Get The App

ડાયાબિટીસના દરદીઓને ફાયદાકારક ફળો

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
ડાયાબિટીસના દરદીઓને ફાયદાકારક ફળો 1 - image

ડાયાબિટીસ એક ગંભીર સ્વાસ્થય સમસ્યા છે. જેમાં શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધી જતું હોય છે. આ બીમારીને નિયંત્રિત કરવા માટે દવાની સાથેસાથે આહારમાં પરેજીનું પણ મહત્વ છે. ડાયાબિટસના દરદીઓને ખાવાને લઇને અનેક પ્રશ્રો મૂંઝવતા હોય છે. અહીં તેમના માટે ફાયદાકારક ફળો વિશે માહિતી આપવામાં આવી છે, જે પોતાના તબીબોની સલાહને અનુસરીને લેવાથી રાહત આપશે.

ડાયાબિટીસના દરદીઓએ ફળોના રસને બદલે ફળોને સમારીને ખાવું જોઇએ. 

કાળા જાંબુ

ડાયાબિટીસના દરદીઓ માટે કાળા જાંબુ ફાયકારક છે. તેમાં એન્થોસાઇનિન નામનું એન્ટી ઓક્સીડન્ટ સમાયેલું છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છ.ે આર્વુવેદિકની દવાઓમાં પણ કાળા જાંબુનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છ.ે તેનું સેવન સુગરને કન્ટ્રોલ કરવાની સાથેસાથે પાચનને પણ સુધારે છે. 

સફરજન

સફરજનના સેવનથી ગ્લાઇસેમિક ઇન્ડેક્સ  ઓછો થાય છે. તેમાં ફાઇબર અને પેક્ટિન ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. ફાઇબર પાચન પ્રકિયાને ધીમી કરે છે, જેથી સુગર ધીરે ધીરે રક્તમમાં ભળે છે. અને બ્લડ સુગર લેવલ  તેજીથી વધતું નથી. નિયમિત એક સફરજન ખાવાથી સ્વાસ્થનેય ફાયદો થાય છે.

જમરૂખ

જમરૂખ ડાયાબિટીસના દરદીઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં ફાઇબરની માત્રા વધુ અને ગ્લાઇસેમિક ઇન્ડેકસ ઓછો હોય છે. પેરૂ ખાવાથી બ્લ સુગર લેવલ નિયંત્રિત રહે છે. આ ઉપરાંત જમરૂખમાં વિટામિન સી પણ હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે.

પપૈયું

પપૈયું ડાયાબિટીસના દરદીઓ માટે એક સુરક્ષિત ફળ છે. જેમાં નેચરલ સુગરનું પ્રમાણ નહીંવત અને ફાઇબર વધુ પ્રમાણમાં સમાયેલું હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન એ, બી અને સી પણ હોયછે જે સ્વાસ્થય માટે ગુણકારી સાબિત થાય છે. 

સંતરા

સંતરા ખાટા-મીઠા તરીકે જાણીતું છે. તેમાં વિટામિન સી અને ફાઇબર સમાયેલું હોવાથી મધુમેહના રોગીઓ માટે ફાયદાકારક છે. 

એવોકોડો

એવોકોડો વસાથી ભરપુર અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું ધરાવે છે. તેનું સેવન ડાયાબિટીસનના દરદીઓનને લાભદાયી નીવડે છે. 

મોસંબી

ખટ્ટ-મીઠી ોસંબી માં ગ્લાઇસેમિક ઇન્ડેકસ  ઓછો હોય છે. તેમજ તેમાં વિટામિન સી અને પોટેશિયમ ભરપુર પ્રમાણમાં સમાયેલા હોય છે. જે મધુમેહના દરદીઓ માટે લાભકારી છે.

દાડમ

દાડમ  રક્ત શર્કરાને નિયંત્રિત કરવા અને ઇન્સ્યુલિનના પ્રતિરોધ ને વધારવામાં સહાયક હોય છે.

અનાનસ

અનાનસ એન્ટ્ વ્વાઇરલસ એન્ટી બેકટેરિયલ અનેએન્ટી ઇન્ફલામેન્ટ ગુણધર્મ ધરાવતું હોયછે  જે ડાયાબિટીસના દરદીઓ માટે રાહત આપે છે.

બેરીઝ

બ્લૂબેરી, સ્ટ્રોબેરી સહિત દરેક બેરીઝ સુગરના દરદીઓ માટે ઉત્તમ ફળ કહેવાય છે. તેમાં એન્ટીઓકિકડન્ટ અને ફાઇબરની માત્રા અધિક હોય છે.  તેમજ એક કપ તાજા બ્લૂબેરીમાં ૮૪ કેલરી અને ૨૧ ગ્રામ (જી) કાર્બોહાઇડ્રેટ સમાયેલું હોય છે. 

ચેરી

એક સંશોધનના અનુસાર, જેરીમાં ૫૨ કેલરી અને ૧૨. ૬ ગ્રામ કાર્બસ હોય છે. આ ફલ સોજાથી રાહતઆપે છે. તેમજ તેમાં એન્ટીઓક્સીડન્ટની માત્રા અધિક હોવાથી તે હૃદય રોગ, કેન્સર અને અન્ય બીમારીઓમાં પણ સહાયક છે.  

- મીનાક્ષી તિવારી