Get The App

નવરાત્રિમાં પુરુષો માટે ફ્યુઝન ફેશન

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિમાં પુરુષો માટે ફ્યુઝન ફેશન 1 - image

નવરાત્રિમાં ગરબા રમવાનો શોખ હોય પણ સાથે જ ખૂબ ટ્રેડિશનલ લુક ધારણ કરવો પસંદ ન હોય તો સિમ્પલ લુકમાં પણ પ્રસંગના રંગમાં ભળી શકાય. નવરાત્રિમાં બદા લોકો ટ્રેડિશનલ કપડાં પહેરવાનું પસંદ કરે છે. પહેલાં મળતાં ટિપિકલ બાંધણીનાં શર્ટ હવે આઉટ ઑફ ટ્રેન્ડ છે. એને બલે હવે સલવાર-કુરતો અને પઠાણી સૂટ નવરાત્રિમાં પહેરી શકાય. જોઈએ કેટલાક પર્યાયો.

પઠાણી સલવાર-કુરતો

પઠાણી સલવાર પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે. આ સલવાર પહોળી હોવાને લીધે ગરબા રમવામાં આસાની રહેશે. પઠાણી સલવાર ધોતી જેટલી પહોળી પણ નથી હોતી, પરંતુ પગ થોડા ફ્રી લાગશે. કલમકારી સલવારનો પણ ખાસ્સો ટ્રેન્ડ છે. કૉટન પર કલમકારી ડિઝાઈનવાળી સલવાર પ્લેન કૉન્ટ્રાસ્ટ કલરના કુરતા સાથે સારી લાગશે. પઠાણી સૂટ પહેરો ત્યારે સાથે દુપટ્ટો લેવાની જરૂર નથી. એને બદલે ફક્ત ખભા પર રાખવાનો ચેક્સવાળો સ્કાર્ફ લઈ શકાય. સલમાન ખાને ફિલ્મ 'એક થા ટાઈગર'માં પહેર્યા હતા એવા સ્કાર્ફ આ વર્ષે ખૂબ ચાલશે.

ચૂડીદાર નહીં

ખરેખર મસ્તીથી રમવા જતા હો તો ચૂડીદાર અવૉઈડ કરો, કારણ કે ચૂડીદાર થાઈસ પાસેથી ટાઈટ હોય છે. ચૂડીદારનું ફિટિંગ રમવામાં નડશે અને શક્ય છે કે ક્યારેક એ ફાટી પણ જાય. માટે ચૂડીદાર-કુરતો પહેરવાનું ટાળો. જો પહેરવો જ હોય તો કેડિયા સાથે પહેરાતો  ચોયણો પહેરી શકાય, કારણ કે એ થાઈસ પાસેથી થોડો લુઝ હોય છે.

કુરતાની પેટર્ન

કુરતામાં ખૂબ જુદી-જુદી પેટર્ન મળી રહે છે. હવે સામાન્ય ગોઠણ સુધીની લંબાઈના કૉલરવાળા શોર્ટ કુરતાથી લઈને લાંબા શેરવાની સ્ટાઈલના કુરતા અત્યારે ચાલી રહ્યા છે. રાઉન્ડ ઊભા કૉલરવાળા કુરતા અને થોડી ડીપ વી નેક સારી લાગશે. કુરતામાં શોલ્ડર પાસે વર્ક હોય એવી ડિઝાઈન પસંદ કરો અને જો પ્લેન કુરતો હોય તો ફક્ત પીઠના ભાગમાં એક મોટી મોટિફ કે પ્રિન્ટ મુકાવી શકાય. આ સિવાય કુરતો પ્લેન રાખો.

મટીરિયલ

આ નવરાત્રિ છે, લગ્નસરા નહીં એટલે કોઈ પણ ઝરદોસી, મોતીકામ કે એમ્બ્રૉઈડરી કરેલા કુરતા ન પહેરવા. જોકે એની શાઈની સ્લિકની સલવાર વાપરી શકાય, પરંતુ એના પર કુરતો બને એટલો સિમ્પલ હોવો જરૂરી છે. કુરતો કૉટનનો પસંદ કરવો. જરૂરી નથી કે કુરતો પ્લેન જ હોય. પ્લેન તો એમાં કોન્ટ્રાસ્ટ મોટિફ મુકાવી શકાય. પ્રિન્ટેડ કુરતા પણ સારા લાગશે. કૉટનના બાટિક કે બ્લૉક પ્રિન્ટવાળા કુરતા નવરાત્રિમાં સૂટ તશે. બાકી સિલ્કના પ્લેન કુરતા પણ પહેરી શકાય.

નવરાત્રિમાં પુરુષો માટે.. રંગો

કુરતામાં બ્લેક, બ્રાઉન, મરૂન જેવા ડાર્ક કલર્સ તેમ જ ટર્કોઈઝ, રેડ, યલો, ઑરેન્જ જેવા બ્રાઈટ કલર્સ સારા લાગશે. બ્રાઈટ કલર્સ રાતના સમયે લાઈટ્સમાં વધુ હાઈલાઈટ થશે. બ્લેક એવરગ્રીન લાગે છે અને વાઈટમાં પસીનો થશે તો ખરાબ લાગશે એ પહેરવાનું ટાળો.

જીન્સ સદાબહાર નથી

હજીયે મોટા ભાગે યુવકો કુરતા સાથે નીચે જીન્સ જ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ એનાથી તમારો લુક ટ્રેડિશનલ કરતાં કેઝ્યુઅલ વધુ લાગશે. અહીં જ્યારે ટ્રેડિશનલ પહેરો જ છો તો સલવાર જ પહેરો. 

જીન્સમાં  આમ પણ ગરમી વધુ થશે અને રમવામાં અનકમ્ફર્ટેબલ લાગશે. એટલે સલવાર-કુરતો કે પઠાણી સૂટ પહેરો. એનાથી તમારો લુક પ્રસંગને અનુરૂપ લાગશે અને તમારી ફ્રેન્ડે ચણિયા-ચોળી પહેર્યાં હશે તેની સાથે તમે સારા પણ લાગશો.

-એકતા