Get The App

સ્ત્રી જાતકના અંગ ઉપરથી ફળ કથન

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
સ્ત્રી જાતકના અંગ ઉપરથી ફળ કથન 1 - image


માનવમાંથી માનવ સર્જાય અને પૃથ્વી પર અવતા૨ લે છે. અને પૂર્વજન્મના કર્મ અનુસાર સુખ દુ:ખ ભોગવે એ માટે શારીરિક બંધારણ લઈને જ જન્મે છે. આવા માનવ દેહના લક્ષણ દ્વારા જાતક અંગેના ભાવિ કથનો આપણા પુર્વાચાર્યોએ કર્યો છે જેના ભાગરૂપે સ્ત્રીજાતક અંગેના કેટલાક લક્ષણો અહીં રજૂ કરું છું.

*જે સ્ત્રીની ગરદન ટૂંકી હોય તે કુળનાશક બને છે. સ્વભાવે લુચ્ચી હોય છે. પતિનો નાશ કરવાવાળી હોય છે. પતિની સંપત્તિ ઉડાવનાર પણ બને છે.

* જે સ્ત્રીની ગરદન પાતળી અને લાંબી હોય તેનુ દામ્પત્ય જીવન સુખી હોય છે. વૈભવશાળી જીવન જીવવાવાળી હોય છે. સર્વસુખ પ્રાપ્ત કરે છે.

* જે સ્ત્રીની ગરદન શરીરના પ્રમાણમાં વધુ લાંબી હોય અને પાછળના ભાગમાં કે કાનની નીચે સુધી વાળ કે વુધ રૂવાંટી હોય તે સ્ત્રી અસત્ય અને કટુવચન બોલનારી હોય છે. તે પોતાની ભાષાને કારણે લોકોમાં અપ્રિય બન્ને છે.

* જે સ્ત્રીની બે આંગળથી પણ વધુ ન હોય માથા સાથે મળી ગયેલી લાગતી હોય તે સ્ત્રીનું દાંપત્ય જીવન નિર્બળ હોય છે. તે સ્ત્રી વિધવા પણ બને છે. ક્રોધી અને કપટી પણ હોય છે.

* જે સ્ત્રીની ગરદનની પાછળના બંને ભાગમાં વાળ હોય તે સ્ત્રી વ્યભિચારીણી હોય છે. પરપુરૂષો સાથે સંબંધો ખૂબ કેળવે છે.

* જે સ્ત્રીની ગરદન સુંવાળી, સરખી અને ગોળ હોય તે જીવનભર સર્વસુખ ભોગવે છે.

* જે સ્ત્રીના ગાલ ચપટા, પાતળા અને બેઠા ઘાટના હોય તે અત્યંત કામી અને વિલાસી જીવન જીવવાવાળી હોય છે.

* જે સ્ત્રીના ગાલ ચીણાં, કોમળ અને ભરાવદાર હોય તેનું દામ્પત્ય જીવન દુ:ખી હોય છે. આવી સ્ત્રી અભિમાની પણ હોય છે.

જે સ્ત્રીના ગાલમાં ખંજન(ખાડા) પડતાં હોય અને વચ્ચેથી ગાલ ઉપસેલાં હોય તે સ્ત્રી પતિવ્રતા હોય છે. પતિને વફાદાર હોય છે. પતિની પ્યારી બને છે. તેનુ દાંપત્ય જીવન સુખી હોય છે.

* જે સ્ત્રીના ગાલના ઉપરનો ભાગ કાનની નીચે સુધી જોડાયેલો હોય અને આંખ સુધી ઉપસેલી હોય ભોગી હોય છે. અને દેખાવમાં સુંદ૨ હોય તે સ્ત્રી કામી, અને અત્યંત અનેક પરપુરૂષો સાથે સંબંધ ભોગવે છે.

* જે સ્ત્રીનું નાક બેઠું હોય અને નાકનો આગળનો ભાગ અણીવાળો હોય તે સ્ત્રી સારા ઘરમાં જન્મલે છે. છતાં દરીદ્રતા ભોગવે છે.

