સંબંધમાં સેતુરૂપ 'સુવાસ' .
Updated: Sep 19th, 2023
સુગંધ કોને પ્રિય ન હોય? દામ્પત્યજીવનમાં સુગંધના ઉપયોગથી સેક્સમાં નિખાર આવે છે અને વધુ ઉત્તેજનાપૂર્ણ આનંદ તથા તૃપ્તિ પ્રાપ્ત થાય છે. સુગંધ અને સ્પર્શ પતિ-પત્નીના આપસી સંબંધોને વિશેષ કામોત્તેજક બનાવે છે.
આ કારણસર જ લોકો સુગંધી ફૂલોને વધુ પસંદ કરે છે કેટલાંક ફૂલ સુગંધ ન હોવા છતાં તેમના ઘાટ અને આકર્ષક રંગોને લીધે તે પ્રસંસનીય હોય છે. એટલા માટે જ ફૂલની માળાઓ, ગજરા ઇત્યાદીમાં સુગંધી ફૂલો જ વપરાય છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, લોકો અનેક વર્ષોથી સુગંધના મહત્ત્વથી પરિચિત છે. અને પોતાની જાતને સુવાસિત કરવા માટે ચંદન તથા અત્તરનો ઉપયોગ કરે છે. તમને કેટલાંક પ્રાચીન ગ્રંથોમાં સુગંધી દ્રવ્યોનો ઉલ્લેખ જોવા મળશે.
અનેક વર્ષોથી સુગંધ માટે એવું કહેવાય છે કે, જ્યાં સુગંધ હશે, ત્યાં મોટાભાગે નિમ્ન લિખિત બાબતો અવશ્ય હશે.
* મનોરમ્ય વાતાવરણ.
*ઉપયોગ તથા ઉપભોગ કરવાની શક્તિ.
* સારું કાર્ય કરવાની પ્રવત્તિ, જેથી વિચારો સરળ અને પ્રબળ બને.
આ ત્રણ ટેકા પર દામ્પત્યજીવનના તંબુનો આધાર રહેલો છે. સુંદર વાતાવરણ બનાવવા માટે દામ્પત્યજીવનની શરૂઆત જ સુગંધથી થાય છે. સોહાગરાતની સેજ પણ ફૂલોથી જ સજાવવામાં આવે છે. અલબત્ત, આ સજાવટ પ્લાસ્ટિકનાં ફૂલોથી થઈ શકે. પરંતુ અહીં સુગંધની વાત હોવાથી સોહાગસેજને તાજા, સુગંધી ફૂલોથી સજાવાય છે, જેથી પ્રથમ રાત્રે આનંદદાયક મિલન થાય. આમ સુગંધી ફૂલોથી સોહાગરાતની શરૂઆત થાય છે. સુગંધી, તાજા ફૂલોપ્રેમ, કોમળતા, અનુરાગ, ઉમંગનું પ્રતિક છે. સોહાગ સેજને મોટાભાગે લાલ ગુલાબ તથા... પાંખડીઓથી સજાવવામાં આવે છે. પ્રિયતમ પણ પોતાની પ્રિયતમાને લાલ ગુલાબ જ ભેટ આપે છે, કેમ કે લાલ રંગના ગુલાબની આ પાંખડીઓના ઉન્માદી સૌંદર્યથી સ્ત્રી-પુરુષમાં કામવાસના ઉદીપ્ત થાય છે લાલરંગ કામાગ્નિને ઉત્તેજિત કરે છે. કદાચ આજ કારણસર મોટા ભાગે લગ્ન સમયે નવવધૂને લાલ ચટક રંગની સાડી પહેરાવવામાં આવે છે. સગાઈ થાય ત્યારે પણ કન્યાને લાલ રંગની ચૂંદડી ઓઢાડવામાં આવે છે. આમ, ફૂલોની મધુર સુગંધ અને લાલ રંગના વસ્ત્રો પ્રથમ રાત્રિના મિલનને વધુ મધુર અને માદક બનાવે છે. પરસ્પર મિલન માટે ઇચ્છુક સ્ત્રી-પુરુષોમાં સુગંધને કારણે એક વિશિષ્ટ પ્રકારની ઉત્તેજના ઉત્પન્ન થાય છે, એ વાતનો વૈજ્ઞાાનિકો પણ હવે સ્વીકાર કરે છે. પતિ-પત્ની ટૂંક