Get The App

ગરમી સામે મોરચાબંધી

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
ગરમી સામે મોરચાબંધી 1 - image

- ઉના ઉના વાયરામાં ઠંડીની લહેરખી

ઉનાળાની ત્રાસદાયક ગરમી દરેક   વ્યક્તિને   હેરાન પરેશાન કરી મૂકે છે અને પરિણામે સ્વભાવ ઉશ્કેરેટ ભર્યો અને ચિડિયો  થઈ જાય છે. આવે સમયે  માત્ર થોડાક પ્રયાસો અને તમારી થોડીક કાળજીથી તમે આ ત્રાસદાયક ઉનાળામાં  પણ તમારા મગજને શાંત રાખી શકશો.

ગરમ આબોહવા તમારી ત્વચા પર પ્રતિકૂળ અસર કરે છે. ગરમ આબોહવામાં  ત્વચાની તૈલી ગ્રંથિઓ વધુ સક્રિયપણે   કામ કરતી થઈ  જાય છે. માટે ઉનાળામાં  વારંવાર ઠંડા પાણીથી તમારો ચહેરો ધોવાની ટેવ રાખો. આંખોમાં  પણ ઠંડા પાણીની છાલક મારો. ચહેરો ધોવા ઠંડા પાણીનો જ ઉપયોગ કરો. દિવસમાં ત્રણ વખતથી  વધુ વાર સાબુનો ઉપયોગ  કરો. દિવસમાં ત્રણ વાર સાબુનો ચહેરા  પર ઉપયોગ ન કરો. વારંવાર સાબુ વડે ચહેરો ધોવાથી  ત્વચાની સારી તંદુરસ્તી  અને તાજગી  માટે જરૂરી કુદરતી તેલ અને એસિડ નષ્ટ થઈ જશે. 

ઉનાળામાં  શક્ય એટલો ઓછો મેકઅપ કરો. કારણ  કે ઉનાળામાં  પરસેવો તો થવાનો જ. અને આ પરસેવાને કારણે તમે  ફાઉન્ડેશન  લગાવીને મેકઅપ કર્યો હશે તો પણ તમારી ત્વચાની કુદરતી રેખાઓ અને કરચલીઓ સ્પષ્ટ ઉભરી આવશે. ઉનાળામાં  મેકઅપ કરવાનો  સોેનેરી નિયમ છે હળવો અને  ખૂબ  આછો મેકઅપ. મેક-અપ ડાઘા-ડૂઘીવાળો  ન  થઈ જાય એ માટે મેકઅપ કરતા પહેલાં ચહેરા પર બરફ ઘસો. ઉનાળામાં  તો તમારાં પર્સમાં  થોડાંક ફ્રેશનર પેડ્સ રાખી જ મૂકો. દિવસમાં  બે વાર તો ચહેરો સાફ કરો જ નેપકીન  અને  ખૂબ જરૂરી પ્રસાધનો તમારા કાયમી સાથીદાર હોવા જોઈએ કે જેથી  તમને  જ્યારે પણ ગરમીનો અનુભવ થાય ત્યારે તમે ઠંડક મેળવી શકો. દિવસમાં ઓછામાં ઓછા ૬ થી ૮ ગ્લાસ પાણી  જરૂર પીવો.  પાણી તમને  આ ગરમ  દિવસોમાં  ઠંડક તો આપશે જ સાથે સાથે  પરસેવાને  કારણે ત્વચાનો ભેજ જે  ઓછો થઈ ગયો હોય એની પણ પૂર્તિ કરે છે. ઉનાળામાં  તમારી ત્વચાને સૂર્યનો  આકરો તાપ સહન કરવો પડે છે. પરિણામે  એ શ્યામ થઈ  જાય છે. ઘણીવાર તોે ત્વચા રીતસરની દાઝે  છે. માટે ત્વચાના રક્ષણ માટે  સ્ક્રીન પ્રોડક્ટ  વાપરવી હિતાવહ છે. હવે તો બજારમાં  ઘણાં સન-સ્ક્રીન લોશન મલમ મળે છે.

