Get The App

વાળ માટે ફાયદાકારક મેથી દાણા તેમજ લીમડો

Updated: Feb 13th, 2023

GS TEAM


Google News
Google News
વાળ માટે ફાયદાકારક મેથી દાણા તેમજ લીમડો 1 - image


મેથી દાણાનું સેવન આર્યુવેદમાં પણ કહેવામાં આવ્યું છે. આ નાના-નાના પીલા રંગના દાણા બહુ શક્તિશાળી હોય છે. તેનું સેવન તેમજ તેનો ઉપયોગ સ્વાસ્થય માટે ફાયદાકારક છે. તે વાળ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. 

મેથીના સુકા દાણામાં આર્યન અને પ્રોટીન પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. આ બન્ને પોષક તત્વો વાળ માટે ફાયદાકારક છે. ખરતા વાલ, વાળમાં ખોડો, રૂક્ષ વાળથી મેથી દાણા છુટકારો આપી શકે છે. 

મેથી દાણાના ઉપયોગની રીત

એક મુઠ્ઠી મેથી દાણાને રાતના પલાળી દેવા. સવારે આ પાણી ગાળીને ખાલી પેટે પી જવું. 

મેથી દાણાના પાણીને ગાળીને એક બોટલમાં ભરી લેવું. સવારે તેને હેર સ્પ્રેની માફક વાળમાં લગાડવું અને સાંજના વાળ ધોઇ નાખવા.

મેથી દાણાને ખાવામાં અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે. જેથી તેમાંના પોષક તત્વોનો લાભ લઇ શકાય. 

સલાડ

રાતના પલાલેલી મેથીને સલાડમાં ભેળવીને ખાઇ શકાય છે. 

સીઝનિંગ

દાળ અને શાકમાં વઘાર કરીને મેથીનું સેવન કરવામાં આવે છે. 

સુકી મેથીના દાણાનો પાવડર બનાવી લેવો. પછી તેને રસોઇના મસાલેદાર મસાલામાં ભેળવી કોઇ પણ વાનગી માટે ઉપયોગમાં લેવા.

વાળ પર લગાડવાની રીત

મુઠ્ઠી મેથી દાણા લઇ તેને એક કપ પાણીમાં ભીંજવી દેવા. સવારે ગેસ પર આ પાણીને ઉકાળી લેવું. 

ઠંડુ થાય પછી દાણાને મિક્સરમાં વાટી તેની પેસ્ટ બનાવવી.

પેસ્ટ અન ેપાણીને મિક્સ કરીને વાળના મૂળમાં લગાડવું અને ૩૦ મિનીટ સુધી રહેવા દેવું. 

હુંફાળા પાણી અને હળવા શેમ્પુથી વાળ ધોઇ નાકવા. અઠવાડિયામાં બે વખત કરવાથી ફાયદો થાય છે. 

લાંબા અને ચમકીલા વાળ માટે

બે ટેબલ સ્પુન મેથી લઇ રાતના પાણીમાં ભીંજવી દેવી.

સવારે પેસ્ટ બનાવી તેમાં વધેલા પાણીને ભેળવી દેવું.

આ પેસ્ટમાં એક ટેબલસ્પૂન ઘટ્ટ કોકોનટ મિલ્ક ભેળવીને વાળના મૂળમાં લગાડી મસાજ કરવું. 

૩૦ મિનીટ પછી વાળ ધોઇ નાખવા. 

આ હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવો.

વાળ માટે ફાયદાકારક લીમડો

મીઠા લીમડાની સોડમ અનેરી જ હોય છે તેથી જ તેને વાળ અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે એન્ટીઓક્સીડન્ટસ, બીટા કેરોટીન અને પ્રોટીનથી ભરપુર હોય છે. જે વાળને ખરતા અને પાતળા થતા રોકે છે. 

મીઠા લીમડામાં એમિનો એસિડ પણ સારી માત્રામાં સમાયેલું છે, જે વાળને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જાણીતું છે. 

વાળની લંબાઇ વધારવા

વાળની લંબાઇ અને ગ્રોથ વધારવા માટે તાજો લીમડો, મેથી અને આંબળાનો હેર પેક બનાવવો. આ માટે લીમડા સાથે લીલી મેથી અને આંબળાનો ગર ભેળવી ગ્રાઇન્ડરમાં જોઇતા પ્રમાણમાં પાણી નાખી  પેસ્ટ બનાવવી.

આ પેસ્ટને વાળમાં ૨૦-૩૦ મિનીટ લગાડવી રાખવી. આ પછી સામાન્ય અથવા હુંફાળા પાણીથી વાળ ધોઇ નાખવા. આ હેર પેક પછી શેંમ્પૂની જરૂર પડતી નથી. 

લીલી મેથી ન હોય તો મેથી દાણા લઇ શકાય. તેમજ આંબળા ન હોય તો આંબળાનો પાવડર લઇ શકાય, 

ખરતા વાળ

લીમડામાં સમાયેલ એન્ટી ઓક્સીડન્ટસ વાળને મજબૂત બનાવવાની સાથેસાથે ખરતા અટકાવે છે. તેમજ ખોપડીમાં રક્તસંચાર વધારીને વાળની જડને મજબૂત કરે છે. 

કોપરેલને ગરમ કરી તેમાં ૧૨-૧૫ પાન નાથી તડકામાં મુકવું.પાન બહારથી કાળા પડે ત્યાં સુધી તડકો આપવો.  તેલ હુંફાળું  થાયએટલે તેને વાળની જડમાં મસાજ કરવો.  

વધારાના તેલને ગાળીને શીશીમાં ભરી દેવું. અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરવો. 

વાળને ચમકીલા કરે

લીમડાના પાનની પેસ્ટ કરી તેમાં દહીં અને ઇંડાની જર્દી ભેળવવી. 

આ પેસ્ટને વાળમાં લગાડી ૩૦ મિનીટ સુધી રહેવા દેવું. આ પછી હળવા શેમ્પુથી વાળ ધોઇ નાખવા.

ખોડામાં રાહત

વાળમાં ખોડાની તકલીફ ગોય તો લીમડો ફાયદાકારક છે. લીમડાની પેસ્ટ બનાવી તેમાં દહીં ભેળવવું અને વાળમાં લઘાડી અડધો કલાક રહેવા દઇ ધોઇ નાખવું.

વાળનું ડીપ કંડિશનિંગ

લીમડો અને મહેંદીના પાનનીપેસ્ટ કરી તેમાં થોડુ ંકોપરેલ અથવા ઇંડુ ભેળવી પેક તૈયાર કરી વાળમાં લગાડવું. આ પેસ્ટમાં મધ, દહીં, ચા પત્તી પણ ભેળવી શકાય છે. 

- સુરેખા મહેતા

Tags :