાવવા જેવી છે.

બોક્સ હિલના પગરખાં તદ્ન આઉટડેટેડ છે. ઓફિસમાં એકદમ ફ્લેટ અથવા નાની હિલવાળા પગરખાં પહેરો. જ્યારે પાર્ટીમાં બીડ્સ-સ્ટોનવાળી ચપ્પલ અથવા પેન્સિલ હિલવાળા જૂતાં પહેરો.

સ્લીવ્ઝ અને નેક  પર સિકવન્સવાળાં કુર્તા સાથે સ્લેક્સ, ચુડીદાર અથવા જિન્સ મસ્ત દેખાશે.