તમારી  હેરસ્ટાઈલ પણ એવી જ રીતે કરો કે દિવસના અંતે પણ તમને ઠંડક  અને તાજગીનો  અનુભવ થાય. તમે તમારા વાળ ઉંચે  બાંધી શકો એવી કેશભૂષા કરી શકો. તેમ  હોય તો એ સૌથી વધુ  સુવિધાજનક રહેશે. તમારા વાળ જો ટૂંકા હશે તોે ઉનાળામાં  એ તમારે માટે આશીર્વાદરૂપ જ રહેશે. તમારા વાળ લાંબા હોય અને તમે  એને ઊંચે બાંધીને  એની સુંદરતા  ોછી કરવા ન ઈચ્છતાં  હો તો હેરસ્ટાઈલ એવી રીતે કરો કે જેથી તમારા વાળ ગરદન કે ડોક સાથે ચોંટી ન રહે. ચહેરા પરથી વાળને દૂર  રાખવા તમે  કાંસકાનો  ઉપયોગ કરી શકો છો.  પરસેવો અને બોડી ઓર્ડર (દુર્ગંધ) એ ઉનાળાની  સૌથી મોટી સમસ્યા છે. તમે આ સમસ્યાના નિવારણ માટે વિશેષ કાળજી નહીં લો તો દિવસના  અંતે   તમે અસ્તવ્યસ્ત  અને ગંદા જણાશો. સામાન્યપણે, હથેળીમાં  પગના તળિયે, સ્તનની નીચે, કપાળે અને માથામાં  વધુ પરસેવો થાય છે. કોઈ પણ એન્ટી            પરસ્પીરન્ટ અથવા ડિઓડરન્ટ આ સમસ્યાના  ઉકેલ માટે  ખૂબ ખૂબ  આવશ્યક છે અને એનો ઉપયોગ તમને દિવસભર તાજા-માજા રાખશે. તમે ટેલ્કમ પાવડર વાપરતાં  હો તો ઉનાળામાં   હેક્સોક્લોરોફિન યુક્ત બ્રાન્ડ પસંદ કરો  અને સ્નાન કરો ત્યારે એનો છૂટો હાથે ઉપયોગ કરો. બગલ હમેશાં   એકદમ સ્વચ્છ રાખો. તમારા પગમાં  ખૂબ જ પરસેવો થતો હોય તો એની દુર્ગંધ  તમને શરમજનક સ્થિતિમાં મૂકે જ છે. તમે એનાથી અસુવિધા પણ અનુભવશો. આ દુર્ગંધઍ દૂર કરવા પગ પર ટેલ્કમ પાવડર છાંટો. અથવા તો પગને પોટેશિયમ પરમેંગેનેટ નાખેલા હળવા દ્રાવણમાં  ૧૫ મિનિટ બોળી રાખો.  ગ્રીષ્મના  આ ગરમ દિવસોમાં તમારા કપડા પણ ચોક્સાઈથી પસંદ કરો. કપડાં શરીર સાથે ચોંટી જતા  પસંદ કરશો તો તમને જ અસુવિધા થશે. નાયલોન અને કૃત્રિમ ફાઈબરના  કપડાં પરસેવા શોષી શકતાં નથી.  જ્યારે સુતરાઉ કપડાં ગરમી શોષી  લે છે. માટે ઉનાળામાં   સુતરાઉ કપડાં જ આરામદાયક રહેશે. ખૂબ  ચુસ્ત કે શરીર સાથે ચોંટી જાય એવાં કપડાં ન પહેરશો. ઢીલા-ખુલતાં કપડાંથી તમને ઠંડકનો અનુભવ થશે.  તમે ગ્રીષ્મના ગરમ દિવસોમાં પણ જો સંપૂર્ણ સ્વચ્છતાના આગ્રહી   રહેશો તો એક વાત ચોક્કસ છે કે દિવસના અંતે  પ્રફુલ્લિત રહી શકશો. તમે  જે પણ કપડાં પહેરો સાડી, સલવાર- કમીઝ કે પછી કોેઈ અન્ય ડ્રેસ હોય, એ સ્વચ્છ અને ઈસ્ત્રી કરેલાં હોવા જોઈએ. તમારા કપડાંની વચ્ચે કોલોનમાં ભીંજવેલા પેડ્સ  (પૂમડાં) મૂકી રાખો., તમારી પાસે મનપસંદ  પર્ફ્યૂમ  ગુલાબજળ કે કોલોનમાં  ભીંજવેલું  પૂમડું રાખો અને કપડાંને ઈસ્ત્રી કરતાં પહેલાં એ પૂમડું  કપડાં પર ફેરવો. કોલોન- ગુલાબજળ કે પર્ફ્યૂમની  તમારા કપડામાંથી આવતી ભીની ભીની  સુગંધથી તમારું મન તરબતર અને તાજગીસભર રહેશે. ઉનાળામાં  વધુ પડતાં દાગીના  કે ઘરેણાં પહેંરવાનું ટાળો.

