ઉનાળાની ગરમીમાં રાહત આપતા ખાદ્યપદાર્થ
ગરમીની ઋતુમાં બફારાના કારણે ભૂખ પણ મંદ પડી જતી હોય છે. અરૂચિ વધી જાય છે. ગરમીમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી થઇ જતી હોય છે. થોડી લાપરવાહીના કારણે ડિહાઇડ્રેશન, ઊલટી, જુલાબ,ચક્કર આવવા જેવી તકલીફ થાય છે. તેમજ ગરમીની ઋતુમાં મસાલેદાર અથવા તળેલી વાનગીઓ ખાવાથી શરીરનું પાચનતંત્ર બગડે છે. ઇમ્યુન સિસ્ટમ નબળુ પડી જાય છે. જેથી બેકટેરિયાઅથવા વાયરસનું જોખમ વધી જાય છે.આ જ કારણોથી ગરમીમાં પેટના દુખાવા, ગેસ, પેટમાં ઇન્ફેકશન, એસિડિટી, જુલાબ અને ઊલટી જેવી તકલીફોનું પ્રમાણ વધી જાય છે. ગરમીમાં એસિડિટીથી પીડાતા લોકો વધુ ત્રસ્ત થઇ જાય છે. તે માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞાો દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવાની સલાહ આપે છે. જેથી શરીરમાંથી મૂત્ર વાટે ટોકિસન્સ બહાર નીકળી જાય છે. તેમજ ડિહાઇડ્રેશનની તકલીફ પણ થાય નહીં. ઉનાળામાં ચોક્કસ ખાદ્ય પદાર્થોના સેવન કરવાથી શરીરમાં પાણીની કમી દૂર થાય છે, તેમજ ઠંડક પ્રદાન કરે છે.
કાકડી-ખીરા-પપૈયા
તાજા ફળોનું સેવન ગરમીની ઋતુમાં શરીર માટે ફાયદાકારક છે. જોકે ગરમીમાં તાપમાન વધારે હોવાથી સામાયરીકે કાકડી-ખીરા અને પપૈયાનુ ંસેવન શરીરને ઠંડક પ્રદાન કરે છે તેમજ શરીરમાં પાણીની કમી પુરી કરે છે. પપૈયું,કાકડી-ખીરામાં ભરપુર માત્રામાં ફાઇબર સમાયેલા છે. જેના સેવનથી પેટને ઠંડક મળે છે. તેમજ પિત્તને સમતલ રાખીને શરીરના પીએચને પણ સ્વસ્થ રાખે છે. એસિડિટીની સમસ્યાથી રાહત પામવા માટે ગરમીમાં કાકડી અને પપૈયાનું સેવન લાભદાયક છે.
નારિયેળ પાણી
શરીર માટેનારિયેળ પાણી લાભદાયી છે. તેમાં ભરપુર માત્રામાં ન્યુટ્રિશન સમાયેલા હોય છે. જે શરીરમાં પાણીની કમીને દૂર કરે છે. ગરમીમાં તાપમાન વધી જાય તો પણ નારિયેળ પાણીનું સેવન શરીરમા ંઆંતરિક ઠંડક પ્રદાન કરે છે. તે નામાં શરીરને ડિટોક્સિફાઇ કરવાનાગુણ સમાયેલા છે. તેમજ ફાઇબર પણ હોવાથી પાચનક્રિયાને વ્યવસ્થિત રાખે છે.
ખરબૂજા-ચીભડું
ખરબૂજા-ચીભડું ગરમીનું મૌસમી ફળ છે.ખરબુજાનું સેવનપેટ માટે ફાયદાકારક છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ અને ફાઇબર એસિડ રિફ્લકસના ગુણ મસાયેલા છે. ખરબૂજાના સેવનથી શરીરમાં વિવિધ પ્રકારના તત્વોની પૂર્તિ થાય છે. તોવળી ગરમીના કારણે શરીરમાં પાણીની કમીને પણ ખરબૂજા દૂર કરે છ.ે ગેસ અને એસિડિટની સમસ્યાઓથી પમરાહત આપે છે.
