તબીબો કાયમ ફળો ખાવાની ભલામણ કરે છે, સાચું ને? એનું સહજ અને સરળ કારણ એ હોય છે કે ફળોમાં શરીર માટે આવશ્યક એવા સ્ત્રોતોનું પ્રમાણ વધુ હોય છે, જેમાં ફાઈબર, આવશ્યક નમક અને ખનિજોનું પ્રમાણ ઘણું હોય છે. આથી અહીં આપણે ફળો ખાવા જોઈએ એ અંગે ચર્ચા કરવાની છે, તો તેની સાથોસાથ તાજાં ફળો આરોગવા કે સૂકા ફળો ચાવવા એ પણ એટલું જ જરૂરી છે, જેથી શરીરને વધુ સારી રીતે તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકાય.
આપણે દરરોજ ફળો શા માટે ખાવા જોઈએ?
* આ સમજવું જરૂરી છે. પૂરતાં પ્રમાણમાં ફળો આરોગવામાં આવે તો શરીરને નુકસાન કરતાં ઘણાં રોગોનું જોખમ ઓછું કરી શકાય છે.
* દરરોજ ફળો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
* ફળોમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સનો સામનો કરી શકે છે.
* ફળોમાં પાણીનું પ્રમાણ સારુંએવું હોવાથી તે તમારી ત્વચાને અને શરીરને સારી રીતે હાઈડ્રેટેડ રાખે છે.
* ફળોમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેથી તે ચરબીને સંગ્રહિત કરવાની પ્રક્રિયાને અવરોધે છે.
* ફળો મગજની શક્તિ વધારે છે. ફળો પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક છે.
* ફળો તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે અને તમારા શરીરને એર્ન્જેટિક રાખે છે.
સૂકા ફળો વિરુધ્ધ તાજા ફળોના પોષકદ્રવ્યો
જો કે પોષાક તત્ત્વોના પુરવઠા સિવાય તાજાં ફળો અને સૂકા ફળોની સરખામણીમાં સૂકા ફળો કંઈ પાછળ તો નથી જ. ચાલો, પોષણની દ્રષ્ટિએ સૂકા ફળો વિરુધ્ધ તાજાં ફળો પર એક નજર નાંખી દઈએ.
પોષક ઘનતા ધરાવતા ફળો પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક હોવાથી તેમાં કેલેરી ઓછી હોય છે. તાજાં ફળો ખાવાનો લાભ એ છે કે તેમાં રહેલા પાણીના પ્રમાણને કારણે તે તમારા શરીરને હાઈડ્રેટ રાખશે. બીજી બાજુ, જ્યારે સૂકા ફળોમાંથી પાણી શોષાઈ જવાથી તેમાં પોષક તત્ત્વોની સાથે કેલેરી પણ કેન્દ્રીત થાય છે. જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમણે સૂકા ફળોને ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે તેમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે. તાજાં ફળો તમારા શરીરને એનર્જી પૂરી પાડી શકે છે.
વિટામિન્સ
તાજા ફળો શરીર માટે ડિહાઈડ્રેશન અટકાવવા માટે અત્યંત જરૂરી છે. તેમાં વિટામિન-એ, વિટામિન બી અને વિટામિન-સી જેવા મહત્ત્વના વિટામિનો હોય છે. સૂકા ફળોમાં પાણી હોતું નથી જે કેટલીકવાર વિટામિનની સામગ્રી સાથે ચેડા કરે છે કારણ કે આ વિટામિન ગરમી પ્રત્યે સંવેદનશીલ હોય છે. આવશ્યક મિનરલ (ખનિજ) અને ફોલેટ પણ ગૂમ થઈ જાય છે. સૂકા ફળોની ડિહાઇડ્રેશનની પ્રક્રિયામાં વિટામિન-સી પણ ઓછું થઈ જાય છે.
