Get The App

સુખી દાંપત્ય માટે લગ્ન પહેલાં મેડિકલ ફિટનેસ જરૂર ચકાસો

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
સુખી દાંપત્ય માટે લગ્ન પહેલાં મેડિકલ ફિટનેસ જરૂર ચકાસો 1 - image

આજે પણ આપણે ત્યાં લગ્ન નક્કી કરવા પહેલા કુંડળી અને ગુણો કેટલાં મળે છે, તેની અચુક ચકાસણી થાય છે. ઘર-ખાનદાન, નાણાંકીય સ્ટેટ્સ, છોકરા-છોકરીનું એજ્યુકેશન, જૉબ, પર્સનાલિટી, રૂપ-રંગે, આદતો, પસંદ-નાપસંદ વગેરે બધુ જ જોવામાં આવે છે, પણ આજેય લગ્ન પહેલા યુવક-યુવતીના મેડિકલ સ્ટેટ્સને તો લોકો નજરઅંદાજ જ કરે છે, જો કે તમે આવું નહીં કરતાં. લગ્ન નક્કી કરતાં પહેલાં છોકરા અને છોકરીની મેડિકલ ફિટનેસ જરૂર તપાસો, કેટલીક મેડિકલ ટેસ્ટ્સ કરાવો, જેથી કપલ્સ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાની સાથે હેલ્ધી પણ બનશે.

જો તમે અન્ય વ્યક્તિ સાથે પૂરી જિંદગી વિતાવવાનો નિર્ણય કરી રહ્યા છો તો તમને તેના મેડિકલ સ્ટેટ્સ અંગે જાણકારી હોવી સૌથી વધુ જરૂરી બની રહે છે. આથી લગ્ન નક્કી કરવા પહેલા યુવક અને યુવતી- બંને જણા કેટલીક મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવી જોઈએ, જેથી કરીને આગળ જતાં તમારી જિંદગીમાં કોઈ સમસ્યા ન આવે, પ્રોબ્લેમ ન આવે.

- જેનેટિક ટેસ્ટ

આનુવાંશિક બિમારી એક પેઢીથી બીજી પેઢીમાં સરળતાથી આવી જાય છે. આથી જરૂરી છે કે લગ્ન પહેલાં બંને જણાં જેનેટિક ટેસ્ટ જરૂર કરાવો. આ ટેસ્ટ કરાવવાથી એ જાણવા મળશે કે તમારા થનારા પાર્ટનરને કોઈ આનુવાંશિક બિમારી તો નથીને? આ બિમારીઓની જો તમને જાણકારી થઈ જાય તો તેનો ઈલાજ કરાવી શકાય છે. સારવાર લઈ શકાય છે.

- ઓવરી ટેસ્ટ અને ઈનફર્ટિલિટી સ્કીનિંગ

પુરુષના સ્પર્મ કાઉન્ટ અને મહિલાની ઓવરી ટેસ્ટ અંગે તો જાણવા માટે આ ટેસ્ટ કરાવવા જરૂરી છે. યુવતીના લગ્ન પહેલાં ઓવરી ટેસ્ટ જરૂર કરાવી લેવી જોઈએ. આજકાલ મોડા લગ્ન અથવા મોડી પ્રેગનન્સીના ચક્કરમાં મા બનવાના ચાન્સ ઓછા થઈ જાય છે. ઓવરી ટેસ્ટ કરાવવાથી તમારા મા બનવાની ક્ષમતાની જાણ થઈ જશે. આ ઉપરાંત લગ્ન પહેલા યુવાનની પણ ઈનફર્ટિલિટી સ્ક્રીનિંગ ટેસ્ટ જરૂર કરાવી લેવી જોઈએ, જેથી ફર્ટિલિટીને કારણે તેને કોઈ સમસ્યા હોય તો તેનો ઈલાજ કરાવી શકાય.

- એસડીટી ટેસ્ટ

આજકાલ લગ્ન પહેલાં યૌન સંબંધ બાંધવા સાવ સરળ થઈ ગયા છે. અસુરક્ષિત યૌન સંબંધને કારણે કેટલીય બિમારી-એચઆઈવી, એઈડ્સ, ગાનોરિયા, હટર્સ, હેપેટાઈટિસ-સી ફેલાતી જાય છે. આમાંની મોટાભાગની બિમારીઓ તો જીવલેણ સાબિત થઈ શકે છે. 

આથી બંને પાર્ટનરે ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ જેથી કરીને બંનેમાંથી કોઈમાં સેક્યુઅલી ટ્રાન્સ મિટેડ ડિસિઝ હોય તો તેની પહેલાં જ જાણકારી થઈ જાય. જો બેમાંથી એકમાં એસટીડી હોય તો બીજાને પણ થઈ શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આથી, સાવચેતી જાળવવી જરૂરી છે. આથી સારું તો એ છે કે લગ્ન પહેલાં જ યુવક અને યુવતીએ - બંનેએ એસટીડી ટેસ્ટ કરાવી લેવા જોઈએ.

- બ્લર્ડ ડિસ્ઓર્ડર ટેસ્ટ

લગ્ન પહેલાં યુવતીએ આ ટેસ્ટ જરૂર કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટથી એ જાણકારી પ્રાપ્ત થાય છે કે યુવતીને બ્લર્ડ હિમોફિલિયા અથવા તો થેલેસેમિયાથી તો ગ્રસિત નથીને? જો આવું હોય તો તેની સીધી અસર તેનાં થનારા બાળક અને મેરેજ લાઈફ પર પડી શકે છે.

- બ્લર્ડ ગુ્રપ કમ્પેટિબિલિટી ટેસ્ટ

જો તમે ભવિષ્યમાં ફેમિલી પ્લાનિંગ કરવા ઇચ્છતાં હો તો તમારે આ ટેસ્ટ જરૂર કરાવવી જોઈએ. જો તમારા બંનેમાં બ્લર્ડ ગુ્રપ અનુકૂળ ન થતાં હોય તો આ પ્રેગનન્સી દરમિયાન જબરદસ્ત મુશ્કેલીનો સામો કરવો પડી શકે છે. જરૂરી છે કે તમારું અને તમારા પાર્ટનરના આરએચ ફેક્ટર એક સરખું હોય તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે. આથી બ્લર્ડ ગુ્રપ કમ્પેટિબિલિટી ટેસ્ટ પણ જરૂર કરાવી લે.

- ભૂપેન્દ્ર પટેલ