ગંગુબાઈ કાઠીયાવાડીથી ગંગુબાઈ હંગલ... તળથી ટોચ સુધીની સફર
- અંતર - રક્ષા શુક્લ
વાંચતી લખતી સમજતી હું શરણ થઇ,
પ્રેમ કરવાની મજા આવી અભણ થઇ.
શૂન્ય થઈને આવી ઈશ્વર આખરે હું,
લાગણી મારી તૂટીને ભાગ ત્રણ થઇ.
ખીલશે ફૂલ લાગણીનાં વાત ખોટી,
એ મહોબ્બતની જગા ભીતરમાં રણ થઇ.
જીવ છે 'દીવાની'નો એ શબ્કાગળ,
એ મઝારે જઇ ગઝલ'ને ગીત પણ થઇ.
- વાસવદત્તા નાયક 'દીવાની'
આપણે ત્યાં શાોમાં કહ્યું છે કે સાહિત્યસંગીતકલાવિહિન સાજ્ઞાાપ્તશુપુચ્છવિશાળહિન । જેના જીવનમાં સાહિત્ય-સંગીત-કલા નથી એનું જીવન પશુતુલ્ય છે. વળી ગીતાજીના દસમાં અધ્યાયમાં પણ સંગીતનું મહત્વ દર્શાવતા શ્રીકૃષ્ણ કહે છે કે વેદાનાસામવેદોડસ્મિ। વેદોમાં સામવેદ હું છું. જ્ઞાાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગની ત્રિવેણી સમાન સામવેદના મંત્રો સંગીતમય હોવાથી ગાઈ શકાય છે કારણ કે ષિઓએ ચોક્કસ મંત્રોનું સંકલન કરીને ગાવાની પદ્ધતિ વિકસાવી. સામવેદ એ આખો સંગીતમય વેદ છે. અગ્નિ પુરાણ અનુસાર સામવેદના વિવિધ મંત્રોના જાપ કરવાથી ઘણા રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે અને મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. હવે આધુનિક વિદ્વાનોએ પણ એ હકીકતને સ્વીકારવાનું શરૂ કર્યું છે કે તમામ સ્વર, તાલ, લય, છંદ, ચાલ, મંત્ર, સ્વર ચિકિત્સા, રાગ, નૃત્યની મુદ્રાઓ, અભિવ્યક્તિઓ વગેરે સામવેદમાંથી ઉવ્યા છે. ગાયન એ માનવતાના સૌથી સુંદર ઓર્ગેનિક સ્વરૂપોમાંનું એક છે જે શુદ્ધ અને નિર્ભેળ આનંદ આપે છે. સાચું મનુષ્યત્વ એ સાહિત્ય, સંગીત અને કલાથી જ નિર્માણ પામે છે. ડાન્ટેની ડિવાઇન કોમેડીનો પૂર્ણ અનુવાદ કરનાર અમેરિકન ફાયરસાઇડ કવિ અને અધ્યાપક હેનરી વર્ડઝવર્થ લોન્ગફેલો પણ કહે છે કે ...
God sent his Singers upon earth
With songs of sadness and of mirth,
That they might touch the hearts of men,
And bring them back to heaven again.
ભારતીય શાીય સંગીતની અનેક મહાન ગાયિકાઓમાંના એક કેસરબાઈ કેરકરનું નામ કોઈ પરિચયનું મોહતાજ નથી. વૈજ્ઞાાનિકોએ દૂરના અવકાશમાં અન્ય જીવોના અસ્તિત્વને શોધવા અને જણાવવા માટે ૧૯૭૭માં વોયેજર ૧ અને વોયેજર ૨ ગોલ્ડન ડિસ્ક લોન્ચ કરી હતી. આ બંને ફોનોગ્રાફિક રેકોર્ડ છે. તેમાં પૃથ્વી પરના લગભગ દરેક વસ્તુનો અવાજની સાથે એક અવાજ કેસરબાઈનો પણ છે. વિશ્વ વિખ્યાત નૃવંશવિજ્ઞાાની રોબર્ટ બ્રાઉન તેમના ગાયનને શ્રેષ્ઠ માનતા હતા. કેસરબાઈ ભારતનો એ ચમકતો હીરો છે જેનો અવાજ આજે સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. તાજેતરની સંજય લીલા ભણસાલીની આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠીયાવાડી' ૧૯૩૯માં જન્મેલા, પ્રતિષ્ઠિત પરિવારના એકમાત્ર દીકરી ગંગુબાઈ કાઠિયાવાડીના યાતનામય અને સંઘર્ષભર્યા જીવન પર આધારિત છે. નાન૫ણથી જ અભીનેત્રી બનવાનું સપનું જોતા ગંગુબાઈ કાઠિયાવાડીને અભ્યાસ કરતાં ફિલ્મોમાં વધુ રસ હતો. આથી મુંબઈ જવા ઉત્સુક હતા. માનવતા મહેકાવી જાય તેવા ઘણા સામાજિક કાર્યોે તેમણે કર્યા છે જે મુવીમાં દેખાડવામાં આવ્યું નથી. ૬૦ના દાયકામાં 'મેડમ ઓફ કમાઠીપુરા'નું બિરુદ પામેલા ગંગુબાઈના ફોટાને કમાઠીપુરાના લોકો તેમના ઘરોમાં આજે પણ મંદિરમાં સ્થાન આપીને, આરતી ઉતારીને પ્રસાદ વહેચે છે.
