થ્રેડ લિફિટંગથી બ્યુટિને લિફટ કરાવો... .
ઉંમર ભલે ગમે એટલી હોય, પણ દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે કે તેના ચહેરા પરથી ફાઈન લાઈન્સ દૂર થઈ જાય. આઈબ્રો શેપ પરફેક્ટ હોય અને ડબલ હડપચીથી છૂટકારો મળી જાય. બદલાયેલી સૌંદર્ય ટેકનિકમાં આ સ્વપ્ન સાકાર કરવા કંઈ મોટી વાત રહી નથી. થ્રેડ લિફિટંગથી તમે આ મનચાહી સુંદરતા સરળતાથી મેળવી શકો છો.
ઘણા બધા લોકો એ વાતથી નિરાશ રહે છે કે તેમની ત્વચા ઢીલી પડી ગઈ છે. ચહેરાની કરચલીઓ અને રેખાઓને મેકઅપથી છુપાવી શકાશે, પણ ઢીલી પડી ગયેલી ત્વચાને કારણે સંપૂર્ણપણે સીધી આઈબ્રોને આર્ચ ટોપમાં લાવવા માટે થ્રેડ- લિફિટંગ ખૂબ સારો વિકલ્પ છે.
થ્રેડ એટલે છું?
થ્રેડ લિફિટંગની પ્રક્રિયા ત્વચામાં દોરો નાંખીને કરવામાં આવે છે. આ પ્રકારના દોરામાં અત્યંત નાની ટુક જેવી રચના નીકળેલી હોય છે અને તે ત્વચાની સપાટી પર સ્થિત માંસપેશીઓને કાપતી જાય છે. તેનાથી તે ક્ષેત્ર- વિસ્તાર ઉભરતો જાય છે અને ત્વચાને સખતાઈ પ્રાપ્ત થાય છે. ત્વચા મજબૂત થાય છે. થ્રેડ લિફિટંગને કન્ટુર લિફિટંગ અથવા રશિયન લિફિટંગ પણ કહેવામાં આવે છે. આ બાબત તો તેમના માટે વરદાન છે, જેઓ ચહેરા પર કોઈપણ પ્રકારની સર્જરી કરાવતા ડરે છે. શલ્ય ચિકિત્સક ગમે એટલો કુશળ કેમ ન હોય, આ સાથે જ તેમાં લાભ એ છે કે તકલીફ તો સાવ ઓછામાં ઓછી થાય છે અને ત્વચાને સારી થવામાં પણ ઓછામાં ઓછો સમય લાગે છે.
કેવી રીતે કરવામાં આવે છે?
આ માટે ત્વચામાં ખૂબ જ નાના છેદ કરવામાં આવે છે અને વિશેષ પ્રકરાના દોરાને સોઈની સહાયતાથી ત્વચામાં નાંખવામાં આવે છે. દોરાને જિન- જેગ પેટર્નમાં નાખવામાં આવે છે. આ નાના છિદ્રોને ભરાતા વધુ સમય નથી લાગતો અને કોઈપણ પ્રકારના ઘા વિના, પટ્ટી લગાડયા સિવાય, લિફિટંગ પૂરું થાય છે. એ સાચું કે આ પ્રક્રિયામાં બેહોશ કરવામાં આવે છે. પણ હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર રહેતી નથી.
લાભ
આના પરિણામે તો થોડા સપ્તાહ પછી જ જોવા મળે છે. ત્વચાની પેશીઓમાં પ્રાકૃતિક કોલેજન બનવા લાગે છે અને દોરાને આસપાસ એકત્ર થઈને તેને સ્થાયી બનાવવામાં આવે છે.
આ સર્જરીનો ઉપયોગ સાઠ વર્ષના લોકો પર પણ કરવામાં આવે છે અને તે કારગર પણ સાબિત થાય છે, પણ જો તમારી ઉંમર તેનાથી પણ વધુ હોય તો પણ તેને કરી શકાય છે, પણ તે પહેલા તમારી ત્વચાની લવચીકતા ચકાસવી જરૂરી છે.
ધ્યાન આપો
મોટાભાગના લોકો પાંચ દિવસમાં પોતાની દિનચર્યામાં પરત ફરે છે, પણ છતાંય મોંને વધુ ખોલવું અને ચહેરાની માંસપેશીઓને તાણવી જેવી વાતોથી થોડા દિવસ દૂર રહેવું પડે છે. કેટલાંક દિવસ સુધી ચહેરા પર સોજો રહી શકે છે, પણ તેના માટે બરફનો ફેસપેક લગાવી શકાય છે. કેટલાંક સમય અળાઈઓ થઈ હોય એવો અનુભવ થાય છે. પણ સમયની સાથે તે પણ ઠીક થઈ જાય છે.
જો તમે તમારી ત્વચાની દેખભાળ ખૂબ સારી રીતે કરી હોય. ઉપરાંત તડકા અને પારજાંબલી કિરણોથી તેને બચાવી હોય તો તમારા માટે થ્રેડ લિફિટંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેમની દિનચર્યા અતિવ્યસ્ત હોય તેના માટે તો થ્રેડ લિફિટંગ એક વરદાન છે.
- ભૂપેન્દ્ર પટેલ