Get The App

શ્રીમંતાઈના પ્રતિક સાદગીના સૌંદર્ય સમા સૌમ્ય-હળવા રંગો

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
શ્રીમંતાઈના પ્રતિક સાદગીના સૌંદર્ય સમા સૌમ્ય-હળવા રંગો 1 - image

રંગો  એક  શબ્દ બોલ્યા વિના પણ ઘણું કહી જાય છે. કહેવાનો અર્ત એ છે કે 'હર રંગ કુચ કહેતા હૈ...' જ્યારે  રાતા રંગનેહોટ ગણવામાં  આવે છે, ત્યારે હળવાં- આંખોને  ટાઢક  પહોંચાડતા  રંગો સમૃદ્ધિના  પ્રતિક ગણાય  છે.  મોટાભાગના શ્રીમંત લોકો ઘેરા-બોલકણાં  રંગના વસ્ત્રો પહેરવાને બદલે બેઝ, આઈવરી ટોપ  જેવા હળવા રંગના પરિધાન પસંદ કરે છે.

ટોચના ફેશન  ડિઝાઈનરો અને લક્ઝરી  ગુડ્સ લેબલ કહે છે કે અતિધનાઢય  લોકો ક્યારેય  તેમની સંપત્તિનો દેખાડો નથી કરતાં  તેઓ ચોક્કસ  વર્તુળની બહાર ખાસ દેખાવાનું પણ પસંદ નથી કરતાં. તેઓ સ્વયં  શાંત-સરળ-નમ્ર   રહેવાનું પસંદ કરતાં  હોવાથી   તેમને ઘેરા  રંગો કરતાં હળવા કલરના  પોશાક પહેરે  છે. તેઓ  સાદગીના સૌંદર્યમાં   માને છે.  તેમના માટે  ગુણવત્તા   સર્વોપરી  હોય છે. ગાઢ રગો આંખો આંજી  નાખતા હોય છે, જ્યારે હળવી  રંગો ધ્યાનાકર્ષક  બની રહે છે.  તે શાંત-સૌમ્ય હોવાની છાપ  છોડે છે.

ફેશન  ડિઝાઈનરો  કહે છે કે સોફ્ટ  બ્રાઉન   અને ક્રીમ જેવા  હળવાં-સૌમ્ય  રંગો જે તે વ્યક્તીના આત્મવિશ્વાસના પ્રતિક બની  રહે છે.  તેમની જીવનશૈલીને આંખો    આંજી દેતી  ચમકદમકની જરૂર  નથી હોતી. જોતાવેંત શાંતિ મળે એવા કલર જે તે વ્યક્તિની સૌમ્ય - સમજદાર  વિચારસરણી  દર્શાવે  છે.  આવું વ્યક્તિત્વ  વગર કહ્યે પોતાની શક્તિ-પ્રાવિણ્ય  દેખાડી દે છે.

અહીં આપણી  એક ઉક્તિ  બિલકુલ  બંધ બેસે છે,  'ખાલી ચણો વાગે ઘણો' કહેવાનો અર્થ  એ છે કે જેમની પાસે ઝધાઝું ન હોય તે બહુ બડાઈ હાંકે. પરંતુ જેમની  તિજોરીઓ  ભરેલી હોય  તે ઠાવકા  થઈને બેસી રહે. રંગોનું  પણ  એવું જ ચે. આઈવરી, ટૌપે, , એકરુ (બેજ,  ગ્રેઈશ યેલો અને  બ્રાઉન  અંડરટોનનું મિશ્રણ), સ્ટોન, કેમલ, ઓટમીલ, ડસ્ટી રોઝ જેવા હળવા  રંગો ઠરેલ  લાગે છે. તે તટસ્થતાના   પ્રતિક બની  રહે છે.

કદા આ કારણે જ દેશ-વિદેશના શ્રીમૅતો, સેલિબ્રિટીઓ  મોટાભાગે  સૌમ્ય કલરના  વસ્ત્રોમાં   જોવા મળે છે.

ડેવિડ બેકહેમની  જ વાત કરીએ તો વર્ષ  ૨૦૨૪ના વિમ્બલડન   ટેનીસ ચેમ્પિયનશીપ  દરમિયાન  તેમણે ક્લાસિક  બેઝ કલરનું  સુટ પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું  હતું. જ્યારે તાજેતરની 'ટાઈમ  ૧૦૦ સમિટ' વખતે  ડચેસ  ઓફ સક્સેસ મેઘને પણ આવો જ રંગનો સુટ પહેરીને પોતાની  સૌમ્યતા દર્શાવી હતી.

ઘરઆંગણાની  વાત કરીએ  તો તાજેતરમાં   મુંબઈના  બીકેસીમાં  યોજાયેલા   'વેવ્સ ૨૦૨૫' માં દીપિકા પદુકોણે  બેજ કલરની  એમ્બ્રોઈડરી કરેલું કેમલ કલરનું કુરતી  સુટ પહેરીને  નોખી  છાપ  છોડી હતી. જ્યારે તાજેતરમાં વિરાટ   કોહલી બેજ રંગના કો-ઓર્ડ   સેટમાં અને અનુષ્કા શર્મા  દૂધ જેવા ધોળા- કોઓર્ડ સેટમાં  પરસ્પર  ભેટી પડતાં  દેખાયા હતા.

ટૂંકમાં  હળવાં- સૌમ્ય  રંગો આજે વૈભવાના  પ્રતિક બ ની ગયાં  છે. ગર્ભશ્રીમંતો  , એટલે કે પેઢી  દર પેઢીથી  વૈભવમાં   આળોટતાં, મોઢામાં સોના-ચાંદીના ચમચી લઈને અવતરેલા  લોકો પોતાની શ્રીમંતાઈનું  પ્રદર્શન   નથી કરતાં. બલ્કે હળવા રંગના વસ્ત્રો પહેરીને  પોતાનું સૌમ્ય  - ઠરેલ વ્યક્તિત્વ  દર્શાવે છે.

- વૈશાલી ઠક્કર