તળથી ટોચ સુધીની સંઘર્ષપૂર્ણ સફર કરનાર આવું જ એક સ્વનામ ધન્ય નામ કર્ણાટકના ધારવાડ જિલ્લામાં કુંદગોલ ખાતે (હુબલીથી ૩૦ કિમી દૂર), ૧૯૧૩માં જન્મેલા ભારતીય શાીય સંગીતની ખયાલ શૈલીનાં અને 'કિરાના ઘરાના'ના પ્રસિદ્ધ અને નોંધનીય ગાયિકા ગંગુબાઈ હંગલનું છે જેઓ તેમનાં ઊંડા અને બુલંદ અવાજ માટે જાણીતા હતા. તેમણે ભારતીય શાીય સંગીતની ખયાલ શૈલીમાં ૫૦ થી વધુુ વર્ષો સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેમના માતા અંબાબાઇ તથા નાની કમલાબાઈ ખ્યાતનામ કર્ણાટકી સંગીતજ્ઞા અને ગાયિકા હતા. ગંગુબાઈ માતાને યાદ કરતા લખે છે કે 'મા તો એટલું સારું ગાતી હતી કે મોટા મોટા સંગીતકારો તેને સાંભળવા આવતા. કિરાના ઘરાનાના અગ્રદૂત અબ્દુલ કરીમ ખાં તો અવારનવાર અંબાબાઈને સાંભળવા આવતા. મને યાદ છે કે તેઓ માની ગાયકી સાંભળીને ઘણીવાર બૂમ પાડતા હતા, 'મને એવું લાગે છે કે હું તાંજોરમાં ક્યાંક છું.' ગંગુબાઈનો જન્મ દેવદાસી પરંપરાના કેવટ પરિવારમાં થયો. અને એ સમયના જાતિવાદના કારણે હંગલ પરિવારનું કૂળ નીચું ગણાતું. વળી ગાયનનો વ્યવસાય ીઓ માટે સાવ જ યોગ્ય ન ગણાતો તેથી વર્જ્ય હતો. પરંતુ આવી અનેક સમસ્યાઓનો સામનો કરી ગંગુબાઈએ શાીય ગાયિકા તરીકે સફળ કારકિર્દી બનાવી અને ભારત સરકારના સર્વોેચ્ચ સન્માન પદ્મ વિભુષણ સુધી પહોંચ્યા. સામાન્ય પરિવારમાંથી શિખર પર પહોંચવાની તેમની સંઘર્ષકથા અતુલ્ય છે.
તેમની આત્મકથા 'મેરે જીવન કા સંગીત'માં ગંગુબાઈ લખે છે કે 'મને યાદ છે કે બાળપણમાં જ્યારે હું બ્રાહ્મણ પાડોશીના બગીચામાંથી કેરી તોડતી પકડાઈ ત્યારે મને કેવી રીતે ઠપકો આપ્યો હતો. તેમને વાંધો એ નહોતો કે મેં તેમના બગીચામાંથી કેરીઓ તોડી બલ્કે તેમણે વાંધો એ ઉઠાવ્યો કે એક નીચી જાતિની છોકરીએ તેમના બગીચામાં પ્રવેશવાની હિંમત કેવી રીતે કરી ? અને આશ્ચર્યની વાત એ છે કે હવે એ જ લોકો મને તેમના ઘરે તહેવારો માટે આમંત્રિત કરે છે.' આથક સંકટ, જાતીય ટીકા-ટીપ્પણી અને ભૂખ સાથેની સતત લડત છતાં પણ તેઓ સતત મહેનત અને રિયાઝ કરતા. સ્વર કિન્નરી લતા મંગેશકરે તબિયત નાદુરસ્ત હોવા છતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 'આજના નવા ગાયકો રિયાઝને પૂરતો સમય આપતા નથી. રિયાઝ અને શાીય સંગીતની પૂરતી તાલીમ જ તમને લાંબો સમય ટકી રહેવાની ક્ષમતા આપે છે. મારા પ્રાઇમ ટાઇમમાં પણ હું એક રેકોડગ રૂમથી બીજા રેકોડગ રૂમ સુધી સતત દોડાદોડ કરતી હતી ત્યારે પણ મેં રિયાઝ છોડયો નહોતો.' ટોચની શાીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાનો તો તકિયા કલામ જ એ છે કે - 'રિયાઝ કરો ઔર રાજ કરો...'