સમયમાં જ એકબીજાનાં શરીરની ગંધ પારખી જાય છે. ઘણીવાર વધારે પડતી સંવેદનશીલ સ્ત્રીઓ પોતાના પતિની શારીરિક ગંધ દ્વારા એના સંપર્કમાં આવેલ પારકી સ્ત્રીની ગંધને પણ પારખી લે છે. શાયરનું કહેવું છે કે, 'કાટાં કરતાં ફૂલ વાગવાની વેદના વધારે સમય રહે છે. ફૂલ અંતરને વીંધી નાખે છે. એવું કહેવાય છે કે 'કામદેવ'ના પુષ્પબાણના પ્રહારથી તો ભલભલા દેવતા પણ બચી શક્યા નથી. આ 'કામદેવ' કોણ છે? વાસ્તવમાં દરેક પતિ 'કામદેવ' હોય છે અને દરેક પત્ની 'રતિ'. પ્રિયપાત્ર અંગે મનમાં ઉદ્ભવતા પ્રેમભરી લાગણીના ભાવોનું બીજું નામ જ 'રતિ', કામદેવ રતિને ખુશ કરવા માટે આમ્ર મંજરી, ચમેલી, નીલકમલ, અશોક અને કમળનાં ફૂલોનો ઉપયોગ કરે છે. આંબાનામોરમાં સમાયેલ સુગંધનું જાતીય સંબંધોમાં ખાસ મહત્ત્વ છે. આ મંદ સુગંધ વ્યક્તિને પોતાની તરફ આકર્ષે છે. જ્યારે આંબા પર મોર બેસે છે ત્યારે સમગ્ર વાતાવરણ સુગંધી બની જાય છે. આ આંબા તળે મળતાં યુગલો અને નવદંપતી ઉપરાંત વયસ્ક અને પ્રૌઢ વયનાં જોડાઓમાં પણ એકબીજા પ્રત્યે વિશેષ આકર્ષણ અને સંમોહન ઉદ્ભવે છે. ફૂલોની હળવી સુગંધથી ઉત્પન્ન થતી માદકતા સેક્સને ઉત્તેજિત કરે છે, જે ઉન્માદ કહેવાય છે. આ ઉન્માદમાં સ્ત્રી-પુરુષ પોતાનું વિવેક-ભાન ગુમાવી બેસીને જાતીય સુખની ચરમ સીમાએ પહોંચી જાય છે. જો આવું ન થતું હોત તો કેરીની સુગંધ શા માટે સૌને આટલી બધી પ્રિય હોત? પુરુષોને કેરીની સુગંધ અને સ્ત્રીને કેરીના મોરની સુગંધ વિહવળ બનાવી દે છે. મગજનું દ્વાર છે નાક. સુગંધ નાકમાં પ્રવેશતાં જ મગજ પર અનોખી મદહોશી છવાઈ જાય છે. આ મદહોશી દંપતીની નિકટતામાં કુદરતી સુખ આપતી ઉત્તેજના ઉત્પન્ન કરવામાં મદદગાર થાય છે. સેન-ડિયોગો નામના એક મનોવૈજ્ઞાાનિકના મતાનુસાર આવા માદક વાતાવરણમાં જ મનુષ્યને માનસિક રીતે ખુશ કરતું એનડોરફિન્સ નામનું રસાયણ બને છે, જે બ્લડપ્રેશર જેવી બીમારીઓને થોડે ઘણે અંશ ઠીક કરવામાં મદદરૂપ છે.
સુગંધને લીધે આપણા શરીરને પુષ્ટિ અને ચેતના પ્રાપ્ત થાય છે આજે પણ સેક્સને ઉત્તેજિત કરવા અને વધારે આનંદપ્રદ દામ્પત્યજીવન જીવવા માટે પુરુષો ભુજા પર કોણીથી ચાર આગળ સુધીના ભાગ પર અત્તર લાગાવે છે. જેનાથી પ્રિયતમાને સંતોષ પ્રાપ્ત થાય છે. સુગંધનો સંતાન પ્રાપ્તિ માટે જુદી જુદી રીતે પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે, કદંબના ફૂલ અને બિલીપત્ર, જે કર્મકાંડ વગેરેમાં ઉપયોગમાં આવે છે.