એક વાત યાદ રાખો કે આંખોને  ઠંડક પહોંચાડતા આછા કલર ઉનાળામાં  વધુ સારા રહેશે. ફૂલોની   ભાત ધરાવતાં આછાં અને શાંત રંગોવાળું  હળવું મટીરીયલ જ પસંદ કરો. એક જ રંગના  બે વિવિધ શેડ્સ પણ  આંખોને ઠંડક આપશે. કુદરતી  શેડ્સને  જ વળગી રહો અને શક્ય હોય ત્યાં સુધી ભભકાદાર રંગો આંખોને  આકર્ષે છે. એ માન્યતા ખોટી છે. હકીકતમાં તે , મોસમની વિરુધ્ધમાં  જઈને ધારણ કરાયેલો કોઈ પણ ઘેરો  રંગ આંખોને અકળાવે જ છે.

પર્ફ્યૂમ , સ્પ્રે, કે સેન્ટ પણ આ દિવસોમાં તાજું અને ફૂલોની સુવાસ ધરાવતું પસંદ કરો. ખુલ્લા નળમાંથી વહેતા ઠંડા પાણી  નીચે કાંડા ધરી રાખો. શરીરને ઠંડક પહોંચાડવાની આ એક જૂની  રીત છે. સ્નાન  શરીરને સ્વચ્છ અને  તાજગીસભર જ રાખે છે એવું માનતાં હો તો સ્નાનનું  બીજું મહત્ત્વ પણ જાણી લો.  સ્નાન કરતી વખતનો સમય એ માત્ર તમારી જાત માટે જ છે એ સમજી  લો. દુનિયાભરની  તમામ ચિંતાઓથી   મુક્ત થઈ  હળવાશ અનુભવો. જો કે, એકદમ ઠંડા પાણીથી નાહવાનું ગાંડપણ છોેડી દે જો. નવશેકાં પાણીથી  કરેલા સ્નાનની અસર લાંબો સમય  રહેશે. એ રક્ત  વાહિનીોને  પહોળી કરે છે જેથી એમાં શરીરની જ કડાયેલી ગરમી છૂટી  થાય.

આ મોસમમાં  આહારનું પણ ધ્યાન  રાખો. મસાલેદાર તેલ-ઘી-વાળા ભારે આહારથી તમને બેચેની લાગશે. સાદો ઠંડક ભર્યો આહાર તમને દિવસભર ઠંડક આપશે. એક વાતનો ખ્યાલ રાખજો કે ઉનાળામાં દિવસે ગોગલ્સ પહેર્યા વિના  બહાર ન નીકળશો. સીધા તડકામાં  અલ્ટ્રાવાયોલેટ કે   ઈન્ફ્રારેડ કિરણો આંખને નુકસાન  કરે છે. ઘેરા રંગના  કાચવાળા સનગ્લાસ પહેરવાથી આ નુકસાનથી બચી શકાય છે અને જલદી મોતિયો આવતો  અટકાવી શકાય છે.