પુત્રી ગંગુબાઈમાં જન્મજાત સંગીતનો લગાવ અને પ્રતિભા જોઇને માતાએ પોતે સંગીત છોડી દીધું. દીકરીનું શાળાકીય શિક્ષણ પૂર્ણ થયા પછી પરિવાર હુબલી આવતા ગંગુબાઈનું શાીય સંગીતનું શિક્ષણ 'કૃષ્ણાચાર્ય સંગીત એકેડમી'માં શરૂ થયું. માતાએ સુનિશ્ચિત કર્યું કે તેની પુત્રી એચ. કૃષ્ણાચાર્ય અને કિરાના ઉસ્તાદ સવાઈ ગાંધર્વ જેવા સંગીતના દિગ્ગજ કલાકારો પાસેથી હિંદુસ્તાની શાીય સંગીતનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવે. તેમની ગાયકીને અસલી દિશા પંડિત સવાઈ ગાંધર્વના શિક્ષણથી મળી. દેવદાસી પરંપરા મુજબ ૧૯૨૯માં માત્ર ૧૬ વર્ષની વયે ગંગુબાઈના લગ્ન તેમના યજમાન ગુરુરાવ કૌલગી સાથે થયા. પરંતુ ગુરુ રાવનો સાથ લાંબો સમય ન ટક્યો. ૪ વર્ષ પછી ગુરુ રાવ મૃત્યુ પામ્યા. ગંગુબાઈએ બે પુત્રો અને એક પુત્રીને ક્યારેક તેમના ઘરેણાં તો ક્યારેક ઘરના વાસણો વેચીને ઉછેર્યા. ગંગુબાઈને સંગીત માટેનો લગાવ એટલો તીવ્ર હતો કે કંદગોલ સ્થિત તેમના ગુરુ સુધી પહોંચવા તેઓ ૩૦ કિ.મી. ટ્રેનમાં મુસાફરી કરીને પછી પગપાળા જતા. તે સમયે ખયાલ ગાયકી તેમ જ ભક્તિ સંગીતના સુપ્રસિદ્ધ ગાયક પંડિત ભીમસેન જોશી પણ ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર સવાઈ ગાંધર્વના ઘરે રહીને જ તેમની પાસેથી સંગીતનું શિક્ષણ મેળવતા હતા. આત્મકથામાં ગંગુબાઈ જણાવે છે કે 'ગુરુભાઈ ભીમ અન્ના કુંદગોલ ખાતે ગુરુજીના ઘરે રહેતા હતા. હું કલાકો સુધી તેમની સાથે બેસીને રિયાઝ કરતી હતી. સાંજે તેઓ મને સ્ટેશન પર લઈ જતા. હાથમાં ફાનસ લઈને મને છોડવા આવતા હતા.' ગંગુબાઈએ તેમના ગુરુ સવાઈ ગાંધર્વના શિક્ષણ વિશે વાત કરતા કહ્યું હતું કે 'મારા ગુરુજીએ શીખવ્યું હતું કે કંગાળ વ્યક્તિ તેના પૈસા સાથે જેવી રીતે વ્યવહાર કરતી હોય એ જ રીતે ગાયકે તેના સુરનો ઉપયોગ કરવો. જેથી સાંભળનાર રાગની દરેક વિગતનું મહત્વ સમજી શકે.' તેમણે ભારત રત્ન સન્માનિત પંડિત ભીમસેન જોશી પાસેથી પણ સંગીતનું શિક્ષણ લીધું. કિરાણા ઘરાનાની પરંપરાને જાળવી રાખતા ગંગુબાઈ ઘરાનાની શુદ્ધતા અને તેની શૈલી સાથે સમાધાન કરવાના પક્ષમાં જરા પણ ન હતા. ગંગુબાઈને તેમના ભૈરવ, આસાવરી, તોડી, ભીમપલાસી, પુરિયાધનાશ્રી, મારવા, કેદાર અને ચંદ્રકૌસ રાગોની પ્રસ્તુતિ માટે સૌથી વધુ પ્રશંસા મળી હતી. તેમણે એકવાર કહ્યું હતું કે 'હું રાગોને ધીમે ધીમે આગળ વારવાનો અને તેને ધીમે ધીમે ખોલવાની હિમાયતી છું જેથી સાંભળનાર આગળના પગલાની આતુરતાથી રાહ જુએ.' અને હકીકતમાં તેઓ દરેક રાગને એટલા ધીરે ધીરે ખોલતા હતા જાણે સૂરજના દરેક સોનેરી -જુ કિરણથી ફૂલની એક એક પાંખડી ધીરેથી પોતાનો અસબાબ ખોલતી હોય.