* જે સ્ત્રીનું નાક પ્રમાણ કરતાં વધારે લાંબુ હોય તે સ્ત્રી ક્રોધી, અભિમાની અને કામી હોય. * જે સ્ત્રીના નાકના છીદ્રો નાના હોય અને મુખના પ્રમાણમાં નાક લાંબુ હોય તે સ્ત્રી જીવનભર સુખ ભોગવે છે. સર્વસંપત્તિવાન હોય છે. પણ નાક નાનું અને છીદ્રો નાના હોય તે દરીદ્રતા લઈને જન્મે છે. પરપુરૂષ ગામી હોય છે. તેનું દામ્પત્યજીવન નિર્બળ હોય છે.

* જે સ્ત્રીની આંખો બિલકુલ સફેદ હોય અને બંને બાજુના ખૂણાં લાલ રંગના હોય તે સર્વસુખ પ્રાપ્ત કરે છે. આંખની કીકી એકદમ કાળી અને એકદમ ચળકાટવાળી હોય અને આંખ સફેદ હોય તે સ્ત્રી પણ સર્વસુખ ભોક્તા બને છે. આવી સ્ત્રીઓ સમાજમાં આગળ પડતી હોય છે. અને લોકોને પ્રિય થઈ પડે છે.

* જે સ્ત્રીની આંખો મોર જેવી હોય તે સર્વસુખ પ્રાપ્ત કરે છે. તેનું દામ્પત્ય જીવન ખૂબ સુખી હોય છે.

* જે સ્ત્રીની આંખો બિલાડી જેવી માંજરી હોય તે તેના પતિને કદી સુખ આપતી નથી. તેનું દામ્પત્ય જીવન પણ નિર્બળ હોય છે. પરપુરૂષ સાથેના સંબંધથી જ ધન સુખ પ્રાપ્ત કરે છે. અત્યંત કામી પણ હોય છે.

* જે સ્ત્રીની આંખો મૃગનયની જેવી હોય કે જેના નેત્રો નિલકમલ જેવા હોય પાંપણો ઝીણી સૂર્યમુખી જેવી હોય તે સ્ત્રી સુખી અને સંપત્તિવાન હોય છે.

* જે સ્ત્રીની આંખો પીળી અથવા માંજરી હોય પણ શરીરનો રંગ શ્યામ હોય તે સ્ત્રી ધનવાન શાંતિપ્રિય અને ચારિર્ત્યશીલ હોય છે. પણ માંજરી આંખો ગોળ અને ઝીણી હોય તે હંમેશા લુચ્ચી હોય લુચ્ચી હોય છે. ચાલાક અને ચપળ હોય છે, જીવનમાં સંઘર્ષ ખૂબ ભોગવે છે.'

* જે સ્ત્રીની આંખોની કીકી લાલાશ પડતા રંગવાળી હોય તે અતિશય કામી હોય છે. મોજશોખીન હોય છે.

* જે સ્ત્રીની આંખની આજુબાજુનો ભાગ કાળાશ પડતો હોય અને ભરાવદાર હોય તે પરપુરૂષની શોખીન હોય છે, પણ કાળા ડાઘા વાળી આંખો અને બેઠી માંસરહિત આંખો હોય તેનું દામ્પત્ય જીવન સુખી હોતું નથી.

* જે સ્ત્રીની આંખોની પાપણ એકદમ કાળી અને ઝીણી હોય તે સ્ત્રી સર્વસુખ ભોગવવાવાળી હોય છે. પતિસુખ ઉત્તમ મેળવે છે જ.

* જે સ્ત્રીની બંને ભ્રમરો લગભગ એક થઈ જતી હોય તે સ્ત્રી નાની ઉંમરે વિધવા બને છે. આવી સ્ત્રી ધનનાશી હોય છે.

* જે સ્ત્રીની આંખોની ઉપર ઉંચે ઉપસેલી ભ્રમર હોય તે અલ્પ આયુષ્યવાળી હોય છે. પણ ઉપરની ભ્રમર પહોળી, મોટી હોય તો તે સ્ત્રી બુદ્ધિમાન હોય છે.

* જે સ્ત્રી ડાબી આંખે કાણી હોય તે સ્ત્રીનું લગ્નજીવન મધ્યમ હોય છે. પણ પતિસુખ સારું હોય છે. પલ્સ જે સ્ત્રી જમણી આંખે કાણી હોય તે સ્ત્રી નાની ઉંમરમાં વિધવા થાય છે.

Tags :