Get The App

લગ્નની પહેલી રાત : બહુ ઉતાવળ સારી નહીં

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નની પહેલી રાત : બહુ ઉતાવળ સારી નહીં 1 - image

લગભગ ત્રણ વર્ષ પહેલાં મારી દૂરની પિતરાઈ-બહેન મધુના લગ્ન થયા હતા. જો કે અમારું ઘર તેમના ઘરથી બહુ દૂર નથી, અમે એક જ શહેરમાં રહીએ છીએ. મધુ સાથે જે યુવાનના લગ્ન થયા એ કોલકાતામાં સીએ છે. ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ છે. એકદમ બુધ્ધિશાળી પણ લાગે છે, પરંતુ લગ્નની રાતે જ તેણે મધુ સાથે જે કર્યું તે આજે પણ તે ભૂલી નથી. મધુ પણ સુશિક્ષિત યુવતી છે, પણ પહેલી રાત યાદ કરીને તે કંપી જાય છે.

અમારે ત્યાં લગ્નના બીજા દિવસે સાંજે લગ્નની જાન પરત આવે છે. મોડી સાંજ સુધી લગ્નના મહેમાનોનું સ્વાગત ચાલુ રહ્યું હતું. સતીશ પણ લગ્નના મહેમાનો સાથે હતો અને તેઓ ગયા પછી તે માસી પાસે આવ્યો. ઘરના બધા સભ્યો થાકેલા હોવાથી લગ્નના બીજા દિવસે સાંજે નવ વાગ્યાની આસપાસ બધા આરામ કરવા ગયા હતા. મધુ કહે છે કે તે રાતે જ્યારે સતીશ મારા રૂમમાં આવ્યો ત્યારે તેણે પાણીનો ગ્લાસ માગ્યો. પાણી પીધા પછી તેમને શું થયું તે ખબર નથી. કંઈ પણ કહ્યા વિના તેણે મારી છેડતી કરવાનું શરૂ કર્યું અને પછી મને પલંગ પર જોરથી ફેંકી દીધી. આ પછી હું કંઈ સમજી ન શકી જ્યારે હું મારી હળવી ઊંઘમાંથી જાગી ત્યારે જાણવા મળ્યું કે મારા પગ ઉપાડાતા નહોતા. આખું શરીર દુ:ખતું હતું અને સંપૂર્ણપણે પથારી વશ હતી. મારા શરીર પર કોઈ કપડાં નહોતા અને એક માત્ર લોહીથી ભીંજાયેલી ચાદર હતી. સતીષ પણ રૂમમાં નહોતો. મેં કોઈક રીતે મારો હોંશ મેળવ્યો અને મારી જાતને સાજા કરવાના પ્રયાસ શરૂ કર્યા, પરંતુ જાણવા મળ્યું કે રક્તસ્ત્રાવ બંધ થતો નથી. હું મારી જાતને કાબૂમાં રાખી ન શકી અને મોટેથી ચીસ પાડીને મારી માને બોલાવી. આ પછી મને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. ઘા ભરાતા એક અઠવાડિયાનો સમય લાગ્યો.

આ કથા માત્ર મધુની જ નથી, પણ કેટલીય યુવતીઓની છે. લોકો કહે છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ફર્સ્ટ નાઈટ પણ કંઈક આવી જ હોય છે. જે અસર તે રાતે તમારા પોતાના પાર્ટનર પર પડે છે તે લાખ કોશિશ કરવા છતાં પણ નથી બદલતી. કોઈ પણ યુવાન કે યુવતી માટે પહેલી રાત યાદગાર હોય છે. પતિ-પત્નીના સંબંધોની પહેલી રાત. તેને તેઓ એ રીતે વિતાવે જેને યાદ કરીને વર્ષોના વર્ષો સુધી હસતાં રહે છે, રોમાંચિત થતા રહે. એ ન તો તેને અપશુકનિયાળ રાત તરીકે યાદ કરે અને ન તો એ રાતને યાદ કરી રડે અને સમસમી જાય. એ વાતનો ઈનકાર નહીં કરી શકાય કે લગ્ન પછી જ પતિ અને પત્નીને એકબીજાને સમજવા જરૂર હોય છે. એવામાં કોઈ જો અતિ કરે તો સામેવાળી વ્યક્તિની સ્થિતિ પર અત્યંત ખરાબ અસર પડે. જો કે મોટાભાગના પ્રસંગોમાં જોવામાં આવ્યું છે કે યુવાનના મનમાં તેમના દોસ્ત એ વાતને બેસાડી દે છે કે જો તે પહેલી રાતે પોતાની પત્ની સાથે સેક્સ ન કર્યું તો તારી પત્ની આખી જિંદગી તને કમજોર સમજશે. આજ કારણ છે કે કંઈ કેટલાંય એવા મામલા પણ બહાર આવ્યા છે કે પહેલી રાતે જ્યારે પતિ પોતાની પત્ની પાસે જાય છે તો નશાનું સેવન કરી લે છે, પછી તે રાત રોમાંસની નહીં, પણ નકામી રાત બની જાય છે જ્યારે વાસ્તવમાં નિહાળીએ તો કોઈ પણ પત્ની એવું નથી વિચારતી અને પતિને કારણે વાસ્તવિક તોર કોઈ નકામી વસ્તુ નથી અપનાવતી.

