- સમુદ્ર લવણથી લોહીનું પાણી થવું- બી.પી. વધી જવું, આંખનું તેજ ઘટવું- હાડકા ઘસાઈ જવાં અને આંતરડામાં ચાંદી પડવી વગેરે રોગો થાય છે
જ્યારે પણ ટી.વી. કે રેડિયો ચાલુ કરીએ એટલે સંપૂર્ણ આયોડાઈસ નમકના આગ્રહ રાખતી મીઠાની જાહેરાત જોવા અને સાંભળવા મળે છે. આવી ખોટી જાહેરાતને સરકારનું આરોગ્ય ખાતુ પ ણ પ્રોત્સાહન આપે છે. આયોડિન તો ઊડયનશિલ પદાર્થ છે. સમજમાં નથી આવતું કે આવી જાહેરાત દ્વારા લોકોને ભ્રમિત કરીને શા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે ?
આ મીઠું ખૂબ જ નુકસાનકારક છે. સમુદ્રમાંથી પ્રાપ્ત થતાં આ મીઠાને સામુદ્ર લવણ તરીકે આયુર્વેદમાં ઓળખવામાં આવે છે.
સમગ્ર દુનિયાની ગંદકી ગટરો દ્વારા સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. એ જ રીતે દુનિયાની બધી જ નદીઓનું દૂષિત જળ પણ સમુદ્રમાં ભળે અને વધારામાં સમગ્ર વિશ્વના રાત-દિવસ ચાલતાં કારખાના-મિલો અને કેમિકલ્સ ઈન્ડસ્ટ્રિઝની ગંદકી સતતપણે ઠલવાતી રહે. સૂર્યનારાયણની ગતિ અને ગરમીથી પુનમ અને અમાસને દિવસે થતી ભરતીથી સમુદ્રના કિનારે તૈયાર કરેલા અગરો (મીઠાના ખેતરો)માં આ પાણી ઠલવાય છે. એ ગરમીથી સુકાઈને પાવડર જેવું થાય એ દ્રવ્ય એ જ મીઠું ! આમ સમુદ્ર લવણમાં આયોડિન મેળવીને - શુદ્ધ કરીને બજારમાં મૂકે છે અને લોકોના મનમાં ઠસાવવામાં એમનું જ મીઠું આરોગ્યપ્રદ છે, એવું જાહેરતરૂપી યુદ્ધ છેડે છે.
આ મીઠું આરોગ્યપ્રદ આજની પરિસ્થિતિમાં તો નથી જ ! ભૂતકાળમાં આટલી બધી ગંદકી સમુદ્રમાં નહોતી ઠલવાતી. આટલા બધા ઉદ્યોગો પણ નહોતા. તેથી ભલે એ જમાનામાં ઉપયોગ થતો હતો. આજના કાળમાં આ મીઠું બંધ કરવું જ જોઈએ.
સમુદ્ર લવણની અવેજીમાં સૌથી શ્રેષ્ઠ અને સ્વાસ્થ્યપ્રદ સિંધવ મીઠાનો (ઉપવાસમાં વપરાતું મીઠું) ઉપયોગ કરવાનો સમય હવે પાકી ગયો છે.
સમુદ્ર જેવી ગંદકી એમાં હોતી નથી. એમાં માત્ર વનસ્પતિનો કચરો જ હોય છે. વળી એના ઉપર ચંદ્રનો પ્રકાશ પડતો હોવાને કારણે એનો સ્વભાવ શિતળ હોય છે. એની ઉત્પતિસ્થાન- રાજસ્થાન- ભાગલા પહેલાનું સિંધ અને પંજાબ વગેરે રાજ્યોની ખીણોમાં છે.
સમુદ્ર લવણથી લોહીનું પાણી થવું- બી.પી. વધી જવું, આંખનું તેજ ઘટવું- હાડકા ઘસાઈ જવાં અને આંતરડામાં ચાંદી પડવી વગેરે રોગો થાય છે.
જ્યારે સિંધવ મીઠું સ્નિગ્ધ- અગ્નિને પ્રદિપ્ત કરનાર- ભુખ લગાડનાર- ખોરાક પચાવનાર- રુચિ ઉપજાવનાર- તાસીરે ઠંડુ- આંખોને હિતકારી- સુખકારક- વાત-પિત્ત-કફની વિકૃતિ દૂર કરનાર છે.
સિંધવ મીઠુ રૂચિકારક, જાતિયશક્તિ વધારનાર, આંખોને હિતકારી-અગ્નિ પ્રદિપ્ત કરનાર, ખોરાક પચાવનાર, શુદ્ધ, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ પચવામાં હલકુ અને ઠંડુ છે. વળી અતિદાહિ-સુક્ષ્મ-હૃદયને હિતકારી, વાત-પિત અને કફની વિકૃતિ દૂર કરનાર- વ્રણને રૂઝવનાર- મળાવરોધ દૂર કરનાર તથા હૃદયરોગનો નાશ કરનાર છે. વૃક્કરોગ એટલે કે કિડનીના રોગોમાં પણ વાપરી શકાય છે.