ખાંડનું પ્રમાણ
જ્યારે ગ્લુકોઝની ઘનતાની વાત આવે છે ત્યારે તાજાં ફળો અને સૂકા ફળો સમાન હોય છે. તાજાં ફળોમાં પાણીનું પ્રમાણ વધુ અને સૂકા ફળોમાં પાણીનું પ્રમાણ નહીવત્ હોય છે. બીજી તરફ, સુકા ફળોમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે અને તાજાં ફળોમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. ડાયેટર્સને લાંબા સમય સુધી ભરપૂર રહેવા માટે તાજાં ફળોમાંથી ફાઇબર અને પાણીની જરૂર હોય છે કારણ કે સૂકા ફળો લાંબા સમય સુધી ટકી શકતા નથી.
સૂકા ફળો વિરુધ્ધ તાજાં ફળના પોષક તત્ત્વો
ડિહાઈડેશનની પ્રક્રિયામાં પોષક તત્ત્વો ખતમ થઈ જાય છે? : વિટામિનો, મિનરલ્સ અને ફાઈટોકેમિકલ્સ તમારા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ બાબત શરીરની ઊર્જા ફળો આપી શકશે નહીં. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે એવા પણ કેટલાંક પોષક તત્ત્વો છે, જે સૂકવવાની પ્રક્રિયામાં નષ્ટ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, વિટામિન-સી અને ફોલેટ ખાસ કરીને જ્યારે ફળોને સૂકવવામાં આવે છે ત્યારે તે ખતમ થઈ જાય છે.
શું સૂકા ફળો તમારા માટે સારા?
સૂકા ફળોની તુલનામાં તાજાં ફળોમાં વિટામિનો, ખનિજ તત્ત્વો અને ફાઈબરનું પ્રમાણ વધુ હોવા છતાં તેનો અર્થ એ નથી કે તમારે સૂકા ફળો ટાળવા જોઈએ. જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે સૂકો મેવો ખાતી વેળા કેલેરીનું પ્રમાણ તેને પીરસવાના કદ પર જરૂર ધ્યાન રાખવું જોઈએ. કિસમિસ, સૂકી બ્લુબેરી, સૂકી સ્ટ્રોબેરી, સફરજનની ચિપ્સ ખાવા માટે અનુકૂળ છે અને તે તાજાં ફળો કરતાં વધુ હોય છે.
પાણીની ખોટ ઓછી માત્રામાં થાય છે
ફળોને કુદરતી રીતે ડિહાઈડ્રેટ કરવા માટે તેને સૂર્યપ્રકાશમાં રાખી શકાય છે. ફળોમાંથી સંપૂર્ણપણે પાણી ગુમાવવાનો અર્થ થાય છે, ભૌતિક કદનું નુકસાન. (ફળ સંકોચાઈ જવા). જો તમે સૂકા ફળો અને તાજાં ફળોની વોલ્યુમ (કદ) દ્વારા તુલના કરો છો તો તે તમને સૂકા ફળમાં વધુ ખાંડ અને કેલેરી જોવા મળશે. ૩૦ દ્રાક્ષમાં લગભગ ૧૨ ગ્રામ ખાંડ અને ૪૮ કેલેરી હોય છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ સર્વિસ નેશનલ ન્યુટ્રિન્ટટ ડેટાબેઝ સ્ટાર્ન્ડડ રિસર્ચની જાણકારી મુજબ ૩૦ દ્રાક્ષમાં ૪૭ કેલેરી અને ૧૦ ગ્રામ ખાંડ હોય છે.
સૂકા ફળો કેટલો આરોગી શકાય?
તમારા મનપસંદ શાકભાજી અને ફળોનું કચુંબર બનાવો. તેમાં સૂકા સફરજન, ક્રેનબેરી અને થોડું બકરીનું ચીઝ ઉમેરો. હેલ્ધી નાસ્તા માટે એક વાટકી ઑટ્સમાં સૂકા ફળો ઉમેરો.
સૂકા ફળો ખાવાનો શ્રેષ્ઠ સમય : સૂકા ફળો દિવસે કોઈ પણ સમયે આરોગી શકાય છે, પરંતુ મહત્તમ લાભ મેળવવા માટે તેને ખાવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર અથવા સવાર છે.
દિવસમાં કેટલાં ફળો ખાવા જોઈએ? અમેરિકન હાર્ટ એસોસિયેશન દરરોજ ચારથી પાંચ ફળો ખાવાની ભલામણ કરે છે.


