mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પેટની સામાન્ય તકલીફોને રાહત આપતા ફળો

Updated: Feb 12th, 2024

પેટની સામાન્ય તકલીફોને રાહત આપતા ફળો 1 - image


સામાન્ય રીતે પેટની તકલીફો અયોગ્ય આહારના કારણે થતી હોય છે. પેટની સામાન્ય તકલીફોને દૂર કરવા માટે ચોક્કસ ફળોનું સેવન કરવું જોઇએ. 

નાસપતી

નાશપતીમાં પ્રચુર માત્રામાં ફાઇબર અને પાણી સમાયેલા હોય છે. જે પેટ અને આંતરડામાંના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. નાશપતીના સેવનથી મળ મુલાયમ થતા કબજિયાતની તકલીફ સતાવતી નથી. 

સફરજન

સફરજનમાં ફાઇબરની સાથેસાથે પાણી ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. જે આંતરડાને હાઇડ્રેટ રાખીને શરીરમાંના વિષાણુ પદાર્થોને બહાર કાઢવામાં સહાય કરે છે. તેમજ સફરજન ગેસ્ટોઇટેન્ટાઇનલ એકટિવિટીને પણ વધારે છે જેથી પેટમાંના વિષાણુઓ બહાર ફેંકાય છે. 

સંતરા 

સંતરામાં ફાઇબર, વિટામિન સી અન ેભરપુર માત્રામાં પાણી સમાયેલું હોય છે. જેના સેવનથી કબજિયાતની તકલીફ રહેતી નથી. તેમાં નરિનજેનિન નામનું કમ્પાઉન્ડ સમાયેલુ ંહોય છે જે પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 

પપૈયા

પપૈયું એક માત્ર એવુ ંફળ છે જેમાં દરેક વિટામિન સમાયેલા હોય છે. નિયમિત અડધું પપૈયું ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. તેમજ પેટની સામાન્ય તકલીફોને પણ દૂર કરવામાં સહાયક નીવડે છે. પપૈયા દ્વારા જ પેપ્સિન પ્રાપ્ત થતુ ંહોય છે, જે પાચક હોય છે. તે ખાસ એ સ્થિતિઓમાં ભોજન પચાવવામાં મદદ કરે છે.

જ્યારે પાચનતંત્ર ભોજન પચાવવા માટે  પચાવવા માટે પર્યાપ્ત માત્રામાં એન્ડાઇમનું નિર્માણ કરતું નથી. ત્યારે પપૈયાનું સેવન  લાબદાયક સાબિત થાય છે. એક મહિના સુધી પપૈયાનું નિયમિત સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યાનો નિવારણ થાય છે. 

જમરૂખ

જમરૂખનું સેવન કબજિયાતની તકલીફ દૂર કરે છે. દિવસમાં એક પાકુ જામફળ ખાવાથી પેટમાં જમા થેયલ ગંદકીને દૂર કરને ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. જમરૂખમાં વિટામિન સી ભરપુર માત્રામાં  સમાયેલુ ંહોય છે. તેમાં સંતરા કરતા ંપણ વધુ ચાર ગણુ અધિક વિટામિન સી હોય છે. જે સ્વાસ્થયની સાથેસાથે સુંદરતા માટે પણ ફાયદાકારક છે. 

બીટ

બીટ શરીમાંના વિષાણુ તત્વોને બહાર કાઢીને રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. તેમાં બિટાલિન્સ નામના ફાઇટોન્યૂટ્રિએન્ટ સમાયેલું હોય છે. જે શરીરને ડિટોક્સિફિકેશનનું કામ કરે છે. તેના સેવનથી લીવર પણ સાફ રહે છે. 

કેળા

કેળામાં ફાઇબર અન ેપાણી પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. ઉપરાંત પોટેશિયમ, વિટામિન,  અને ફોલેટ પણ હોય છે. 

જે આંતરડામાં જમા થયેલ ગંદકીને બહાર કાઢવામાં સહાયક છે. કેળાના સેવનથી કબજિયાત. ગેસ, વગેરે સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત થાય છે. 

એવોકોડો

એવોકોડોમાં પ્રચુરમ ાત્રામાં ફાઇબર સમાયેલું હોય છે. જે આંતરાડાને સ્વચ્છ કરે છે. તેમજ તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને ગ્લૂટાથિયોન સમાયેલા હોય છે જે આંતરડાની દીવાલની કોશિકાઓને રિપેર કરે છે. 

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં ભરપુર માત્રામાં ફાબિર સમાયેલું હોય છે. આ ફળ કબજિયાત અન ેગેસને દૂર કરીને આંતરડામાં જામેલી ગંદકીને બહાર ફેંકે છે. તેમજ સ્ટ્રોબેરી આંતરડામાં સારા બેકટેરિયા બનાવે છે જે દરેક ઝેરી પદાર્થને બહાર ફેંકે છે. 

કીવી

કીવીમાં વિટામિન સી,પોટેશિયમ, એન્ટી ઓક્ડિડન્ટ, વિટામિન ઇ, ફાઇબર, ફોલેટ વગેરે સમાયેલા હોય છે. ફાબિર, વિટામિન સી અને ભરપુર પાણીયુક્ત કીવીનું સેવન આંતરડામાંની ગંદકી દૂર કરે છે. કીવી ફળમાં એક્ટિનિડિન નામનું એન્જાઇમ હોય છે , જે શરીરમાંના પ્રોટીનને તોડવામાં મદદ કરે છે જેથી પાચનક્રિયા સરળ બને છે.  

- સુરેખા મહેતા

Gujarat