આટલા બંધા ગુણો જોયા પ છી આપ શું વિચારો છો ? છેલ્લાં પચીસ વર્ષોથી સિંધવ મીઠું જ વાપરનારા લોકો પણ છે. સેંકડો દર્દીઓ કાયમ માટે સિંધવ વાપરતાં થયા છે. સિનિયર સિટિઝન વડિલોએ તો આ બાબતમાં ગંભીરતાંથી વિચારીને સિંધવ વાપરવાની શરૂઆત તથા પ્રચાર કરવો જોઈએ. કારણ સિત્તેરથી એંસી ટકા વડિલો હાઈબ્લડપ્રેશરના દરદી હોય છે. દસ ટકા જેટલાંઓએ એજિયો પ્લાસ્ટિ કરાવેલી હોય છે.
આ ઉપરાંત ઢિંચણનો વા- કમરનો દુ:ખાવો- સર્વાઈકલ સ્પેંડીયોલાયસિસ, લંબર સ્પોંડિયો લાયસિસ, અપચો, ગેસ, મળાવરોધ- આંખોની નબળાઈ વગેરેથી પીડાતાં જ હોય છે. ત્યારે એમના માટે સિંધવ જ શ્રેષ્ઠ છે.
ભગવાનને થાળ કે નૈવેદ્ય ધરાવીએ ત્યારે પણ સિંધવ જ વપરાય છે. ઉપવાસના દિવસોમાં પણ આ ફરાળી મીઠુ સિંધવ જ વપરાય છે. આપણા શરીરમાં નાભિથી ડાબી બાજુએ તલ જેટલો જે અગ્નિ રહેલો છે એ જઠરાગ્નિ કે પાચકાગ્નિ કહેવાય છે.
ગુણકારી સિંઘવ નમકના ઉપયોગ અનેક
એ વાત સર્વવિદિત છે કે સિંધાલુણ તરીકે ઓળખાતું સિંધવ મીઠું વ્રત-ઉપવાસની ખાદ્ય સામગ્રી બનાવવામાં ઉપયોગી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંધાલુણ અન્ય ઘણી રીતે પણ ખૂબ ગુણકારી છે. તે આપણી ત્વચા, સ્વાસ્થ્ય અને અન્ય ઘરેલૂ કામો માટે પણ ઉપયોગી થઈ પડે છે. જેમ કે..,
જો તમારા હાથની ત્વચા રૂક્ષ-શુષ્ક લાગે તો જેતૂનના તેલમાં અડધી ચમચી સિંધવ મીઠું ભેળવીને તેનાથી હાથ પર માલીશ કરો. તમારા હાથ સુંવાળા થઈ જશે. એટલું જ નહીં, ત્વચા પર પડેલી કરચલીઓ પણ ઝાંખી પડશે.
જો તમે થાકી ગયા હો, માનસિક તારણ અનુભવતા હો તો સ્નાનના પાણીમાં એક મોટો ચમચો ભરીને સિંધવ નમક નાખી દો. તે ઓગળી જાય એટલે એ પાણીથી સ્નાન કરો. થોડીવારમાં જ તમે હળવાશ અનુભવશો.
ચાલી ચાલીને કે પછી કલાકો સુધી ખુરશી પર બેસવાથી પગમાં સોજા ચડી આવ્યા હોય, પગ દુખી આવ્યા હોય તો હુંફાળા પાણીમાં બે મોટા ચમચા ભરીને સિંધવ મીટું નાખો. આ પાણીમાં પંદરેક મિનિટ સુધી પગ ડૂબાડી રાખો. તમારો સઘળો થાક દૂર થઈ જશે.
આ તો થયા સિંધવ નમકથી શરીરને થતાં ફાયદા. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તે અન્ય ઘણી રીતે વાપરી શકાય છે. જેમ કે તાંબા અને પીતળના વાસણો કાળા પડી ગયા હોય તો લીંબુના રસમાં થોડું સિંધાલુણ નાખો. તેને મિક્સ કર્યા પછી લીંબુના એ જ ફોતરા વડે તાંબા-પીતળના કાળા પડી ગયેલા વાસણ ઘસો. થોડીવારમાં વાસણ ચમકી ઉઠશે. અને જો વાસણ બળી ગયું હોય તો બળેલા ભાગ પર સિંધવ નમક નાખીને સ્ક્રબર વડે ઘસો. થોડીવારમાં વાસણ સાફ થઈ જશે.
રસોડામાં પડેલા ડાઘ-ધાબા દૂર કરવામાં પણ આ નમક ખપ લાગે છે. રસોઈ કરતી વખતે રસોડામાં ક્યાંકને ક્યાંક ડાઘ-ધાબા પડે જ છે. તેને દૂર કરવા એક ચમચી લિક્વિડ ડિટર્જન્ટમાં સિંધવ નમક નાખીને ડાઘ-ધાબા પર ઘસો. થોડીવારમાં ગંદકી ગાયબ થઈ જશે.