ઉત્તર કર્ણાટકના ધારવાડ જિલ્લાએ હિન્દુસ્તાની શાીય સંગીતના ક્ષેત્રમાં દેશને ઘણા પ્રખ્યાત નામો આપ્યા છે. જેમાં ભારત રત્ન પંડિત ભીમસેન જોશી, પંચાક્ષરી ગવઈ, પંડિત પુત્રાજુ ગવઈ, પંડિત સવાઈ ગાંધર્વ અને પંડિત કુમાર ગાંધર્વનો સમાવેશ થાય છે. આ બધા દિગ્ગજ કલાકારો વચ્ચે પણ ક્યારેય હાર ન માનીને ગંગુબાઈ પોતાના સંગીતના માર્ગ પર અડગ રહ્યાં અને હિન્દુસ્તાની શાીય સંગીતના દિગ્ગજ કલાકારોમાં પોતાનું સ્થાન બનાવ્યું. વર્ષ ૧૯૪૫ સુધી, તેમણે દેશના વિવિધ શહેરોમાં ખયાલ, ભજન અને ઠુમરી પર આધારિત ઘણા કાર્યક્રમો કર્યા. ઓલ ઈન્ડિયા રેડિયો પર પણ તેઓ નિયમિત રજૂ થતા. આ સિવાય ગંગુબાઈને અનેક નામાંકિત સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ભારતના અનેક મહોત્સવોમાં અને તહેવારોમાં તેમની સાંગીતિક પ્રસ્તુતિ માટે બોલાવવામાં આવતા હતા. ખાસ કરીને તે મુંબઈના ગણેશોત્સવમાં ગાવું તેમને ખૂબ ગમતું. ૧૯૪૫ પછી, તેમણે સેમી-ક્લાસિકલ શૈલીમાં ગાવાનું બંધ કર્યું અને માત્ર શુદ્ધ શાીય શૈલીમાં જ ગાવાનું ચાલુ રાખ્યું. પુરુષપ્રધાન સમાજની વિરોધાભાસી નીતિ-રીતી માટે ગ્લાની સાથે તેઓ કહેતા કે 'જો મુસ્લિમ સંગીતકાર હોય તો તેને ઉસ્તાદ કહેવામાં આવે છે, જો તે હિન્દુ હોય તો તેને પંડિત કહેવામાં આવે છે. પરંતુ કેસરબાઈ અને મોગુબાઈ જેવા સંગીતના વિદ્વાનો ફક્ત 'બાઈદ જ રહે છે.'ગંગુબાઈએ વર્ષોે સુધી કર્ણાટક વિશ્વવિદ્યાલયમાં સંગીતના પ્રાચાર્યા તરીકેનું પદ શોભાવ્યું.
