ઘરગથ્થુ ઉપાયોથી મેળવો ચળકતી ત્વચા
ત્વચાની કાળજી રાખવા માટે માનુનીઓ અથાગ પ્રયાસ અને વિવિધ ક્રીમના ઉપયોગ કરતી હોય છે. તેવામાં અહીં ઘરગત્થુ થોડી ટીપ્સ આપવામાં આવી છે, જે મહિલાઓને ફાયદો આપશે.
હળદર
હળદર એન્ટી-બેકટેરિયલ કહેવાય છે, તેમજ તેનો ઉપયોગ ત્વચા માટે લાભદાયી નીવડયો છે.
દૂધની સાથે હળદર ભેળવીને ચહેરા પર લગાડવું.
હળદર, એક ચમચો ેચમચા મધઅને બે ચમચા દૂધનું મિશ્રણ લગાડવાથી પણ ત્વચા ચમકીલી બને છે.
બેસન
ચણાનો લોટનો ઉપયોગ ત્વચા પરકરવાથી તે મૃત ત્વચાને દૂર કરે છે. તેમજ ત્વચાને ચમકીલી કરે છે.
બે ચમચા ચણાના લોટમાં એક ચમચો મલાઇ ભેળળી ચહેરા પર તેમજ શરીરે લગાડવું. સુકાઇ જાય પછી ધોઇ નાખવું. ત્વચા ચમકીલી થાય છે.
એલોવેરા
એલોવેરા ત્વચાની સામાન્ય તકલીફોને દૂર કરે છે. તેમજ તે ખીલથી અને ત્વચા પર કરચલી સામે રક્ષણ આપે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરે છે. તેને વિવિધ ઘરગત્થુ ફેસ માસ્કમાં ઉમેરી શકાય છે.
એલોવેરાના જેલને ૧૫ મિનીટ ચહેરાપરલગાડી રાી ધોઇ નાખવું. ત્વચા ચમકીલી થવાની સાથેસાથે સખત પણ થશે.
ગુલાબજળ
ત્વચાની કાળજી ત્રણ સ્ટેજમાં કરવામાં આવતી હોય છે, જેવી કે ક્લિનઝિંગ,ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ. રોઝ વોટરને સ્કિન ટોનર તરીકે ઉપયોગમા લઇ શકાય છે. રોઝ વોટર ત્વચાને તાજગી આપે છે. કોઇ પણ ફેસપેકમાં રોઝ વોટરને ભેળવી શકાય છે. તેમજ સ્પ્રેવાળી શીશીમાં ગુલાબજળ ભરીને પર્સમાં સાથે રાખવું. જેથી લાંબી મુસાફરી દરમિયાન ચહેરા પર સ્પ્રે કરવાથી ત્વચા ફ્રેશ થાય છે.
મધ
મધ એક કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. તે એન્ટી-બેકટેરિયલ પણ હોવાથી તેનો ઉપયોગથી ઇન્ફેકશનની શક્યતા ઓછી થાય છે. તેમજ તે ખીલનો નાશ કરવા માટે સહાયક છે. તેનામાં બ્લિચિંગનો ગુણ હોવાથી ત્વચાને પિગમેન્ટેશનને ઝાંખા કરે છે.
ત્વચા પર ઘેરા રંગના ધાબાને દૂર કરવા માટે, એક ટેબલ સ્પૂન એલોવેરા, એક ટેબલસ્પૂન મધ અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ભેળવીને ધાબાવાળી ત્વચા પર લગાડવું. ૧૦ મિનીટ પછી હુંફાળા પાણીથી ધોઇ નાકવુંય એકાંતરે કરવાથી ફાયદો થાય છે.
એવોકાડો
એવોકાડો સ્વાદિષ્ટ ફળ છે, તો સાથેસાથે તે ત્વચા માટે પણ લાભદાયી છે. તેનામાં એન્ટિઓક્સિડન્ટસ અને એન્ટી-ઇન્ફલામેટરી ગુણ સમાયેલા છે. જે રૂક્ષ ત્વચા, ત્વચાની સામાન્ય તકલીફો દૂર કરે છે. તેનો ફેસપેક બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે. એવોકોડોના ટુકડા કરી તેને કાંટા (ફોર્ક)થ ીછુંદી નાખવા. તેમાં એક ચમચો એવોકોડો તેલ ભેળવી રૂક્ષ ત્વચા પર લગાડવું. ૧૫ મિનીટ રહીને હુંફાળા પાણીથી ધોઇ નાખવું.
સંતરાની છાલ
સંતરાની છાલમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલ હોય છે. સંતરાની છાલનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક છે.
સંતરાની છાલને રોઝ વોટર સાથે વાટી લેવી અને ત્વચા પર લગાડવી. ૧૦ મિનીટ પછી ધોઇ નાખવું. આંખમાં સંતરાની છાલ કે તેનું મિશ્રણ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.
કોપરેલ
વાળ થી લઇ પગની પાની અને અંગૂઠા સુધી કોપરેલ ફાયદાકારક ગણાય છે. તે ત્વચા માટે કાળજી લેનારું સાબિત થયું છે. તેમજ તે રૂક્ષ ત્વચાને ચીકણી,મુલાયમ કરે છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે. સ્નાન કર્યાપછી કોપરેલ હળવા હાખે શરીરે લગાડવું અથવા તો તેને કોઇ પણ મોઇશ્ચરાઇઝર સાથે ભેળવીને લગાડવું. થોડીવાર પછી તે શોષાઇ જશે અને ત્વચા ચમકીલી,નમીયુક્ત અને મુલાયમ થાય છે.
કાકડી
કાકડીમાં ઠંડકના ગુણ સમાયેલા છે. કાકડી નિસ્તેજ ત્વચાને તેજસ્વી કરે છે. તેમજ ત્વચા પરના સોજા અને પફીનેસને દૂર કરે છે.
એક કાકડી અને બે-ત્રણ ચમચા દહીં ભેળવી તેની પેસ્ટ કરવી. આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાડવી અને ૧૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ત્વચાને ચમકીલી કરે છે, તેમજ તેજસ્વી કરે છે.
કોફી
કોફી ત્વચા માટે ગુણકારી છે. તેનામાં ફીનોલ્સ સમાયેલા છે જે ત્વચાને નુકસાન કરતા પરિબળો સામે લડત આપીને ત્વચાનું રક્ષણ કરે છે. એક ટેબલસ્પૂન કોફી અને એક ટેબલસ્પૂન મધને ભેળવી તેની પેસ્ટ બનાવી ગરદન અને ચહેરા પર લગાડવી કોફી ત્વચાને એક્સફ્લોઇટે કરશે અને મધ મોઇશ્ચરાઇઝર પુરુ પાડશે. જેથી ત્વચા ચમકીલી અને મુલાયમ થાય છે. શરીર પર પણ આ માસ્ક લગાડવાથી ફાયદો થાય છે.
- મીનાક્ષી