રંગોના તહેવાર હોળીની વાત થતાં જ આંખની આગળ ચારે બાજુ ઊડતા રંગબેરંગી ગુલાલ, પિચકારીઓમાંથી પડતું પાણી, નાચતાગાતા લોકો જોવા મળે છે. ક્યાંક ભજિયા અને દહીંવડાની સુગંધ તો ક્યાંક હોળીના સંગીતના મોટા અવાજો પર નાચતા લોકો. આમાં પણ જો લગ્ન પછી તમારી પહેલી હોળી હોય તો ભલા વાત જ શું પૂંછવી!
હોળી આવવાના થોડા દિવસ અગાઉથી જ સ્ત્રીઓ પર હોળીના રંગનો ઉત્સાહ દેખાવા લાગે છે. પોતાની પહેલી હોળી હોવાના લીધે બધી નવવધૂઓનાં મનમાં એક અલગ જ ઉત્સાહ હોય છે, જેના લીધે તે આનંદિત રહે છે.
પોતાનાના નવા ઘરપરિવાર સાથે જોડાઈને નવા સંબંધોે અને સમગ્ર પરિવાર સાથે હોળી ઊજવવાનો આનંદ તેમને રોમાંચિત જરૂર કરે છે પણ તે નવવધૂના મનમાં ક્યાંક ને ક્યાંક હોળીના લીધે સંશય અને સંકોચ જરૂર હોય છે કે હજુ થોેડા મહિના પહેલાં તો તે પોતાના પતિના ઘરમાં આવી છે અને પરિવારના લોકો સાથે બધી રીતે હજુ હળીમળી પણ નથી.
હોળીનોે તહેવાર જ્યાં પ્રેમના અનોખા રંગોથી તરબોળ રહે છે તેમાં થોડી બેદરકારીથી આ રંગીન તહેવારને બેરંગ થવામાં વાર નથી લાગતી.
હોેળીનો તહેવાર તોફાન મસ્તીથી ભરેલો હોય છે. દિયર, મિત્રો, નણદોઈ વગેરે દ્વારા કરાતું ખોેટું વર્તન અને પોતાની હદ પાર કરીને ભાભી સાથે હોળી રમવી તે આ તહેવારનો આનંદ બગાડી નાખે છે. નવવધૂ વધારે બીક અને શરમના લીધે વિરોધ પણ કરી શકતી નથી અને સમસમીને રહી જાય છે. તે આ તહેવારને એન્જોય કરવા ઈચ્છે છે. પણ હોળી રમવી કે નહીં તેની દ્વિધામાં રહે છે.
રંગ લગાડવાને બહાને કેટલાક ખોટી પ્રવૃત્તિના લોકોે કંઈક એવું વર્તન કરી બેસે થે. જેના વિશે છોકરી સંકોેચના લીધે પોતાના પરિવારના લોકોેને કહી શકતી નથી અને અંદરને અંદર મૂંઝાતી રહે છે. અમુક હદ સુધી તેનો આ ડર સાચો પણ હોય છે. કદાચ એટલે જ આપણા વડીલો દ્વારા એવો રિવાજ બનાવાયો છે કે નવી વહુની પહેલી હોળી પિયરમાં જ હોય. પિયરમાં છોકરી પોતાના પરિવારના લોકો સાથે હોળી રમે તે પોતે સુરક્ષાનો અનુભવ કરે છે, પરંતુ જો સાસરીમાં નવવધૂ પોતાની પહેલી હોળી થોડી સાવચેતીથી રમે તો તે ક્ષણોને યાદગાર બનાવી શકાય છે.
અંજનાના હજુ ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયાં છે. આ વિશે તેનું કહેવું છે, ''હું મારી પહેલી હોળી માટે ખૂબ આનંદિત છું. મારા પિયરમાં મારાપતિના સ્વાગતની ધમધોકાર તૈયારીઓ થઈ રહી છે. મેં પણ તેમને રંગવા માટે ઘણા પ્રકારના પ્લાન બનાવ્યા છે. હા, હું એટલું જરૂર ધ્યાન રાખીશ કે સાસરી તરફથી જે લોકો હોળી રમવા આવશે તેમની સાથે આત્મીયતાથી વ્યવહાર કરીશ. મારાં ભાઈબહેન અને પરિવારના સભ્યો મારી આસપાસ જ રહેશે. તેઓને હું એવી કોઈ તક નહીં આપું કે કોઈ મારી સાથે ખરાબ વ્યવહાર કરે.'' રુચિકા કહે છે કે ગયા ડિસેમ્બરમાં જ તેનાં લગ્ન થયાં છે. એ સાચું છે પહેલાં મારા મનમાં એક બીક જરૂર રહેતી હતી કે ખબર નહીં મારા દિયર કેવી હોળી રમશે. જો તેઓએ કોઈ બદમાશી કરી અને મેં કંઈ કહી દીધું તો તેમને ક્યાંક ખરાબ ન લાગી જાય. આ બીકથી હું કશું કહી પણ નહીં શકું, પરંતુ મારી આ સમસ્યા મારા પતિને કહી તો તેમણે મને સમજાવતા કહ્યું કે તેઓ બધો સમય મારી સાથે જ રહેશે અને કોઈ પણ પરેશાની થાય તો હું તેમને કહી શકું છું. એટલે હવે કોઈ ચિંતા નથી અને હું ખૂબ ઉત્સાહપૂર્વક હોળી રમીશ.
મર્યાદા રાખો
મીનાનાં લગ્નને છ મહિના જ થયાં છે. તેમનું કહેવું છે, ''હું હોળી માટે ઘણી આનંદિત છું. મેં મારા આખા પરિવાર માટે સફેદ કુરતા-પાયજામા અને સૂટ લીધા છે. અમે નક્કી કર્યું છે કે અમે માત્ર ગુલાલથી જ હોળી રમીશું. સાથે એવા કોઈ પણ નશીલા પદાર્થ નહીં હોય જેનાથી હોળીની મજા બગડી જાય. સારી વાનગીઓ બનાવીશ. અમે ઢોલની સાથે નાચવા-ગાવાની વ્યવસ્થા પણ કરી છે. હું ઘરના બધાં માટે કોઈને કોઈ ભેટ પણ લાવી છું, જેથી હું મારા પરિવારની વધારે નજીક આવી શકું. આ પ્રસંગે મેં કેમેરાની વ્યવસ્થા પણ કરી છે, જેથી તે ક્ષણોના ફોટા પાડીને આખી જિંદગી તેને યાદગાર બનાવી લેવાય.
અંશુનું કહેવું છે કે હોળીના દિવસે અમારી પાસે જ ક્લબમાં પાર્ટી થશે. જેમાં જેની પહેલી હોળી હોય તેમના માટે ખાસ ડાન્સનો પ્રોગ્રામ છે. તેમાં જીતેલા કપલને ભેટ આપવામાં આવશે. એટલે હું જલદીથી હોળી આવે તેની રાહ જોઈ રહી છું. હા, પાર્ટીમાં અજાણ્યા સાથે હોળી રમવામાં સંયમ જરૂર રાખીશ. છતાં પણ જો કોઈએ ખરાબ વ્યવહાર કર્યો તો હું તરત જ તેનોે જવાબ આપી દઈશ જેથી તેમનો આ વ્યવહાર આગળ ના વધી શકે અને આપણો સારામાં સારો મૂડ ખરાબ ના થઈ જાય.