જો વાત તમારા લવ-મૅરેજની હોય તો પછી તમે બંને એકબીજાને ઘણાં લાંબા સમયથી જાણતા હોય છે, ઓળખતા હોય છે. એકબીજાના મિજાજને ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યા હો છો. ક્યારે, કોઈ, શું ઇચ્છે છે તે પણ તમને ખૂબ સારી રીતે જાણ હોય છે. જો કે લવ-મૅરેજમાં પણ ખાસ કરીને લગ્ન પછી પહેલી રાતે એવી વાતો થઈ જાય છે, જે પૂરી જિંદગી પીડા આપતી રહે છે. આમ છતાં તમે બંને એક-બીજાને ઘણાં લાંબા સમયથી ઓળખતા હો છો-જાણતા હો છો. આથી હાથમાંથી કશું જ છૂટતું નથી અને તમે બંને સાવધ રહો છો. આવી પરિસ્થિતિમાં લગ્નની પહેલી રાત એ રીતે રોમાંચિત નથી કરતી કે પતિ અતિસર દબાણ કરી દે અને તમે બંને તે રાતને સામાન્ય રીતે હાથ ધરો છો અને સહજ સહમતિથી સેક્સ કરો છો.

જો તમે ઍરેન્જ-મૅરેજ કરો છો તો સાવ સહજ વાત છે કે તમારે દરેક કદમ ફૂંકી-ફૂંકીને રાખવા પડે છે. ઍરેન્જ-મૅરેજ જો તમે કરો છો તો સૌથી વધુ મહત્ત્વનું એ હોય છે કે એકબીજાને સમજવા, કેમ કે લગ્નના પહેલા તમે એકબીજાથી અજાણ્યા હો છો. બંનેની આદત, વ્યવહાર, વિચાર અને અન્ય કશું જ તમને એકબીજાને જાણ નથી હોતી. આવી પરિસ્થિતિમાં પતિ તમારા પર જબરદસ્તી કરે તો પત્નીના મનમાં ડરનો સમાવેશ થાય છે. પતિ-પત્નીના સંબંધો અત્યંત નાજૂક હોય છે અને એક નાનીસરખી ભૂલ થઈ જાય તો જિંદગી નરક બની જાય છે. એવી જ રીતે પતિ-પત્નીના સંબંધો બંને સામંજસ્યથી ચાલે છે. આ વાત બંનેને લગ્નની પહેલી રાત પણ યાદ રાખવી જોઈએ. દરેક પતિએ એ વાત યાદ રાખવી જોઈએ કે તમારી પત્ની તમારી પત્ની જ છે, ન કે ટાઈમ પાસ! આ બાબત હવે હંમેશ માટે તમારી છે. જો તમે સમજદારીથી કામ લેશો તો તે ખુશીથી તમારી બાહોંમાં રહેશે.

આજનો ભારતીય સમાજ એટલો પરિપકવ નથી થયો કે જ્યાં સેક્સ માટે લોકો ખુલ્લામને વાત કરી શકે. આવી પરિસ્થિતિમાં પારંપારિક રીતે અધિકાંશ યુવતીઓ સેક્સ અંગે પૂરેપૂરી જાનકારી નથી રાખતી અને જે જાણકારી મળે છે તે તેની બહેનપણી પાસેથી જ મળે છે. કેટલીય સાંભળેલી વાતોને મનમાં ગોઠવતા થોડી બેબાક પણ બની જાય છે અને કેટલીક ખોટી માન્યતા પાળી બેસે છે. એમાંથી બહાર નીકળવું જરૂરી હોય છે નહીં તો તમારી પત્ની તમારી પાસે ખુલી નહીં શકે. લગ્નની પહેલી રાતે સામાન્ય માણસ બનો, રાક્ષસ નહીં!

લગ્નની પહેલી રાતને યાદગાર બનાવો પોતાની પત્નીના મનને ટટોળો. તે શું ઇચ્છે છે, તેને સેક્સ માટે શી જાણકારી છે, કંઈ જાણકારી નથી! તેના માઇન્ડને તૈયાર કરો અને પોતાના મગજને પણ સાફ-સ્વચ્છ રાખે. પહેલા પ્રેમ કરતાં શીખો અને શીખવાડો. એક-બીજાને પ્રેમ કરો, તેના વિચારને પ્રેમ કરો, તેની માનસિકતાને પણ સમજો. સેક્સ તો એ પછીની બાબત છે. પહેલી રાતે વણઇચ્છીત ગર્ભની ચિંતા દૂર થાય, એ માટે સ્ત્રી ગર્ભ-નિરોધક ગોળીનું સેવન કરવું યોગ્ય રહેશે, પણ અંતે તો એ જ વાત-પ્રેમ કરો, પણ હળવે હળવેથી, પણ ઉતાવળે નહીં.

- ભૂપેન્દ્ર પટેલ