જીવનને જીવતું રાખવું અને પોતાના વંશવેલાને આગળ વધારવો જીવની મૂળ પ્રકૃતિ છે. ત્યાર બાદ એક એવી સ્થિતિ છે જે મનુષ્ય અંતિમ ક્ષણ સુધી ચાહે છે અને તે છે સુખ અને ખુશીની અભિલાષા. આની જ બીજી બાજુ છે. પીડાથી દૂર ભાગવું. કોઈને પીડા નથી જોઈતી ભલે તે મનની હોય કે તનની બસ તેને દૂર કરવાની કે તેનાથી દૂર જવાની સતત કોશિશ ચાલુ રહે છે મનુષ્યમાં મનની પીડાને, તેના કારણોને જાણવા અને તેનાથી બચવા માટે જેટલું આધ્યાત્મિક અધ્યયન આપણા દેશમાં થયું છે તે કદાચ બીજે નથી થયું. વાત બાકી રહી શારીરિક પીડાની, આજે જે બિમારીનાં વિષયમાં જાણીશું તેમાં રોગીને અસહ્ય દર્દ થાય છે અને આ દર્દથી છૂટવા માટે તે ઓપરેશન કરવા પણ તૈયાર થઈ જાય છે. પણ વાત અહીં સમાપ્ત નથી થતી. ઓપરેશન પછી પણ થોડા વખત પછી તકલીફ શરૂ થઈ જાય છે. આ પીડા છે કીડનીમાં થયેલ પથરીની. આજે જાણીએ આ પથરીનાં પથરીલા ઈતિહાસને અને તેના ઉપચારને.
કીડનીમાં પથરી શા માટે થાય છે? તેનું ઠોસ કારણ હજી સુધી શોધાયું નથી. પણ ઘણી શક્યતાઓ છે જ્યાં પથરી સંભવ છે. જેમ કે વિટામિન 'એ'ની ઉણપ. એવું વાતાવરણ જ્યાં સખત ગરમી હોય એવી વ્યક્તિ જેનામાં કિડની, મૂત્રપ્રણાલીનું ઈનફેકશન વારંવાર થતું હોય. એવી વ્યક્તિ જેનામાં મૂત્ર-નિકાસનાં માર્ગ પર કોઈ અટકાવ હોય. એવા દર્દી જે લાંબા સમય સુધી પથારીમાં બિમારીને લીધે પડયાં રહે છે જેમ કે લકવાનાં દર્દી.
કિડનીની પછરી સ્ત્રીઓની અપેક્ષા પુરુષોમાં વધારે જોવામાં આવે છે. એની બનાવટનાં આધાર પર તેને ત્રણ પ્રકારનાં નામ આપવામાં આવ્યાં છે.
(૧) કેલશિયમ ઑકસલેટની પથરી
(૨) કેલશિયમ ફૉસ્ફેટની પથરી
(૩) યૂરીક એસિડ
મોટા આકારની પથરી જે કિડનની અંદર હોય છે. આમાં દર્દીને જરાપણ તકલીફ નથી થતી. પણ નાના આકારની પથરી જ્યારે કિડનીની નીચે ઉતરીને મૂત્રનલિકા અથવા મૂત્રાશયમાં આવે છે ત્યારે દર્દીને ખૂબ જ ભયાનક દુ:ખાવો થાય છે. આ દર્દ પીઠની પાછળ શરૂ થઈને આગળ પેટ તરફ આવે છે. આમાં દર્દીને થોડી - થોડીવારે દુખાવો થાય છે. દુખાવાની સાથે ઉબકા આવવા, ગભરામણ થવી, ઉલ્ટી થવી અને ખૂબ જ પરસેવાની ફરિયાદ થાય છે. દુખાવાની સાથે ઘડી-ઘડી પેશાબની ઈચ્છા થાય છે અને ઘણીવાર પેશાબ સાથે લોહી પણ નીકળે છે. આ દર્દ લગભગ શ્રમ કરવાની સાથે થાય છે. ખાસ કરીને દાદરા ચઢવાથી તેનું પ્રમાણ વધી જાય છે. પથરી તેના લક્ષણોને જાણીને, તેની તપાસ કરાવીને પાકા પાયે નિદાન પછી થાય છે. એક્સ-રે, આઈવીપી કરાવ્યા પછી પથરીનું સ્થાન, આકાર અને તેને કારણે કિડનીમાં કેટલી ક્ષતિ થઈ છે વગેરેની વિસ્તૃત માહિતી મળે છે.
પથરીનાં ઈલાજમાં હંમેશા ભરપૂર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પથરીનાં પ્રકાર પ્રમાણે ભોજનમાં પરેજી પાળવાનું કહેવાય છે. જેમ કે યૂરીક એસિડવાળી પથરીમાં માછલી અને રેડ-મીટ ન ખાવું જોઈએ. ઑકસલેટવાળી પથરીમાં પાલખ, આલુબુખારા તેમ જ સ્ટ્રૉબેરી ખાવાની મનાઈ છે.
આમ તો દર્દીને ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવે છે. પણ એવું જોવામાં આવે છે કે ઓપરેશન પછી પણ ફરીથી નવી પથરીનું નિર્માણ ઘણાં દર્દીઓમાં જણાય છે.
વારંવાર પથરીનું નિર્માણ કરવાવાળી શારીરિક રચનાને ઠીક કરવા માટે એવી એક ચિકિત્સા પ્રણાલી જોઈએ જે ઊંડાણથી કામ કરતી હોય. હોમિયોપેથી એવું માને છે કે જીર્ણ રોગની શરૂઆતનું કારણ કમજોર રોગક્ષમિલ શક્તિઓ છે. આને લીધે મન પણ નબળું પડી જાય છે. દૃઢ મનોબળ વાળી વ્યક્તિ યોગ્ય રીતે સમજી વિચારી શકે છે અને આવી તંદુરસ્ત વિચારધારાવાળી વ્યક્તિ ક્યારેય માંદી પડતી નથી અને જો કોઈ બીજા કારણવશ તેઓ માંદા પડે છે તો શીઘ્ર તેમાંથી સાજા થઈ જાય છે કારણ કે તેમનું મન મજબૂત છે.
આત્મવિશ્વાસની ઉણપ, લગાતાર રહેવાવાળો તનાવ, દુ:ખ, સખત આઘાત જેવી પરિસ્થિત માણસને ધીમે ધીમે રોગ બનીને ખાઈ જાય છે. આપણું શરીર અને આસપાસનું વાતાવરણ તેને નિર્માણ કરવા માટે જવાબદાર છે. એટલે હોમિયોપેથીમાં શરીરની સાથે-સાથે મનને પણ ધ્યાનમાં રાખી એવી ઘણી દવાઓ તૈયાર કરી છે જે પથરીનાં અસહસ્ય દર્દને દૂર કરીને તેને બહાર કાઢવામાં મદદ કરે છે. શરીરમાં પથરી પેદા થતી રોકે છે.


