Get The App

ચહેરાના સૌંદર્યને હણી નાંખતા બ્લેકહેડ્સથી છૂટકારો મેળવો

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
ચહેરાના સૌંદર્યને હણી નાંખતા બ્લેકહેડ્સથી છૂટકારો મેળવો 1 - image

આજની  તારીખમાં  સર્વત્ર  પ્રદૂષણનું  રાજ  છે. સડકો  પર લાખોની  સંખ્યામાં  દોડતાં વાહનો, હવા-પાણીને  દૂષિત  કરતાં અનેકવિધ ઉદ્યોગો, બાંધકામ, હરિયાળીનો અભાવ  ઈત્યાદિ  સમગ્ર વાતાવરણને  પ્રદૂષિત  કરી  નાખે  છે.  આવી  સ્થિતિમાં  આપણી ત્વચાને તેની અસર ન થાય એવું  બને ખરું?  વળી  મોસમ બદલાય  તેની સીધી અસર ત્વચા પર થાય છે.  કોઈક  ઋતુમાં  ચામડી  સાવ સુકી  થઈ  જાય  છે તો કોઈક મોસમમાં  તૈલીય.  આવામાં  ત્વચા પર  બ્લેકહેડ્સ  આવવાના જ. આ બ્લેકહેડ્સ  ચહેરાના  સૌંદર્યને  હણી નાખે છે.  પરંતુ તેનાથી  છૂટકારો મેળવવો ખાસ અઘરો નથી.  આજે આપણે  બ્લેકહેડ્સ  દૂર કરવા  વિષયક  માહિતી  મેળવીએ.

આપણા રસોડામાં  ઉપયોગમાં  લેવાતી ઘણી વસ્તુઓ  ચહેરા પરના બ્લેકહેડ્સ  દૂર કરવામાં ઉપયોગી થઈ શકે  છે. ત્વચા નિષ્ણાતો  તેના વિશે માહિતી  આપતાં કહે  છે .....,

જી ગ્રીન ટી :  ગ્રીન  ટી-બેગને  એક કલાક માટે  હૂંફાળા  પાણીમાં મૂકી રાખો. હવે આ પાણી જ્યાં બ્લેકહેડ્સ  દેખાતા હોય એ ભાગ  પર રૂના પુમડા વડે લગાવો. થોડીવાર પછી  તે સુકાઈ જાય ત્યારે  ચહેરો ધોઈ  લો. આ પ્રયોગ  ધીરજપૂર્વક  દરરોજ  કરો.  (બ્લેકહેડ્સ દેખાતા બંધ  થાય ત્યાં સુધી) 

જી ખાંડ :   એક  કપ સફેદ  અથવા બ્રાઉન  સુગર લો.  તેમાં  ચાર ટેબલસ્પૂન  જોજોબા  તેલ નાખીને  તેનુ ંમિશ્રણ  બનાવો.  હવે આ મિશ્રણ  એકસમાન  રીતે લગાવીને  હળવા હાથે સ્ક્રબ કરો. આમ કરવાથી જે તે અંગ પરની મૃત ત્વચા નીકળી જશે અને રક્ત  પરિભ્રમણ  પણ વધશે.  આમ આ પ્રયોગથી  તમારી ચામડી  સ્વચ્છ- તરોતાજા  લાગશે.

જી તજ :  તજનો પાવડર  બનાવી  તેમાં  મધ ભેળવો.  બંનેને સારી રીતે  ભેળવીને  એ મિશ્રણ  ચહેરા પર  લગાવો.  તેમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ  તત્ત્વો  બ્લેકહેડ્સ  દૂર કરવાનું  કામ કરશે.  ૧૫ મિનિટ  સુધી આ  મિશ્રણ ચહેરા  પર રહેવા દો. ત્યારબાદ  ચહેરો ધોઈને  મોઈશ્ચરાઈઝર લગાવી  દો.

જી મધ  અને  દૂધ :  એક ટી.સ્પૂન  દૂધ અને  એક ટી.સ્પૂન  મધ સારી રીતે મિક્સ કરીને બ્લેકહેડ્સ  હોય એ ભાગ પર લગાવો.  આ મિશ્રણ  પાતળુ  હોવાથી તેના ઉપર રૂની  પાતળી  પરત લગાવી દો. થોડીવાર  પછી  ધીમેથી  આ રૂ ખેંચી  લો. હવે સાદા પાણીથી  ચહેરો ધોઈ લો. 