સીધુંસાદું વ્યક્તિત્વ ધરાવતા ગંગુબાઈ ખૂબ સરળ અને ડાઉન ટુ અર્થ જીવનારા હતા. એવું કહેવાય છે કે જ્યારે વારાણસીના શાીય ગાયિકા સિદ્ધેશ્વરી દેવી બીમાર પડયા અને લકવો થયો ત્યારે ગંગુબાઈ હંગલ તેમને મળવા ગયા. તેમણે સિદ્ધેશ્વરી દેવીને પૂછયું કે તેમને કંઈ જોઈએ છે ? ત્યારે સિદ્ધેશ્વરી દેવીએ કહ્યું કે 'મને રાગ ભૈરવી સંભળાવો.' ગંગુબાઈએ રાગ ભૈરવી શરૂ કર્યોે જેને સાંભળીને સિદ્ધેશ્વરી દેવીની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. કોઈ વિરલ ગાયિકા જ આ રાગમાં છુપાયેલ ઉજાસને પોતાના સૂરો વડે પ્રગટ કરે છે. જ્યારે ગંગુબાઈ સિદ્ધેશ્વરી દેવીની સામે રાગ ભૈરવી ગાતા હતા, ત્યારે એ રાગમાંથી નીકળતા ઉજાસના એ કોમળ કિરણો કદાચ સિદ્ધેશ્વરીના શ્વાસોને ડૂબવાથી બચાવી રહ્યા હતા. હિન્દુસ્તાની શાીય સંગીતના આ બે દિગ્ગજ ગાયિકાઓ વચ્ચેની આ ઘટના તેમના સમયના માનવીય મૂલ્યોનો સાર છે. તેમની વચ્ચેના સુરીલા જોડાણને અને એકબીજા પ્રત્યેના આદરને વ્યક્ત કરે છે. ગંગુબાઈ હંગલ કરતાં વધુુ કોણ જાણે છે કે ગાવાનું ફક્ત રિયાઝથી જ આવતું નથી. તેના માટે જીવનના દુ:ખ, પીડા અને યાતનાઓમાંથી રસાઈને જે આવે એ સહન કરવું પડે છે. જેની લોહીઝાણ અસર પછી તેમના અવાજમાં જન્મે છે જે છાતી ફાડી નાખે છે. સિદ્ધેશ્વરી દેવીની સામે એ જ અવાજ હતો જે રિયાઝથી ખીલ્યો હતો પણ તેની તાસીર જીવનમાંથી ઉભરાઈને આવતી હતી. મહાન અંગ્રેજી રોમેન્ટિક કવિ પર્સી શેલીએ કહ્યું છે કે “Our sweetest songs are those of saddest thought.” તેમના અવાજમાં દર્દ હતું પણ કટુતા ન હતી. ફરિયાદ ન હતી. તેમણે પોતાના કંઠના માધુર્યથી ભક્તિ સંગીતને એક નવી ઊંચાઈ બક્ષી તેના કારણમાં ઈશ્વર તરફની તેમની અગાધ શ્રદ્ધા અને આસ્થા હતા.
જૂની પેઢીનું નેતૃત્વ કરતા ગંગુબાઈએ ગુરુશિષ્ય પરંપરાને સમર્થન આપી આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું. ગંગુબાઈ હંગલને રાજ્ય અને ભારત સરકાર તરફથી ઘણા સન્માન અને પુરસ્કાર મળ્યાં. ૧૯૬૨માં કર્ણાટક સંગીત નૃત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૭૧માં ભારત સરકાર તરફથી પદ્મ ભુષણ, ૧૯૭૩માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૮૪માં તાનસેન એવોર્ડ, ૧૯૯૬માં સંગીત નાટય અકાદમી ફેલોશીપ, ૧૯૯૭માં દીનાનાથ પ્રતિષ્ઠાન, ૧૯૯૮માં માણિક રત્ન પુરસ્કાર, ૨૦૦૨માં પદ્મ વિભુષણ જેવા અસંખ્ય સન્માનો પ્રાપ્ત થયા. કર્ણાટક યુનિ.એ ગંગુબાઈને ડોકટરેટની ઉપાધિથી નવાજ્યા એ વાત પર રમૂજ કરતા ઘણીવાર તેઓ કહે છે કે 'મેં તો પાંચમા ધોેરણથી આગળ અભ્યાસ કર્યોે જ નથી.' તેમને 'ષડજસામ્રાજ્ઞાી'નું બિરુદ પણ મળેલું હતું.
ગંગુબાઈએ ૨૦૦૩માં મરો કેન્સરને મ્હાત આપી હતી. ૨૦૦૬માં ૭૫ વર્ષની ઉંમરે તેમણે પોતાનો છેલ્લો કાર્યક્રમ આપ્યો. ૨૦૦૯માં હૃદયરોગના હુમલાથી ૯૬ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. તેમણે અંગદાનના સંદેશને ફેલાવવા નેત્રદાન કર્યું હતું. તેમના મૃત્યુ સાથે સંગીત જગતે હિન્દુસ્તાની શાીય સંગીતનો એક યુગ આથમી ગયાની લાગણી અનુભવી. ગંગુબાઈએ પોતાની શાીય ગાયકીને શુદ્ધતા સાથે જોડી હતી. તેઓ દ્રઢપણે માનતા કે સંગીત એ ભગવાન સાથેનો સીો અંતરસંવાદ છે જે માર્ગમાં આવતા તમામ અવરોધોેને પાર કરી જાય છે.
ઇતિ
ઈશ્વર એક વાર એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતાં પહેલાં તે ક્ષણ લઇ લે છે.
-સ્વેટ મોર્ડન