કેળા
ગરમીની ઋતુમાં રોજ એક પાકેલા કેળાનું સેવન કરવું જોઇએ. કેળા શરીર માટે ફાયદાકારક સાબિત થયા છે. તેમાંના આર્યન,કેલશ્યિમ,પોટેશિયમ અને ફાઇબર સમાયેલા હોય છે. ફાઇબર પાંચન સંબંધી સમસ્યાને દૂર કરે છે. જ્યારે પોટેશિયમ એસિડિટીને નિયંત્રિત કરે છે.
દહીં અથવા ઠંડુ દૂધ
ગરમીની ઋતુમાં દહીંનું સેવન નિયમિત કરવાથી ફાયદાકારક પુરવાર થયું છે. દહીંમાં પ્રચુર માત્રામાં ફાઇબર સમાયેલા હોય છે, જે પેટ અને પાચનંતંત્રને સુધારે છે. એસિડિટી અને અપચાની તકલીફ દહીના સેવનથી દૂર થાય છે.
તો બીજી બાજુ ઠંડુ દૂધ પીવાથી પેટને ઠંડક પ્રદાન થાય છે. તેમજ એસિડિટીમાં રાહ થાય છે. ઠંડુ દૂધ એટલે સાદુ દૂધ પીવું ફ્રિઝમાં રાખેલું દૂધ નહીં.
ટામેટા
ટામેટા એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપુર હોય છે. તેમાં લાઇકોપીન જેવા ફાયદાકારક ફાઇટોકેમિકલ્સ પણ હોય જે જે કેન્સર જેવી ગંભીર બીમારીને ઠીક કરવામાં મદદ કરે છે.
તુરિયા
ગરમીની ઋતુમાંતૂરિયાનું શાક અવશ્ય ખાવું જોઇએ. તોરિયામાં પેક્ટિન નામનું ફાઇબર હોય છે જે હૃદય માટે લાબદાયી છે. તેમજ તે કોલેસ્ટ્રોલ પણ ઓછુ ંકરે છે.
કલિંગર
કલિંગરમાં શરીરને ઠંડક પ્રદાન કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાના ગુણ છે. કલિંગરમાં પાણીની માત્રા વધુ હોવાથી તેના સેવનથી જલદી ભૂખ લાગતી નથી. તેમજ કલિંગરમાં લાઇકોપીન પણ સમાયેલું હોય છે જે ત્વચાને તડકાથી થતા નુકસાનથી રક્ષણ આપે છે.
સંતરા
સંતરામાં પ્રચૂર માત્રામાં પોટેશિયમ સમાયેલું હોય છે. જે ગરમીની ઋતુમાં જરૂરી છે.ગરમીમાં પરસેવા દ્વારા શરીરમાંથી પોટેશિયમ બહાર નીકળી જતું હોય છે.પરિણામે માંસપેશિઓમાં જકડાઇ જવાની તકલીફ વધી જાય છે.આ ઋતુમાં સંતરા ખાવાથી શરીરમાં પોટિશિયમની માત્રા જળવાઇ રહે છે. સંતરામાં ૮૦ ટકા જેટલો રસ હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે.
બ્લેકબેરીઝ અથવા રાસબેરીઝ
બેરીઝ ફાઇબરનો સારો સ્ત્રોત છે. દેખાવમાં નાનકડી બેરીઝમાં ઘણા ગુણો સમાયેલા હોય છે. તે વિટામિન સીથી ભરપુર હોય છે. એક કપ બેરીઝમાં ૮ ગ્રામ ફાઇબર સમાયેલું હોય છે.
સફરજન,અંજીર,નાસપતિ
આ ત્રણેય ફળોમાં ફાઇબર ભરપુર માત્રામાં સમાયેલુ ંહોય છે. તેના દ્વારા વધુ પોષક તત્વ પામવા માટે તેને છાલ સહિત ખાવું જોઇએ. ખાતા પહેલા તેને સારી રીતે ધોવું. બે મધ્યમ આકારના અંજીરમાં દોઢ ગ્રામ જેટલું ફાઇબર હોય છે.
- મીનાક્ષી તિવારી