જી લીંબુનો રસ :  લીંબુના  રસમાં  રહેલું  સાઈટ્રીક એસિડ  બ્લેકહેડ્સ દૂર  કરવામાં મદદગાર  પુરવાર  થાય  છે. એક વાટકીમાં  લીંબુ નીચોવીને  તેનો રસ રૂના  પૂમડા વડે બ્લેકહેડ્સ  પર થપથપાવો.  તેનાથી મૃત  ત્વચા  દૂર થશે અને રોમછિદ્રો  ખુલશે. સાથે સાથે  બ્લેકહેડ્સ  પણ દૂર થશે.

ચહેરા પર, ખાસ કરીને નાક પર જામી જતી  ધૂળ ઇત્યાદિથી બ્લેક હેડની સમસ્ય સર્જાય છે. તેને કારણે ચહેરાનું સૌંદર્ય હણાય છે. પરંતુ તેને અમસ્તા  જ  ઘસીને દૂર નથી કરી શકાતા. આવી સ્થિતિમાં ચોક્કસ પ્રકારના સ્ક્રબથી બ્લેક હેડ દૂર કરીને સૌંદર્ય નિખારી શકાય છે. સૌંદર્ય નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે....,

મસૂરની કરકરી દળેલી દાળ, સંતરાની સુકી છાલનું પાવડર, અડધો ચમચો મુલતાની માટી,જવનો લોટ દહીંમાં ભેળવીને પેસ્ટ બનાવો. ચહેરો ધોઇને આ પેસ્ટ ચહેરા પર ે ૧૦ મિનિટ માટે લગાવી રાખો. હવે તેને હળવે હાથે મસાજ કરતાં કરતાં ચહેરા પરથી દૂર કરો. 

જો તમારા ચહેરા પર ખીલ હોય તો લીમડાના તાજા પાનને પીસીને તેમાં ચણાનો લોટ, ખસખસ અને થોડું મધ ભેળવો. આ પેસ્ટ ચહેરા પર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઇ લો. 

ચહેરાના રોમછિદ્રો ખુલ્લાં હોય ત્યારે બ્લેક હેડ્સ થવાની સમસ્યા વધી જાય છે. આ રોમછિદ્રોને બંધ  કરવા મુલતાની માટીમાં ટામેટાનું પલ્પ ભેળવીને પેસ્ટ બનાવો. ટામેટાંમાં ત્વચાને કસવાનો ગુણ હોય છે. તેને કારણે રોમછિદ્રો પૂરાય છે અને ત્વચામાં કસાવટ આવે છે. તમે ચાહો તો માત્ર ટામેટાના પલ્પનો પ્રયોગ પણ કરી શકો છો. 

બ્લેકહેડમાંથી છૂટકારો મેળવવામાં ફ્રુટ પીલ પણ મહત્વનો ભાગ ભજવે છે. પીલિંગની પ્રક્રિયા દરમિયાન ફેસ ક્રીમ અને ફ્રુટ જ્યુસથી મસાજ કરવામાં આવે છે. તેનાથી સ્કીન ડીપ ક્લીન થાય છે અને રક્ત પરિભ્રમણ ઝડપી બને છે. ત્વચા ઊંડે સુધી સ્વચ્છ થવાથી બ્લેકહેડ પણ દૂર થાય છે. 

માત્ર બ્લેકહેડ્સ દૂર કરવા માટે જ નહીં, પણ સમગ્ર ચહેરાની મૃત ત્વચા દૂર કરવા માટે વેજ  પીલ ઉપયોગી પુરવાર થાય છે. જોકે જેમની ત્વચા  સખત હોય તેમને માટે જ આ પ્રયોગ કરવો. આ ટ્રીટમેન્ટ માટે વિવિધ શાકભાજીની છાલને સુકવીને તેનો ં પાવડર તૈયાર કરવામાં આવે છે. આ પાવડરમાં પ્રચૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પૌષ્ટિક તત્વો હોવાથી તે મૃત ત્વચાને દૂર કરીને ચામડી સુંવાળી બનાવવામાં મદદ કરે છે.