નવવધૂના કેશમાં ફૂલોના શણગાર

Updated: Jan 23rd, 2023


નવવધૂના કેશમાં ફૂલોના શણગાર

લગ્નની દરેક મોસમમાં નવવધૂના મેકઅપ, હેરસ્ટાઈલ, અલંકાર અને વસ્ત્રોના રંગનો ટ્રેન્ડ બદલાય છે. આ સિઝનમાં નેચરલ મેકઅપ અને ફ્રેશ ફ્લાવરની  ફેશન 'ખિલી' છે. આજની તારીખમાં પ્રત્યેક નવવધૂ નેચરલ  લુક આપે એવો હાઈ ડેફિનેશન મેકઅપ પસંદ કરી રહી છે.

મેકઅપ આર્ટિસ્ટ હર્ષા ગોહિલ  જણાવે છે કે લગ્ન વિધિ દરમિયાન નવોઢા પોતાના સૌંદર્યને  કુદરતી રીતે ખિલવે એવો  મેકઅપ કરાવવાનું પસંદ કરે છે. જ્યારે વાળમાં તાજાં ફૂલોના બ્રોચ, હેંગિંગ્સ તેમ જ  લો બન જાળી લગાવવાનો આગ્રહ રાખે છે.

આતો થઈ મેકઅપ અને  હેરસ્ટાઈલની વાત. પરંતુ હવે ઘચોળામાં માત્ર રાતો કે મરૂન રંગ જ નથી પહેરાતો. આધુનિક યુગની બ્રાઈડ પિંક-બ્લુ, રાણી-ગ્રીન જેવા રંગના ઘરચોળા પહેરીને કાંઈક નવું કર્યાનો આનંદ મેળવે છે. અલબત્ત, આભૂષણોમાં તેની પસંદગી હજી પણ પરંપરાગત જ રહી છે. ટ્રેડિશનલ પરિધાન સાથે સોનાના અથવા જડતરના દાગીના  પહેરવાની ફેશન યથાવત્ છે.  હા, પાનેતરમાં   આજકાલ ચણિયા-ચોલી પેટર્ને ધૂમ મચાવી છે. હાફ-સ્ટિચ્ડ  પાનેતરને દુલ્હન ખૂબ પસંદ કરી હી છે. વળી તેમાં કરેલું  મોતી અને કુંદન વર્ક પાનેતરને અત્યંત આકર્ષ બનાવે છે.

રિસેપ્શનમાં નેચરલ છતાં થોડો ગ્લોઝી મેકઅપ જ શોભે છે. જ્યારે ખુલ્લા વાળની હેરસ્ટાઈલ નવવધૂને  એલિગન્ટ લુક આપે છે. ગયા વર્ષે ખુલ્લા કેશમાં ડાયમંડ બ્રોચ નાખવાની  ફેશન હતી. પણ આ વર્ષે તાજાં ફૂલોનો બ્રોચ લગાવવાની ફેશન ચાલી રહી છે. ખાસ કરીને ઓરકીડનો ફૂલોનો.

વસ્ત્રોમાં લહેંગા-ચોલી આજે પણ ઈન છે. પરંતુ તેમાં મોતી અને ડાયમંડ  વર્ક બહુ ચાલે છે. વાઈન, લાઈટ પર્પલ, ડાર્ક ગ્રીન જેવા રંગો  પર આવું  વર્ક ખૂબ સુંદર દેખાય છે. જ્યારે આભૂષણોમાં અમેરિકન ડાયમંડના સેટ પહેરવાનું ચલણ વધ્યું છે. આવા  સેટ નવોઢાને સિમ્પલ અને નેચરલ લુક આપે છે.

જોકે વિવાહ  અગાઉના કાર્યક્રમોમાં પણ નવા નવા ટ્રેન્ડનો આરંભ થયો છે. મહેંદી રસમમાં ડાર્ક ગ્રીન સાડી અથવા ચણિયા-ચોળી, ફ્રેશ  ફ્લાવરનો માંગ-ટીકો ખૂબ સુંદર લાગે છે. જ્યો હેરસ્ટાઈલમાં મેસી લુક ઈન છે.

સંગીત સંધ્યામાં મેસી ચોટલામાં ઓર્કિડના ફૂલોની સજાવટ અથવા પોતાના જ વાળની હેરસ્ટાઈલની ફેશન ચાલી રહી છે.

જ્યારે ડીજે ફંક્શનમાં બ્લડ રેડ, રોયલ બ્લુ, ગાજરી પિંક અને બ્લેક ગાઉન ખૂબ  પહેરાય છે. આવા ઈવેન્ટમાં થોડો હેવી મેકઅપ જ ચાલે. પરંતુ હેવી મેકઅપનો  અર્થ એવો નથી થતો કો આખો ચહેરો  રંગબેરંગી  બનાવી નાખો. હેવી મેકઅપમમાં જો આંખોના મેકઅપને  પ્રાધાન્ય આપવામાં આવે તો લિપસ્ટિક ન્યુડ રાખવી. પણ જો ડાર્ક લિપસ્ટિક  લગાવવી હોય તો નેણનો મેકઅપ હળવો રાખવો.