શરીર પર બિલીના પાનનો લેપ લગાવવામાં આવે, ત્યારે શરીરમાંથી ધીમે ધીમે એક માદક સુગંધ પ્રસરે છે. જે દંપતીને આલિંગન માટે વિવશ બનાવે છે. અશોકનું ફૂલ પણ ઠંડક આપવામાં અને કામોત્તેજનાની વૃદ્ધિમાં સહાયક થાય છે. જો સુગંધની આટલી અસર ન થતી હોત તો રાજકુમારીઓ કમળ, ગુલાબ, કેવડો, ચંપા તથા ચમેલીનાં ફૂલોથી ભરેલ હોજમાં સ્નાન કરતી ન હોત અને નાયિકાઓ સુગંધી ફૂલોની માળા ગૂંથીને પહેરતી ન હોત કે ફૂલોના ગુચ્છ ફેંકીને પ્રેમીને મિલન માટે આમંત્રિત કરતી ન હોત. વાળમાં ભરાવેલો ગજરો પહેરનાર યુવતીની કેશ-શૈલીને આકર્ષક બનાવવાની સાથોસાથ મગજને શાંત તથા વિચારોને રોમાંટિક બનાવે છે. વાળમાં નાખવામાં આવતું ચમેલીનું સુગંધી તેલ દિમાગમાં ઠંડક લાવે છે. અને તાણ દૂર થાય છે. આજના જમાનામાં ફૂલોને બદલે જાતજાતના પરફ્યુમ્સનું ચલણ વધ્યું છે. જેમાં સેક્સ અપિલ કરતા બીજા પરફ્યુમ્સ પણ મળે છે.
આમ, જો તમે સફળ, સુખમય અને આનંદદાયક દામ્પત્યજીવન વિતાવવા ઇચ્છતાં હો, તો સુગંધનો ભરપૂર પ્રયોગ કરો. આ ઉપરાંત, દામ્પત્યજીવનમાં બે મીઠા બોલ પણ સુખની સમૃદ્ધિ વધારે છે. વાતચીત કરતી વખતે મોમાંથી દુર્ગંધ ન આવે તેનો પણ ખ્યાલ રાખવો અને એલચી જેવા મુખ શુધ્ધિકારક દ્રવ્યોનો ઉપયોગ કરો. જોકે સૌથી મહત્ત્વપૂર્ણ તો એ છે કે પ્રત્યેક અંગ તથા વસ્ત્રોને સુગંધિત રાખવાની સાથોસાથ તમારા મધુર વર્તનથી પણ પતિનંુ હૈયું જીતી લો જેથી ખુશીનાં ફૂલોની સુગંધ તમારા દામ્પત્યજીવનને સદા મહેકાવતી રહે.
યુવતીઓ રૂપેરી પડદે...
હતું. ડોલીએ એક જ સિટિંગમાં ફેસ ફિલર કરાવ્યું હતું જેમાં ખર્ચ ત્રણથી પાંચ લાખ રૂપિયા સુધી થાય છે. ફિલર સિરિન્જિના જ પચીસથી ચાળીસ હજાર રૂપિયા બેસે છે. વળી આ કામ નવાસવા ડોક્ટરના બદલે અનુભવી ડોક્ટર પાસે જ કરાવવાની સલાહ અપાય છે. કેમ કે આ પ્રકારના કામમાં નાની સરખી પણ ભૂલ થાય તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
આજે ડોલી પાસે પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં સારું એવું કામ છે. ફિલ્મો, મ્યુઝિક વિડિયો અને ઓડિશન્સમાંથી તે નવરી જ પડતી નથી. ડોલી કહે છે, હું હવે ખૂબ ખુશ છું. કેમ કે મારી શારીરિક મર્યાદા હવે મને આડે આવતી નથી. જ્યારે મારા દિગ્દર્શકે સ્વીકાર્યું કે મારામાં સંકુલ પાત્ર ભજવવાની પણ આવડત છે તે મારા માટે સૌથી મોટી શુભેચ્છા બની રહી હતી. મારી રેઝ્યુમેમાં મારો ચહેરો મને સ્પર્ધામાં મોખરે મુકે છે પણ એ હકીકત છે કે તેને કારણે જ મને કેમેરા સામે મારું સ્થાન મજબૂત કરવાની તક મળી છે.
- વિનોદ પટેલ