તાજા, સુગંધી  પુષ્પોથી  કરો કેષભૂષા

સોનું નહીં, ચાંદી નહીં કે જરદોશી અને   સ્ટોન્સનાં  મેચિંગ  બ્રોચ નહીં, આજકાલ  બ્રાઇડલ   હેરસ્ટાઇલમાં સીઝનનાં  ફ્રેશ  ફ્લાવર્સનો વપરાશ વધી રહ્યો છે અને ઉનાળામાં તો એ ખાસ છે. પહેલાંના   જ માનામાં જ્યારે  હેર સ્ટાઇલમાં  આર્ટિફિશિયલ  બ્રોચ  નાખવાનો  ટ્રેન્ડ  નહોતો   ત્યારે  મોગરા અને ગલગોટની વણીઓથી જ  દુલ્હનો  વાળ  સજાવવામાં   આવતા. આજે  પણ સાઉથ  ઇન્ડિયન અને  મહારાષ્ટ્રિયન  દુકાનો વેણી અને ગજરાનો  જ ઉપયોગ હેરસ્ટાઇલમાં કરે છે. જોઈએ, આજકાલ    ફ્લાવર-હેર સ્ટાઈલમાં  કેવાં  એક્સપરિમેન્ટ થઈ રહ્યાં છે. 

નજાકત વધારે 

ફ્રેશ ફૂલ  બ્રાઈડને   નેચરલ  લુક  આપે છે  તેમ જ ગોલ્ડ અને સિલ્વરવાળું હેવી બ્રોચ  ન હોય એટલે ફૂલોથી ચહેરાને પણ  સોફ્ટ  લુક  મળે છે. એક્સપર્ટ્સનું  કહેવું  છે  કે ભારતીય બ્રાઇડ્સની  હેરસ્ટાઇલ  ગજરા અને વેણી વિના અધૂરી છે. દિવસના સમયે તેમજ રાતના સમયે બન્ને ટાઈપના પ્રસંગોમાં ફૂલોની હેરસ્ટાઇલ ફક્ત  બ્રાઈડ  જ નહીં, બ્રાઇડનાં સગાંસંબંધીઓને  પણ સારી લાગે છે.

કયા ફૂલ વાપરવાં

સાઉથમાં આજે પણ બ્રાઈડલ હેરસ્ટાઇલમાં મોગરા અને રજનીગંધાનાં  ફૂલોનો  વપરાશ સૌથી વધુ થાય છે. જોકે મોગરાનાં ફૂલો  ઝડપથી કરમાઈ જતાં  હોવાથી   ટગરની કળીઓ, અડધાં ખીલેલાં ગુલાબ, શેવંતી, ગલગોટા   જેવાં ફૂલો દિવસના સમયે તેમ જ ઓર્કિડ  જેવા એક્ઝોટિક   ફૂલો રાતના   રિસેપ્શનમાં  વાપરી શકાય.  બ્રાઈડના કંપડાનો  રંગ   ગમે તે હોય    તોય   સફેદ ફૂલો માથામાં શોભી  ઊઠે છે.  આજકાલ મોગરા સાથે ગુલાબની પાંખડીઓ અને લીલાં પાન મિક્સ કરીને ગુંથવામાં આવતી વેણી   પણ  ખૂબ  ચાલી રહી છે. ટ્રેડિશનલ  અંબોડા   કે    ચોટલા જેવી હેરસ્ટાઇલમાં  સફેદ  ફૂલોના  ગજરા સારા લાગે છે, જ્યારે સાંજની પાર્ટીવેઅર  હેરસ્ટાઇલ હોય તો  સાઇડમાં   લગાવેલું  એકાદ મોટું  વાઈટ કે  રેડ  રોઝ અથવા  ઓર્કિડના  ચાર-પાંચ ફૂલો સારાં લાગે.

પુષ્પોને નિખાર

સફેદ  ટગરની કળીઓને રંગીને હેરસ્ટાઇલ માટે વાપરવાનો ટ્રેન્ડ આજકાલ ઘણો છે. એમાં સાડી કે ચણિયાચોળીના રંગ પ્રમાણે  ટગરની કળીઓને. રંગીને ત્યાર બાદ એની સાથે સ્ટોન અને   આર્ટિફિશિયલ  મોતીનો ઉપયોગ કરીને બ્રોચ  તૈયાર કરવામાં આવે છે. આવાં ફૂલ નેચરલની ફીલિંગ આપે છે અને આર્ટિફિશઇયલનો  ડેકોરેટિવ  ટચ.  

ગ્રીષ્મમાં સદાબહાર

ઉનાળામાં ફૂલો સૌથી વધુ પ્રમાણમાં મળે છે અને એટલે જ આ સીઝન આ ફૂલોને ઉપયોગમાં લેવાની છે. 

ફૂલોની હેરસ્ટાઇલ વાળ માટે પણ  ઇકો-ફ્રેન્ડલી સાબિત થશે અને એને લગાવવામાં કોઈ કેમિકલનો વપરાશ  ન  હોવાથી વાળ  સુરક્ષિત  રહેશે. વળી સારાં ફૂલો છે એટલે એ વનટાઇમ યુઝ  છે. કાઢતી વખતે યોગ્ય  રીતે  કાઢીને સાચવી રાખવા જેવી ઝંઝટમારી પણ સાચાં ફૂલોમાં નથી હોતી.

ફ્લોરલ  જ્વેલરી પણ  ટ્રેન્ડમાં

લગ્ન પહેલાંની  મેંદીની રસમ માટે  સાચાં ફૂલોની બનેલી  જ્વેલરી પણ ખૂબ ચાલી રહી છે. આ જ્વેલરીમાં  ક્યારેક મોતીનો વપરાશ પણ કરવામાં આવે છે.  ફ્લોરલ જ્વેલરીમાં લોન્ગ અને શોર્ટ નેકલેસ, ઈયરિંગ, હાથના પંજા, બાજુબંધ, ટીકો, દામડી જેવાં ઘરેણાં બને છે.  અને એ પણ કપડાના રંગ પ્રમાણે ફૂલોની પસંદગી એમાં કરી શકાય.


    Sports

    RECENT NEWS